સુપ્રીમ કોર્ટના કલાર્કની કાર પણ ન છોડી
ખાસ-ખબર સંવાદદાતા
જીવનના દરેક તબક્કે મિત્રો જ મિત્રોની મદદ કરતો હોય છે. અમદાવાદમાં એક મિત્રતાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવકે પોતાની ડેન્ટિસ્ટની કેરિયર છોડી લેણામાં સરી પડેલા બે મિત્રની સાથે મળી વાહનોની ચોરી કરવાનું નક્કી કર્યું હતું. જેમાં ત્રણેયે મળી એક ડઝન બાઈકની ચોરી કરી લીધી હતી. એટલું જ નહીં, તેઓએ સાથે મળી સુપ્રીમ કોર્ટના ક્લાર્કની કાર પણ ઉઠાવી લીધી હતી. આ લોકોએ પોતાનું દિમાગ વાપરી ચોરીનાં વાહનોનો રેપિડોમાં ઉપયોગ કર્યો હતો. જેમાં તેમણે 122 રાઇડ પણ ફેરવી દીધી હતી.
અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં એક ડઝનથી વધુ વાહનોની ચોરી ઝોન-1 કોડના ઙજઈં એચ. એચ. જાડેજાની ટીમ દ્વારા ડિટેક્ટ કરવામાં આવી હતી. તેમણે ત્રણ યુવકોની એક શ20 કાર સાથે ધરપકડ કરી છે. આ કારની તપાસ કરતા સુપ્રીમ કોર્ટના ક્લાર્કની હોવાનું સામે આવ્યું હતું. ત્રણેય ચોર યુવકની પોલીસે પૂછપકરછ કરતા ચોંકાવનારી અનેક બાબતો સામે આવી હતી.આ 3 યુવક પહેલાંથી જ મિત્રો હતા. જેમાંથી એક આરોપી ડેન્ટિસ્ટનો અભ્યાસ કરતો હતો. જ્યારે બીજા બે કોરોના દરમિયાન નાનો-મોટો વેપાર કરતા હતા. આ વચ્ચે તેઓ દેવાદાર થઈ ગયા હતા. એક સારા પરિવારના હોવા છતાં તેમણે તાત્કાલિક રૂપિયા કઈ રીતે કમાવવા તેના માટે પોતાનું દિમાગ દોડાવવાનું શરૂ કર્યું હતું. જેમાં રાહુલ અને તેના મિત્ર દિલીપ અને યોગેશ ભેગા મળીને વાતો કરતા હતા કે, મારે દેવું થઈ ગયું છે. તો બીજાએ પણ કહ્યું હતું કે, મારે પણ દેવું છે, તો હવે શું કરવું? જે બાદ ત્રણેયે દિમાગ લગાવી ટૂંકા ગાળામાં પૈસાદાર થવાની લાલચમાં આવી ચોરી કરવાનું વિચાર્યું હતું. ચોરીની શરૂઆત તેઓએ સ્પ્લેન્ડર મોટર સાઇકલથી કરી હતી. કારણ કે, તેમાં એક જ સોકેટ બદલવાના કારણે તેઓ ડાયરેક્ટ વાહન ચાલુ કરી શકતા હતા. તેમણે એક-બે નહીં બાર સ્પ્લેન્ડર બાઇકની ચોરી કરી હતી. ત્રણેય પોતાનું દિમાગ લગાવી બાઈકની નંબર પ્લેટ સાથે છેડછાડ કરી રેપિડોમાં ફેરવતા હતા. જેમાં તેમણે 122 રાઇડ પણ ફેરવી દીધી હતી. આ વચ્ચે ત્રણ યુવકોમાંથી એક યુવકની નજર કાર પર પડી હતી અને તેની ચોરી કરી લીધી હતી.