શહેરમાં શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે મોચીનગર મેઇન રોડ પર આવેલા ભંગારના ડેલામાં ટુ વ્હિલર વાહનનો જથ્થો શંકાસ્પદ હાલતમાં પડ્યો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગઢવી અને પીએસઆઇજાડેજા સહિતની ટીમ દોડી ગઇ હતી. ડેલામાંથી 14 ટુ વ્હિલર શંકાસ્પદ હાલતમાં મળી આવતા તે વાહનો પોલીસે ડિટેન કર્યા હતા.
નેહરુનગરમાં રહેતો અને ઉપરોક્ત સ્થળે ભંગારનો ડેલો ધરાવતા શાહીદ કાદર ચુડેસરાએ પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, વાહનો સ્ક્રેપ તરીકે (ભાંગવા) ખરીદ કર્યા હતા.
- Advertisement -
જોકે શાહીદે સ્ક્રેપ કરવા આરટીઓ કચેરી તરફથી ઉપરોક્ત વાહનોના રજિસ્ટ્રેશન રદ કરવાના નિયમાનુસાર પત્ર મેળવ્યો નહોતો. ડેલામાંથી અન્ય વાહનોની 65 આરસી બુક મળી હતી. ડિટેન વાહનોના માલિકોને બોલાવી તેમણે જ વાહનો ભંગાર માટે મોકલ્યા હતા કે તેમનું વાહન ચોરાયું હતું તે સ્પષ્ટ કરવા વાહનમાલિકોને બોલાવી તપાસ શરૂ કરી હતી.


