By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    3 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    4 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    5 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    6 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    2 days ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    2 days ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    3 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    3 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    5 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    6 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજ્યમાં બેટ દ્વારિકા પિરોટન-શિયાળ બેટ ટાપુને પ્રવાસન-પર્યટન હોટસ્પોટ તરીકે વિકસાવાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજ્યમાં બેટ દ્વારિકા પિરોટન-શિયાળ બેટ ટાપુને પ્રવાસન-પર્યટન હોટસ્પોટ તરીકે વિકસાવાશે
ગુજરાતધર્મ

રાજ્યમાં બેટ દ્વારિકા પિરોટન-શિયાળ બેટ ટાપુને પ્રવાસન-પર્યટન હોટસ્પોટ તરીકે વિકસાવાશે

Khaskhabar Editor
Last updated: 2021/06/25 at 4:21 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

મુખ્યમંત્રી ના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠક સંપન્ન

 શિયાળ બેટમાં પ્રવાસન-ઇન્ફ્રાસ્ટ્રકચરના અને સામાજિક આર્થિક વિકાસના રૂ. ૩૬ કરોડના કામો માટે વિકાસ એજન્સીની પસંદગી
 બેટ દ્વારિકામાં આવા રૂ. ર૯ કરોડના કામોના વિકાસ માસ્ટર પ્લાન તૈયાર કરવા એજન્સી પસંદગી કરાઇ
 પિરોટન ટાપુ પર ઇકોફ્રેન્ડલી ટુરિઝમ પ્રોજેકટ ટૂંક સમયમાં હાથ ધરાશે
 આઇ.ટી.આઇ દ્વારકામાં મરિન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર વિકસાવી મરિન-આયલેન્ડ સપોર્ટીંગ સ્કીલ્સ આધારિત અભ્યાસક્રમો શરૂ કરાશે

 ટુરિઝમ-નેચર એજ્યુકેશન-એડવેન્ચર સ્પોર્ટસ-ફિશરીઝ સેકટરમાં સ્કીલ્ડ મેન પાવરની જરૂરિયાત મરિન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર પૂરી કરશે
 સ્થાનિક યુવાઓને રોજગાર અવસર મળશે

- Advertisement -

રાજ્યના સમૂદ્ર કિનારાના બેટ દ્વારિકા, શિયાળ બેટ અને પિરોટન ટાપુઓને પર્યટન-પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવા પ્રવાસન-ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ સામાજિક આર્થિક વિકાસના કામોના વિવિધ પ્રોજેકટસ રાજ્ય સરકાર હાથ ધરશે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠકમાં આ ટાપુઓને ટુરિઝમ અને નેચર રિલેટેડ એક્ટિવિટીઝ, એડવેન્ચર સ્પોર્ટસ સહિતની ગતિવિધિઓથી પ્રવાસન પ્રવૃત્તિના આકર્ષણ કેન્દ્રો બનાવવાના વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

ગુજરાત ૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્ર કિનારો અને ૧૪૪થી વધુ આયલેન્ડસ-બેટ ધરાવતું દેશનું વિકાસશીલ રાજ્ય છે તે સંદર્ભમાં ભારત સરકારની આયલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રાજ્યના આયલેન્ડ-ટાપુઓના વિકાસ માટે રાજ્ય સરકારે આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરેલી છે. આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે ટાપુઓ પર આર્થિક-સામાજિક-સોશિયો ઇકોનોમિક અને પ્રવાસન ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો છે.

- Advertisement -

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠકે બેટ દ્વારિકામાં ૧પ, શિયાળ બેટમાં ર૦ અને પિરોટન ટાપુના ૧ર મળી કુલ ૪૭ પ્રોજેકટસ વિકસાવીને આ ટાપુઓને પર્યટન હોટસ્પોટ તરીકે ડેવલપ કરવાની બાબતે વિશાદ પરામર્શ-વિચારણા હાથ ધરી હતી. મુખ્યમંત્રી ઉપરાંત આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને પિરોટન, શિયાળ બેટ અને બેટ દ્વારિકાના સર્વગ્રાહી પ્રવાસન આકર્ષણ કેન્દ્ર તરીકે વિકાસ માટે ડિટેઇલ્ડ પ્લાનીંગ અને વિશ્વના આ ક્ષેત્રના તજજ્ઞોની સેવાઓ જોડવાના અગાઉની બેઠકમાં કરેલા સૂચન સંદર્ભે હાથ ધરાયેલી કાર્યવાહીની વિગતો પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી.

તદઅનુસાર, બેટ દ્વારિકામાં ઇકો ટુરિઝમ એન્ડ વોટર સ્પોર્ટસ, મરિન ઇન્ટરપ્રિટેશન સેન્ટર, બિચફ્રન્ટ ડેવલપમેન્ટ, લેઇક ફ્રન્ટ ડેવલપમેન્ટ, ડોલ્ફીન વ્યૂઇંગ સહિતના પ્રવાસન સુસંગત પ્રોજેકટ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ માટે રૂ. ર૮.૯પ કરોડના વિવિધ કામો માટે વિકાસ માસ્ટર પ્લાન તૈયાર કરવા એજન્સીની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ઓથોરિટી દ્વારા ડિટેઇલ્ડ પ્રોજેકટ રિપોર્ટ મંજૂર કરી દેવાયો છે.

