આરોપીઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં આવેલ મજેવડી દરવાજા પાસે હજરત ગેબનશાહ પીર દરગાહની દીવાલ ઉપર ગેરકાયદેસર દબાણ દૂર કરવા નોટિસ ચોટાડેલ જેના વિરોધમાં પૂર્વ આયોજિત કાવતરું રચીને 500 જેટલા ટોળાએ પોલીસ અધિકારી સહીત રાહદારી પર હુમલો કરી પોલીસ ચોકી અને વાહનો ને નિશાન બાનવી તોડફોટ કરેલ જેમાં એક વ્યક્તિનુ મોત નીપજ્યું હતું.
મજેવડી તોફાન કાંડ ની તપાસ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.જે.પટેલ અને પીએસઆઈ જે.જે.ગઢવી દ્વારા ચાલવામાં આવી રહી છે .ત્યારે ઘટના સમયે કુલ 24 આરોપીને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તપાસ દરમિયાન કુલ 152 આરોપીને અટક કરેલ હતી તેમજ નામ જોગ પકડવાના કુલ 52 આરોપી તથા અજાણ્યા આશરે 300 થી વધુની સંડોવણી હોય ત્યારે ક્રાઇમ બ્રાન્ચે વધુ ચાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે જેમાં સાહીલ ગફારભાઇ સમા, સફીક રફીકભાઇ ઠેબા, સકીલ ઉર્ફે ગેગણી સુલેમાન, જુમ્માભાઇ કાળુભાઇ સુમરા તમામ રહેવાસી જૂનાગઢ વાળાને ઝડપીને કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરશે. તેમજ આ ઝડપાયેલ આરોપીઓ કયાં કયાં છુપાયા હતા અને કોણે કોણે મદદ કરી હતી તે દીશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના મજેવડી તોફાન કાંડ અને ખુનના ગુનામાં નાસતા ફરતા વધુ 4 આરોપી ઝડપાયા
