ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
પ્લેક્સસ મેડિકલ હોસ્પિટલ તેમજ રઘુવંશી લેડીઝ ક્લબ, વિંગ્સ લેડિઝ ક્લબ તેમજ રઘુવંશી મૈત્રી મહિલા મંડળના સહયોગથી રવિવારે સવારે 10થી 1 દરમિયાન ફ્રી મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ડો. નિકુંજ કોટેચા (હૃદયરોગ) અને ડો. જીત ગાંધી (હાડકા) તેમજ ડો. ખેવનાબેન ધામેચા (કાન, નાક, ગળા)ના નિષ્ણાંત ડોક્ટરો હાજર રહેશે અને તેમની ફ્રી સેવા આપશે. આ નિ:શુલ્ક નિદાન કેમ્પ પ્લેક્સસ મેડ કેર હોસ્પિટલ, 150 ફીટ રીંગ રોડ, શિતલ પાર્ક બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે, ધ સ્પાયર-2 બિલ્ડીંગની સામે રાખવામાં આવેલો છે.
આ કેમ્પમાં બ્લડ શુગર, બ્લડ પ્રેશર, ઈસીજી (જરૂર જણાય તો)ની ફ્રીમાં તપાસ કરી આપવામાં આવશે. આ સાથે હોસ્પિટલ દ્વારા સંજીવની કીટનું પણ વિતરણ કરવામાં આવશે.