શિયાળ બેટ ટાપુ ઉપર ઇકો રિસોર્ટ, ઇકો પાર્ક, ડોલ્ફીન વ્યૂઇંગ પોઇન્ટ, આર્કિયો લોજીકલ ડિસપ્લે ગેલેરી, બીચફ્રન્ટ ડેવલપમેન્ટ અને વોટર એક્ટિવિટીઝ જેવા કામો સહિતના ટુરિઝમ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને સોશિયો ઇકોનોમિક પ્રોજેકટસના કુલ ૩પ.૯પ કરોડના કામો માટે પણ વિકાસ એજન્સીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. પિરોટન ટાપુ પર ટૂંક સમયમાં ઇકોફ્રેન્ડલી ટુરિઝમ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી ની અધ્યક્ષતાની આ બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય એવો પણ લેવામાં આવ્યો છે કે, દ્વારિકાની આઇ.ટી.આઇ.ને મરિન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે

આ સંદર્ભમાં બેઠકમાં જણાવવામાં આવ્યું કે, દ્વારકા, પિરોટન અને શિયાળ બેટ ટાપુઓ પર સાકાર થનારા ૪૭ જેટલા પ્રવાસન વિકાસ એડવેન્ચર્સ સ્પોર્ટસ અને નેચર એજ્યુકેશન તેમજ ફિશરીઝ સેકટરના પ્રોજેકટસને અનુરૂપ સ્કીલ્ડ મેનપાવરની જરૂરિયાત ઊભી થશે તેને આ મરિન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર પૂરી કરી શકશે
એટલું જ નહિ સ્થાનિક યુવાઓને રોજગાર અવસર પણ મળશે

આ હેતુસર રાજ્ય સરકારના ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન દ્વારા નેચર એન્વાયરેમન્ટ એજ્યુકેશન ટૂર ગાઇડ, કોરલ ટૂર ગાઇડ, મરિન બાયોલોજીસ્ટ ટુરિઝમ તથા એન્ડવેન્ચર્સ વોટર સ્પોર્ટસ અંતર્ગત એડવેન્ચર સ્કાઉટ, પેરાસેઇલીંગ ડ્રાઇવર પેરાસેલિંગ ગાઇડ, લાઇફ ગાર્ડ, બોટ ઓપરેટર જેવા સૂચિત અભ્યાસક્રમો દ્વારિકા આઇ.ટી.આઇ.માં શરૂ કરાશે
મરિન કેપ્ચર ફિશરમેન કમ પ્રાયમરી પ્રોસેસર, ફિશીંગ એન્ડ સી ફૂડ પ્રોસેસિંગ ટેકનીશીયન વગેરે ફિશરીઝ રિલેટેડ સૂચિત અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવશે આવા અભ્યાસક્રમોના ઇન્ફ્રાસ્ટ્રકચર, કન્ટેન્ટ, ફેકલ્ટી ડેવલપમેન્ટ વગેરે ટેકનીકલ આસિસ્ટન્સ અને સપોર્ટ માટે નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ વોટર સ્પોર્ટસ-ગોવા જેવી ખ્યાતિ પ્રાપ્ત સંસ્થાઓ સાથે જોડાણ કરવામાં આવશે તેમ પણ બેઠકમાં ચર્ચા-પરામર્શ દરમ્યાન જણાવવામાં આવ્યું હતું

આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ ઓ સર્વ પંકજકુમાર, મુકેશ પૂરી, મુખ્યમંત્રી ના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, વન-પર્યાવરણ અધિક મુખ્ય સચિવ સચિવ અરૂણકુમાર સોલંકી સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો જોડાયા હતા.
પ્રવાસન સચિવ હારિત શુકલા તેમજ રોજગાર તાલિમ નિયામક આલોક પાંડે એ વિગતવાર પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યા હતા.

You Might Also Like

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે

19 વર્ષથી મંજૂર ઓટો ક્રોસચેક મશીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકની માંગ

રાજકોટના વોર્ડ નં. ૭માં એલ.આઈ.સી. અને જનકલ્યાણ સોસાયટીમાં ડી.આઈ. પાઈપલાઈનનું ખાતમુહૂર્ત

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હાલ કોરોનાની ત્રીજી લહેર નહિ આવે : ડૉ. શીતલ મિસ્ત્રી
Next Article રસ્તા કે પુલ બનવાવામાં ક્વૉલિટીનું ધ્યાન નહીં રખાયું તો અધિકારીઓ સામે થશે કડક કાર્યવાહી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

19 વર્ષથી મંજૂર ઓટો ક્રોસચેક મશીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?