લીઝોમાં ગેરકાયદે ખનન અન્વયેની માપણી થતાં રૂ.22.41 કરોડનો દંડ તંત્ર દ્વારા વસૂલી કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ કોડીનાર, તા.6
- Advertisement -
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ અને નિવાસી અધિક કલેકટર રાજેશ આલના માર્ગદર્શન હેઠળ તા.ર9-30/03/2024 ના રોજ કોડીનાર તાલુકાના સીંધાજ અને ગોવિંદપુર ભંડારીયા ગામ ખાતે આવેલ લીઝોમાં ગેરકાયદેસર ખનન થતું હોવા અંગે તપાસ હાથ ધરતા કુલ-6 લીઝ હોલ્ડર દ્વારા કુલ-4,24,885/- મે.ટન બિલ્ડીંગ લાઇમ સ્ટોનના જથ્થાનું ગેરકાયદેસર ખનન કરવામાં આવેલ હોવાનું ધ્યાને આવ્યું હતું.
આ અન્વયે ગેરકાયદેસર ખનન કરતા કુલ-6 લીઝ હોલ્ડરો દ્વારા 4,24,885/- મે.ટન બિલ્ડીંગ લાઇમ સ્ટોનના જથ્થાનું ગેરકાયદેસર ખનન કરવામાં આવતા આ લીઝ હોલ્ડરો પાસેથી રૂા.22,41,04,949/-(22.41 કરોડ)નો દંડ વસૂલ કરવા બાબતની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, રૂા.1.24 કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવેલ જેની ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
વિશેષમાં, તપાસ દરમ્યાન 6-લીઝ હોલ્ડરો પૈકી ગોવિંદપુર ભંડારીયા ગામ ખાતે આવેલ 1-લીઝમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન કરવામાં આવેલ હોવાનું ધ્યાને આવતા આ બાબતે વિશેષ તપાસ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.