ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
જૂનાગઢમાં 22.1 મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા વિદ્યાર્થી સહિત આરોપીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. 23 જૂનના રોજ જૂનાગઢનો વિદ્યાર્થી યુગાંત હરેશ વાઘમશી અને ધવલ જગદીશ સીસાંગીયા રૂપિયા 2.21 લાખની કિંમતના 22.1 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયા બાદ તપાસનીશ તાલુકા પીએસઆઇ ડી.કે.સરવૈયાએ બંનેને 3 દિવસના રિમાન્ડ પર મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.
- Advertisement -
રિમાન્ડ દરમિયાન આ શખ્સો કોને ડ્રગ્સ આપતાહતા તે અંગે માહિતી મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન બંનેના રિમાન્ડ પૂર થતા કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કરતા પોલીસે આરોપીને જૂનાગઢ જેલમાં મોકલી આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ધીમે-ધીમે ડ્રગ્સનું દુષણ કલેજીયન, વિદ્યાર્થીઓ, યુવાનોમાં વધતુ જતુ જવા મળી રહ્યું છે જેને અટકાવવા માટે જૂનાગઢ પોલીસ દ્વારા અવેરનેશ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને ડ્રગ્સ માફીયાઓને પકડવા માટે જૂનાગઢ પલીસ સજાગ બની છે.