By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 day ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    50 minutes ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    23 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    1 day ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    1 day ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રાચીન આર્યાવર્તની એવિયેશન ટેક્નોલોજી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > પ્રાચીન આર્યાવર્તની એવિયેશન ટેક્નોલોજી!
AuthorParakh Bhattધર્મ

પ્રાચીન આર્યાવર્તની એવિયેશન ટેક્નોલોજી!

Khaskhabar Editor
Last updated: 2022/01/27 at 12:34 PM
Khaskhabar Editor 5 years ago
Share
13 Min Read
SHARE

ગયા અઠવાડિયે આપણે ઋષિ ભારદ્વાજના વૈમાનિક શાસ્ત્રનો વિસ્તારપૂર્વક પરિચય મેળવ્યો. અને હવે, પ્રાચીનકાળમાં ભારતની એવિયેશન ટેક્નોલોજીના કેટલા અને કેવા પુરાવાઓ આપણા ગ્રંથોમાંથી મળી આવ્યા છે, એ વિષય પર ચર્ચા આગળ વધારીએ.

-પરખ ભટ્ટ

(1) કૌટિલ્યનું અર્થશાસ્ત્ર : રાજા હરિશ્ચંદ્ર અને સૌભિકનાં ‘સૌભ’ નામે એક શહેરનો ઉલ્લેખ કૌટિલ્યે પોતાનાં લખાણમાં કર્યો છે. જેનો અર્થ છે, એવો વ્યક્તિ, જેની પાસે હવાઇ-વાહનો ઉડાડી શકવાની તકનિક છે. તદુપરાંત, પાઇલોટ માટે તેમણે ‘આકાશ યોધિન:’ શબ્દનો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ છે, જેને આકાશમાં યુદ્ધ કરવા માટેની તાલીમ મળી હોય એ !
(2) સોમદેવ ભટ્ટનું કથાસરિતસાગર : રાજ્યધાર અને પ્રાણધાર નામે બે કારીગરો એકીસાથે 1000 મુસાફરો બેસી શકે એવા ઉડતાં રથ બનાવવામાં પાવરધા તથા હવાની તેજ ગતિએ ઉડાવી શકવા સક્ષમ હતાં.

Contents
ગયા અઠવાડિયે આપણે ઋષિ ભારદ્વાજના વૈમાનિક શાસ્ત્રનો વિસ્તારપૂર્વક પરિચય મેળવ્યો. અને હવે, પ્રાચીનકાળમાં ભારતની એવિયેશન ટેક્નોલોજીના કેટલા અને કેવા પુરાવાઓ આપણા ગ્રંથોમાંથી મળી આવ્યા છે, એ વિષય પર ચર્ચા આગળ વધારીએ.-પરખ ભટ્ટ

(3) કાલિદાસનું કુમારસંભવ : ઇસવીસન પૂર્વે 800માં કવિ કાલિદાસે લખેલા ‘કુમારસંભવ’માં, ઇન્દ્રનાં સોને મઢેલ રથનાં સારથિ ‘મતાલી’એ ઉચ્ચારેલા શબ્દો : અહીંથી પૃથ્વી કેટલી બધી સુંદર દેખાઈ રહી છે..! બીજી બાજુ, આધુનિક સમયમાં અવકાશમાં સફર કરનારા ભારતનાં સર્વપ્રથમ એસ્ટ્રોનોટ દીપક ચોપરાએ જ્યારે પૃથ્વીને જોઇ ત્યારે તેમણે પણ આ જ વાક્યનું ઉચ્ચારણ કર્યુ હતું.

