ખાસ-ખબર સંવાદદાતા
22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ ઇન્દુબા ગિડાના અધ્યક્ષ સ્થાને હિન્દૂ-મુસ્લિમ સમાજની શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ હતી. જેમાં શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા નીકળે તે માટે પીઆઈએ અપીલ કરાઇ હતી. આ મીંટીગમાં શહેરના વિવિધ બાબતોએ પણ વેપારીઓ સાથે ચર્ચા કરી હતી. આ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તેમજ ઓલ મુસ્લીમ સમાજના પ્રમુખ સહિત સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.