ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.6
અમરેલી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવા માટે વિવિધ પ્રવૃતિ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ લોકસાહીના પર્વમાં વધુ મતદાન થાય તે માટે રાજુલા શહેરમાં આવેલ શ્રીમતિ એચ.બી.સંઘવી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા લોકસભાના ચૂંટણીને અનુલક્ષીને લોકો વધુમા વધુ મતદાન કરે તેવી અપીલ સાથે કોલેજની એન.એસ.એસની વિધાર્થીની બહેનોએ જાગૃત્તિ માટે રેલીનું આયોજન કરવામા આવ્યું હતું.
- Advertisement -
આ તકે પ્રિન્સીપાલ ડો. રીટાબેન રાવળ, સેક્રેટરી બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, કેમ્પસ મેનેજર રવિભાઇ વ્યાસ, કેમ્પસ ડાયરેક્ટર ડો.જીગ્નેશભાઇ વાજાએ શુભેચ્છાઓ પાઠવી હતી.