- Advertisement -

(4) રાજા ભોજનું સમરાંગણ સૂત્રધાર : અગિયારમી સદીમાં રાજા ભોજ લિખિત ‘સમરાંગણ સૂત્રધાર’નાં 31મા પ્રકરણમાં પાઇલોટે કેવા કપડાં પહેરવા જોઇએ, ખાવા-પીવાની આદતો કેવી હોવી જોઇએ, પૌરાણિક વિમાનોની ડિઝાઇન, બનાવટ અને સાચવણી અંગેની માહિતી પૂરી પાડવામાં આવી છે. રાજા ભોજે પોતાનાં આ પુસ્તકને વિવિધ પુરાણો અને વેદોપનિષદનાં સારરૂપે તૈયાર કર્યુ છે. જેમાં વાસ્તુશાસ્ત્રથી માંડીને કળા, સ્થાપત્ય જેવા પુષ્કળ વિષયો આવરી લેવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે અમેરિકા, બ્રિટન અને જર્મનીએ ખાસ પ્રકારનાં સોલર ટ્રાવેલ અને ઇન્ટરસ્ટેલર ટ્રાવેલ માટે ‘સમરાંગણ સૂત્રધાર’માંથી અનુક્રમે ‘સૂર્ય મંડળ’ અને ‘નક્ષત્ર મંડળ’નો અભ્યાસ કર્યો હતો. જેમાં વિમાનનાં સાવ મૂળભૂત ટેકટિક્સથી માંડીને એડવાન્સ્ડ લેવલનું મિકેનિઝમ સમજાવવામાં આવ્યું છે.
એમાંય ખાસ કરીને યંત્રો વિશેનાં વર્ણનો ધરાવતાં પ્રકરણો સૌથી વધુ રસપ્રદ છે. શ્લોક ક્રમાંક 95થી 107માં મોટેભાગે વિમાનો અને રોબોટ અંગેનું લખાણ છે. મરક્યુરી એન્જિન ધરાવતાં વિમાનોને અલગ-અલગ પ્રકારે ઉડાડવા માટેનાં સિદ્ધાંતો અને એની ખાસિયતો વિશે પણ ઘણું કહેવાયું છે. ઉષ્ણમભાર, ઉષ્ણપ અને રાજામ્લાત્રિત જેવી કંઇ-કેટલીય ધાતુઓનાં ઉપયોગ વડે ગરમી શોષી લે એવા વિમાનો કેવી રીતે બનાવવા, સાત પ્રકારનાં અરીસાઓ અને લેન્સનો ઉપયોગ આક્રમણાત્મક તથા રક્ષણાત્મક રીતે કરવા માટેનાં યોગ્ય સૂચનો દર્શાવાયા છે. ‘પિંજુલ’ અરીસાનો ઉપયોગ શત્રુ-વિમાન તરફથી છોડવામાં આવતાં લેસર-કિરણોથી પોતાનું રક્ષણ મેળવવા માટે થતો એ વાતનો ઉલ્લેખ છે. આજનાં સમયમાં જે લેસર-ટેકનોલોજીનો ઉપયોગ શત્રુ-વિમાનનો ખાત્મો બોલાવવા માટે કરવામાં આવે છે એને ‘સમરાંગણ સૂત્રધાર’માં ‘મરિક’ નામ આપવામાં આવ્યું છે. થોડાં વર્ષો પહેલા ચીનનાં પુરાતત્વશાસ્ત્રીઓને તિબેટનાં લ્હાસા જિલ્લામાંથી સંસ્કૃત ભાષામાં લખાયેલું કેટલુંક પૌરાણિક સાહિત્ય મળી આવ્યું, જેને યુનિવર્સિટી ઓફ ચંડીગઢનાં સંસ્કૃત મહાપંડિત પાસે મોકલી અપાયું. પુષ્કળ રીસર્ચ કર્યા બાદ ત્યાંના એક વૈજ્ઞાનિક ડો. રૂથ રૈને જણાવ્યું કે તિબેટમાંથી મળી આવેલા આ રહસ્યમય સંસ્કૃત-સાહિત્યમાં એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર જવા માટેની સ્પેસશીપ વિકસાવવા માટેની ટેક્નોલોજી અંગે માહિતી આપવામાં આવી છે! અઢારમી સદીનાં આધ્યાત્મિક યોગ-ગુરૂ સ્વામી દયાનંદ સરસ્વતી અને મહાન વૈજ્ઞાનિક આચાર્ય ભારદ્વાજે પણ ગુરૂત્વાકર્ષણબળની વિરૂદ્ધ દિશામાં (એક પ્રકારની સિદ્ધિ, જેને સંસ્કૃતમાં ‘લઘિમા’ કહે છે!) ઉડી શકનારા પૌરાણિક વિમાનોની વાતને માન્ય ઠેરવી છે. પુરાણકાળમાં આપણે ત્યાં આવા વિમાનોને ‘અસ્ત્ર’ કેટેગરીમાં મૂકવામાં આવ્યા હોવાને કારણે ભારતીય વૈજ્ઞાનિકોએ આ થિયરીને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં ન લીધી. પરંતુ કેટલાક ચીની વૈજ્ઞાનિકોએ એમનાં ‘સ્પેસ પ્રોગ્રામ સ્ટડી’ માટે અથથી ઇતિ સુધી આ સાહિત્યનો અભ્યાસ કર્યો છે.

