ગેંગ એકલવાયું જીવન જીવતા લોકોની રેકી કરી, લૂંટ અને હત્યાને અંજામ આપતી હતી: 7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
જસદણ 5ંથકમાં એકલવાયું જીવન જીવતા લોકોની રેકી કરી લૂંટ અને હત્યાને અંજામ આપતી ગેંગની બે મહિલા સહિત 7 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. દેવપરા ગામે થયેલ લૂંટ અને હત્યાના ગુનામાં આ ગેંગ સંડોવાયેલી હતી જેના અન્ય એક સાગરીતની શોધખોળ હાથ ધરતા આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ 1 લાખ 67 હજાર રોકડ રકમ સહિત કુલ 7 લાખ 17 હજાર 930 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર ગત 1 જુલાઇના રોજ વહેલી સવારે જસદણ તાલુકાના દેવપરા ગામે વાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં એકલા રહેતા માવજીભાઇ વાસાણીનો હાથ પગ બાંધી દીધેલી હાલતમાં મૃતદેહ પોલીસને મળ્યો હતો. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રથમથી હત્યાની શંકા તેમજ શરીરના ભાગે માર માર્યાના નિશાન મળતા તપાસ તે દિશામાં તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ સ્ત્રી પાત્ર હત્યા પાછળ કારણભૂત હોવાનું પોલીસને અનુમાન હતું પરંતુ આ બનાવમાં મૃતક એકલા રહેતા હોવાનું જાણી આરોપીઓએ લૂંટ તેમજ હત્યાને અંજામ આપ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ અંગે રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, મૃતક માવજીભાઇ દાજેલા લોકોને મલમ લગાવી નિ:શુલ્ક સારવાર આપતા હતા અને એકલવાયું જીવન જીવતા હતા જેની પાસે રાજલ ઉર્ફે રાજી ડોડીયા નામની મહિલા સારવાર માટે જતી હતી જેના કારણે રાજલએ તેમના અન્ય સાગરીતો સાથે મળી કુલ 8 લોકોએ એકલતા નો લાભ લહી લૂંટ અને હત્યા માટે પ્લાન ઘડ્યો હતો જે પૈકી 5 રાજસ્થાનના વતની, 2 પતિ-પત્નિ અને ધોળકાની મહિલા હોવાનું સામે આવ્યું છે. જેમાં પૂજા ઉર્ફે પુજી મુખ્ય ભૂમિકા ભજવી પ્લાન ઘડ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
- Advertisement -


