ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.29
પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી એ કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવિયા ને ટિકિટ આપી છે ત્યારે તેઓ પોરબંદરની મુલાકાતે હોય અને રાત્રી રોકાણ પોરબંદર ખાતે કરેલ હતું ત્યારે આજે સવારે પોરબંદરની ચોપાટી ખાતે વોકિંગ કરવા આવતા પોરબંદરવાસીઓની સાથે જ વોકિંગ કર્યું હતું અને ત્યારબાદ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં પોરબંદરના યુવાનો ક્રિકેટ રમે છે ત્યાં પહોંચી ને યુવાનો સાથે ક્રિકેટ રમ્યા હતા. ક્રિકેટ રમી રહેલા યુવાનોને કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું આગામી “સાંસદ ખેલ મહોત્સવ” માટે થઈ મને મારી અડધી ક્રિકેટ ટિમ અહીં જ મળી
ગઈ છે.