કુલ 25 પ્રકારનાં વિમાનોનો ઉલ્લેખ પુરાણોમાં થયેલો છે : શકુન, સુંદર, રૂક્મ, મંડળ, વક્રતુંડ, ભદ્રક, રૂચક, વિરાજક, ભાસ્કર, અજાવર્ત, પૌષ્કળ, વિરાંચિક, નંદક, કુમદ, મંડર, હંસ, શુકાસ્ય, સૌમ્યક, ક્રૌંચક, પદ્મક, સ્યામિક, પંચબાણ, ઔરિયાયન, પુષ્કર અને કોદંડ! ‘સમરાંગણ સૂત્રધાર’ ઉપરાંત ‘અમરાંગ સૂત્રધાર’માં પણ બ્રહ્મા, વિષ્ણુ, યમ, કુબેર અને ઇન્દ્રનાં વિમાનો અંગે વિગતવાર વર્ણનો વાંચવા મળે છે.

(૧) રૂક્મ : શંકુ આકારનું સુવર્ણ રંગનું વિમાન.

- Advertisement -

(૨) સુંદર : રોકેટ આકારનું ચાંદી રંગનું વિમાન.

(૩) ત્રિપુર : ત્રણ પાયાવાળું વિમાન.

(૪) શકુન : પક્ષી આકારનું પાંખોવાળું વિમાન.

ઉપરોક્ત ચાર પ્રકારનાં વિમાનોનાં આધારે બીજા ૧૧૩ પેટા-વિમાનો પણ પુરાણકાળમાં અસ્તિત્વ ધરાવતાં હતાં.
કેટલાક વિમાનોમાં સૂર્યનાં કિરણોને શોષી તેનો ઉપયોગ સૌર-ઉર્જાનાં સંગ્રહ માટે કરવામાં આવતો! હવે શકુન, ત્રિપુર, સુંદર અને રૂક્મ વિમાનો વિશે થોડું ઉંડાણમાં ઉતરીએ.

 

(1) શકુન વિમાન : કુલ આઠ ભાગમાં વહેંચાયેલ આ વિમાન, દેવોનાં ઉડ્ડયન માટે ઉપયોગમાં લેવાયાનો ઉલ્લેખ છે. પીઠ (ફ્લોર-બોર્ડ), વિદ્યુતયંત્ર (ઇલેક્ટ્રિક જનરેટર), વાતપયંત્ર (એર-સક્શન પાઇપ), દિક્પ્રદર્શન-ધ્વજ, શકુનયંત્ર, ઔશન્યાકયંત્ર (એન્જિન), કિરણાકર્ષણ-મણિ જેવા ભાગોથી બનાવવામાં આવેલું શકુન વિમાન પૌરાણિક સમયનું સૌથી સુસજ્જ વિમાન માનવામાં આવે છે, જેમાં દરેક પ્રકારનાં અસ્ત્રો-શસ્ત્રોનો સમાવેશ કરી શકાતો. ત્રણ લંબ હાર (ટાયર્સ)માં નિર્મિત શકુન વિમાનમાં વોટર-જેકેટ, ઓઇલ ટેન્ક, એર હીટર, સ્ટીમ બોઇલર, એર કમ્પ્રેશર, હીટ એન્જિન બેસાડવામાં આવ્યા હોવાનું વર્ણન પણ સંસ્કૃત સાહિત્યોમાં મળી આવે છે.

