પુરો દિવસ મતક્ષેત્રમાં વ્યસ્ત: સવારના પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં અત્યંત ઉત્સાહ તથા ઉજવણીના મૂડમાં મનાવાયેલા ઉતરાયણના તહેવારમાં કેન્દ્રીય મંત્રી અમીત શાહ પણ સામેલ થયા હતા અને તેઓએ કાલે તેમના મતક્ષેત્રના ત્રણ વિસ્તારોમાં પહોંચીને પતંગ ઉડાડવાની મૌજ માણી હતી. એક દિવસની ગુજરાત મુલાકાતે આવેલા શ્રી શાહે કાલે પ્રારંભમાં જલાલપુરમાં ભગવાન જગન્નાથ મંદિરે પરિવાર પહોંચીને દર્શન કર્યા હતા. બાદમાં તેઓ વેજલપુર પહહોંચ્યા હતા ને સ્વાતિ એપાર્ટમેન્ટમાં તેમના સમર્થકો સાથે પતંગ ઉડાવી હતી. બપોર બાદ તેઓ ગાંધીનગર ઉતર વિધાનસભામાં વૈદૈહી-3 રેસીડેન્સી ખાતે પતંગ ઉડાડવા પહોંચ્યા હતા. સાંજે ચાંદલોડીયામાં પ્રમુખનગર સોસાયટીએ પતંગ ઉડાડી હતી. શ્રી શાહે સોશ્ર્યલ મીડીયા પ્લેટફોર્મમાં દેશના લોકોને ઉતરાયણ સહિતના તહેવારોની શુભકામના આપી હતી.