ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
સરકારી ઓફિસમાં કામ કરાવવું હોય તો રૂપિયા આપવા જ પડે તેવી છાપ લોકોના માનસમાં છે અને આ વાતને સાચી સાબિત કરતી લાંચ લેવાની ઘટનાઓ પણ અવાર-નવાર સામે આવતી રહે છે. ત્યારે હવે EPFના એન્ફોર્સમેન્ટ ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે. CBIની ટીમે જામનગરમાં આવેલી એમ્પલોઇ પ્રોવિડન્ટ ફંડ (EPF)ના એન્ફોર્સમેન્ટ અધિકારી એન.સી.નથવાણીને 1.10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. CBIની ટીમે મીડલ મેન એચ.કે.ભાયાણી અને તેના પુત્ર જય ભયાણીની પણ ધરપકડ કરી છે. CBIની ટીમે અધિકારીને રહેઠાણે પણ દરોડાની કામગીરી કરીને મોટીમાત્રામાં વાધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. પ્રોવિડન્ટ ફંડની રકમ રિલીઝ કરવા એક ખાનગી કંપનીના માલિક પાસે લાંચની માગણી કરાઇ હતી. જેની ફરિયાદ CBIમાં થઇ હતી ત્યાર બાદ લાંચનુ છટકું ગોઠવીને પકડી લેવામાં આવ્યા હતા.