કોઇ પણ સામાન્ય માણસ આ બધું વાંચીને સીધી દલીલો કરવાનું શરૂ કરી દેશે કે ઋષિ-મુનિઓ તો મહાકાવ્યો અને કથાઓ લખવા ટેવાયેલા હતાં. ઉપરોક્ત તમામ વાતો પણ એમની એક કલ્પના માત્ર જ હોઇ શકે! આવા હાઇ-ટેક વિમાનો અત્યારનાં અત્યાધુનિક જમાનામાં પણ શોધી નથી શકાયા તો પૌરાણિક સમયમાં તો એ ક્યાંથી સંભવ બની શકે!? સ્પિરિચ્યુલ વર્લ્ડ અને મિકેનિકલ વર્લ્ડને એકબીજા સાથે કઈ રીતે સરખાવી શકાય? પરંતુ પુરાતત્વ-વિભાગને મળેલા પુરાવાઓ તો કંઈ ખોટા ન હોઇ શકે ને? કેટલીક ઐતિહાસિક ઘટનાઓ આપણા હાલનાં મોડર્ન-યુગ કરતાં પણ ક્યાંય એડવાન્સ હતી એ વાતને દરેક વ્યક્તિ જાદુ-ચમત્કાર તરીકે ઓળખે છે, વિજ્ઞાન તરીકે નહીં!

(2) સુંદર વિમાન
કુલ આઠ અલગ-અલગ ભાગમાં વહેંચાયેલા સુંદર વિમાનમાં તળિયું (જેને સંસ્કૃતમાં ‘પીઠ’ કહેવાયું છે) ગોળ અથવા ચોરસ રાખવામાં આવતું. જેનાં મધ્યમાં ધૂમ-પ્રસરણ નાળ બેસાડવામાં આવતી. પાણી અને તેલ માટેની જુદી જુદી ટાંકીઓ, ગેસ-એનર્જીનો સંગ્રહ કરવા માટેનાં સિલિન્ડરનાં વર્ણનો પણ આપવામાં આવ્યા છે. ઓઇલ ક્ધટેઇનરમાં ત્રણ પ્રકારનાં તેલનું મિશ્રણ કરવામાં આવતું હતું : ધૂમંજન, શુકતુંડલિક અને કુલકી! અને એનો ગુણોત્તર (12 : 20 : 19) પણ નક્કી! તેલનાં મિશ્રણને પ્રજ્વલિત કરવા માટે વિદ્યુતનો ઉપયોગ થતો હોવાની સંભાવના સેવવામાં આવી છે. હિમસંવર્ધક, સોમ અને સૌંદલની મિશ્રધાતુ વડે બનેલા ‘ધૂમ-ઉદગમ યંત્ર’નો ઉપયોગ વિમાનની અંદર ફેલાતાં ધુમાડાઓને બહારનાં વાતાવરણમાં છોડવા માટે થતો હતો. ‘જેટ નોઝલ’ જેવા આધુનિક શબ્દથી આપણે પરિચિત હોઇ શકીએ, પરંતુ સમાન અર્થ ધરાવતાં સંસ્કૃત શબ્દ ‘સુંદલ’ને મહાવિદ્વાન લલ્લાચાર્યે જેટ નોઝલ સાથે સરખાવ્યો છે. વિમાનની દિશા બદલવા માટે અને તેને આકાશમાં વર્ટિકલી (લંબ રીતે) લઈ જવા માટે પણ સુંદલ કામ આવતું હતું.
સોલાર તેમજ થર્મલ એનર્જીનું વિદ્યુતઉર્જામાં રૂપાંતર કરવા માટેનાં 32 પ્રકારનાં વિવિધ યંત્રોનો ઉલ્લેખ થયો છે. જેમાં ઋષિ અગસ્ત્ય દ્વારા વિદ્યુત પેદા કરી શકવાની ટેક્નિકને વધુ મહત્તા આપવામાં આવી છે. ચાર દિશાઓમાં રાખેલા ચાર પાત્રો અને એની બરાબર મધ્યમાં ગોઠવાયેલા એક પાત્રની મદદ લઈને વિદ્યુતઉર્જાનો સંગ્રહ પણ શક્ય હતો. આ પ્રક્રિયામાં પારા (મરક્યુરી) જેવી ધાતુનો ઉપયોગ કરી મધ્યમાં રાખેલા પાત્રમાં સંગ્રહિત ઉર્જાને એકઠી રાખવામાં આવતી. બાકીનાં ચારેય પાત્રોને અલગ-અલગ એસિડ તથા દ્રવથી ભરી રાખવામાં આવતાં. આજે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રિસિટી માટેનાં ઉપકરણોમાં ઇન્સ્યુલેશન હોવું અતિ આવશ્યક છે, જેથી વીજ-શોક લાગવાની સંભાવના નહીવત થઈ જાય. આ જ સિદ્ધાંત પહેલાનાં સમયમાં પણ લાગુ પડતો હતો. સિંહ અને હરણની ચામડી (ખાલ) ઇન્સ્યુલેશન માટે સર્વશ્રેષ્ઠ મનાતી હોવાને લીધે તેઓ ઉપયોગ પણ આવા કામ માટે કરવામાં આવતો! એક વાતનું આશ્ચર્ય થવું સ્વાભાવિક છે કે સૌર-ઉર્જાનું રૂપાંતર વિદ્યુતઉર્જામાં કરી શકવું કેવી રીતે શક્ય બનતું હશે?! કારણકે આજનાં સમયમાં એવા મશીનો અને તકનિક ઉપલબ્ધ છે, જે દરેક પ્રકારની ઉર્જાને અન્ય સ્વરૂપમાં ફેરવી શકવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ પુરાણોમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. ‘અંશુપ મણિ’ નામે એક યંત્ર. જેની કાર્ય-પ્રણાલી વિશે વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી પણ એનાં વર્ણનો પરથી એટલું તો સ્પષ્ટ થાય જ છે કે, આ મણિનાં ઉપયોગ વડે સૂર્યનાં કિરણોનું શોષણ કરી તેને વિદ્યુત-ઉર્જામાં રૂપાંતરિત કરી શકવાનું કામ સરળ બની જતું હતું! ફક્ત એટલું જ નહીં, વિદ્યુત-ઉર્જાને એરોપ્લેનનાં અલગ-અલગ ભાગો સુધી વહેંચવા માટે કેટલાક ખાસ (ઇન્સ્યુલેટેડ) કેબલ અને વાયર (દોરડાં)નું પણ વર્ણન છે.

