ખાસ-ખબર સંવાદદાતા
રાજુલાનમ શહેરના પૂર્વ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરા દ્વારા એસબીઆઈ મેન શાખાના મેનેજરને પત્ર પાઠવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું કે, એસબીઆઇ મેઈન શાખામાં કેશ બારી ઉપર પેમેન્ટ ભરવા આવતાં ગ્રાહકોને કેશીયર દ્વારા એટીએમ મશીન દ્વારા પૈસા ભરવાનો આગ્રહ કરવામાં આવે છે. અને સિનિયર સિટીઝન નાગરિકો તેમજ અશિક્ષિત લોકોને મશીન દ્વારા પૈસા ભરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ ઘણા ગ્રાહકો પાસે અઝખ કાર્ડ હોતુ નથી. અને મશીન દ્વારા પૈસા ભરવામાં ગ્રાહકોને ટ્રાન્જેક્શન ચાર્જ પણ લાગતો હોય છે. જેથી ઉપરોક્ત ગ્રાહકોને પડતી મુશ્કેલીને ધ્યાને લઇ બ્રાન્ચ મેનેજરને લેખિત રજૂઆત કરાઇ હતી. ગ્રાહકોને કેશ બારી ઉપર પૈસા ભરવા હોય તેમનાં સ્વીકારી લેવા અને એ.ટી.એમનો આગ્રહ ન કરવો અન્યથા ઉપરોક્ત બાબત છઇઈં માં ફરીયાદ કરવાની ફરજ પડશે તેવી વિનંતી સાથે બ્રાન્ચ મેનેજરને રજૂઆત કરવામા આવી હતી.