ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
જૂનાગઢ રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્પર્ધાઓ અને રાજ્યના એસોસિયેશન દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષા, રાષ્ટ્રીય કક્ષા અને રાજ્યકક્ષાના રાજ્યના ચંદ્ર વિજેતા ખેલાડીઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપસિંહ બારૈયા એવોર્ડ આપવાની યોજના અમલમાં છે. ગુજરાત રાજ્યના જે ખેલાડીઓ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વિજેતા થયેલ હોય તેઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપસિંહજી બારીયા એવોર્ડ માટે અરજી કરવાની રહેશે. પાત્રતા ધરાવતા ખેલાડીઓને સદર એવોર્ડથી સન્માનીત કરવામાં આવશે જેમાં ઇચ્છુક સ્પર્ધકો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની વેબસાઈટ વિિંાંત://તાજ્ઞિતિંફીવિંજ્ઞશિિું.લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ/ પરથી ઓનલાઇન અરજી કરી શકશે. તેમ સ્પોર્ટ્સ ઓથારીટી ઓફ ગુજરાતની અખબારી યાદીમાં જણાવવામાં
આવ્યું છે.