વિમાનને ટેક-ઓફ્ફ કરાવવા માટે જરૂરી ‘વાતપ્રસરણ યંત્ર’ની બનાવટમાં કુલ 12 ભાગોનો સમાવેશ થાય છે, જે વિમાનને ગુરૂત્વાકર્ષણબળની વિરૂદ્ધ દિશામાં લઈ જવામાં મદદ કરે છે. તદુપરાંત, સ્પીડોમીટર, વાલ્વ કંટ્રોલ, ઓવન, વોટર ક્ધટેઇનર, હીટ ઇન્ડિકેટર, સમયસૂચક ઘડિયાળ જેવા કુલ 18 ભાગોને સુંદર વિમાનમાં સમાવવામાં આવ્યા હોવાનાં લખાણ મળી આવ્યા છે!

(3) રૂક્મ વિમાન
રૂક્મ એટલે સોનું! ગોલ્ડ. ચળકતાં સોના જેવો રંગ હોવાને લીધે આ વિમાનને ‘રૂક્મ’ કહેવાયું. જાજરમાન લાગતો પીળો રંગ અને તેની અંદરની સવલતોને લીધે રૂક્મ વિમાનનો ઉપયોગ રાજા-મહારાજાઓ દ્વારા કરવામાં આવતો હતો. આજે જેમ બીએમડબલ્યુ અથવા લેમ્બોર્ગી કાર સ્ટેટસ-સિમ્બોલ ગણાય છે, બિલકુલ એવી જ રીતે પૌરાણિક કાળમાં રૂક્મ વિમાનની જાહોજલાલીનો ઉપયોગ કરી શકનારા માણસોની સંખ્યા જૂજ હતી. વિમાનને સ્વર્ણ-સ્વરૂપ આપતાં પહેલા તેમાં ‘રાજ લોહ’ નામની ધાતુનો ઉપયોગ થતો. ધાતુ ઉપર રંગ કરવા માટે ‘યંત્ર બિંદુ’ અને ‘વર્ણ સર્વસ્વ’ જેવી બે પ્રક્રિયાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ તેમનાં વર્ણનો વાંચીને ક્યાંય ધાતુ પર ઢોળ ચડાવવાની પ્રોસેસનું સ્પષ્ટીકરણ નથી થતું.

રૂક્મ વિમાનનાં કાચબા આકારનાં ફ્લોર-બોર્ડ (પીઠ)ની લંબાઈ 1000 ફૂટ. તેને હવામાં ઉંચે ઉડાડવા માટે ખાસ પ્રકારનાં ઈલેક્ટ્રો-મિકેનિકલ યંત્રોનો ઉપયોગ થતો હોવાની વાત સામે આવી છે, જેનાં વડે રૂક્મ વિમાનને 105 ક્રોશ (લગભગ 725 માઇલ પ્રતિ કલાક)ની ઝડપે ચલાવી શકાતું હતું.

(4) ત્રિપુર વિમાન
ત્રિપુરનો અર્થ થાય છે : ત્રણ માળ ધરાવતું ઘર! ત્રિપુર વિમાનમાં ફક્ત એક સમતલ ફ્લોર-બોર્ડને બદલે કુલ એકની ઉપર એક એવા કુલ ત્રણ ફ્લોર-બોર્ડ જોવા મળે છે. જેને ચલાવવા માટે સૌર-ઉર્જાનો ઉપયોગ થતો હોવાનું વર્ણન છે. ત્રિપુર વિમાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને જમીન, પાણી અને હવામાં ઉડાડવું શક્ય છે. ત્રિપુરનાં જે ત્રણ માળ છે, એ ખરેખર તો ઓપરેશન-કેબિન છે. જેમાંના સૌપ્રથમ પુરનો ઉપયોગ વિમાનને ધરતી પર ચલાવતી વખતે; દ્વિતીયને પાણીની અંદર ચલાવતી વખતે અને તૃતીયને હવામાં ઉડ્ડયન સમયે થાય છે.

વિમાનની બનાવટ વખતે ત્રણેય ભાગોને સ્વતંત્ર રીતે બનાવી ત્યારબાદ તેને સંયુક્ત સ્વરૂપ આપવામાં આવતું હતું. દરેક ભાગોને એવી રીતે બનાવવામાં આવતાં જેથી હવા, પાણી અને ધરતી જેવા અલગ-અલગ ઉડ્ડયન-માધ્યમમાં તેને કોઇ પ્રકારનું નુકશાન થવાનો ભય ન રહે! ત્રણ અતિ ખાસ યંત્રોનો એમાં સમાવેશ થતો. મુસાફરી કરનારાઓને વાવાઝોડાથી રક્ષણ આપવા માટે પહેલું યંત્ર, સૌર-તોફાનોથી બચાવવા માટે બીજું યંત્ર અને પૂર જેવી પરિસ્થિતિથી રક્ષણ પૂરું પાડવા માટે ત્રીજા યંત્રનો વપરાશ થયો હોવાનાં વર્ણનો વાંચવા મળે છે.

તો આ થઈ બાકીનાં ત્રણ ‘અત્યાધુનિક’ પૌરાણિક વિમાનો વિશેની સમજણ! બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સનાં એરોનોટિક્સ પ્રોફેસર ડો. એ.વી.કૃષ્ણમૂર્તિએ થોડ વર્ષો પહેલા આ તમામ પૌરાણિક વિમાનો અને તેમની બનાવટની વાત સાથે સહમત થતાં જણાવ્યું હતું કે, ભારતનાં વેદ-પુરાણો અને ગ્રંથોમાં અપાયેલ પ્રાચીન વિમાનો અંગેનાં લખાણ (એરોનોટિક્સ, સ્પેસશીપ, ફ્લાઇંગ મશીન, એસ્ટ્રોનટ વગેરે)માં કંઈક તથ્ય તો છે જ! આ તમામ સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કર્યા બાદ હું દાવા સાથે એ કહી શકું છું કે પ્રાચીન સમયમાં ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ આપણી સંસ્કૃતિ અને સભ્યતા ખૂબ સમૃદ્ધ હતી. ઉડી શકે એવા મશીનોની બનાવટ પાછળ પરગ્રહ પરથી આવેલા કેટલાક સ્પેસશીપ જવાબદાર હોઇ શકે!

You Might Also Like

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ

સ્વામી રામદાસનો ઉપદેશ

ધર્મ-વિજ્ઞાન પરસ્પર વિરોધી નહીં પરંતુ એકબીજાના પૂરક

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તેરે દુ:ખ અબ મેરે, મેરે સુખ અબ તેરે
Next Article મનુષ્ય દિવસમાં 60 હજારથી 3 લાખ જેટલાં વિચારો કરતો હોય છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Authorમનીષ આચાર્ય

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
SMA ટાઇપ-1 સામે જંગ લડી રહેલા માસૂમ દુષ્યંતને સહાયની જરૂર
સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની
જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
Author

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

Khaskhabar Editor Khaskhabar Editor 41 minutes ago
Author

જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?