વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા અને સુત્રોવાળા પતંગનુ બજારમાં ધૂમ વેચાણ
પતંગ સાથે બ્યુગલ, ફિરકી, માસ્ક, ટોપી સહિતની ફેન્સી એસેસરીઝની માંગ
ખાસ-ખબર સંવાદદાતા
ઉતરાયણનો તહેવાર નજીક આવતા બજાર રંગબેરંગી પતંગોથી ઉભરાઇ ગયુ છે. આ વર્ષે ગોંડલના બજારોમાં ફેલાયો મોદી પંતગનો ફીવર છવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા અને સુત્રોવાળા પતંગની બજારમાં ધૂમ માંગ છે. પતંગ સાથે બ્યુગલ, ફીરકી, માસ્ક, ટોપી સહિતની ફેન્સી એસેસરીઝની માંગ છે. મોદીના ફોટા અને તની પ્રશંસા કરતા સુત્રો લખેલા પતંગ લોકોમાં અકર્ષણનુ કેન્દ્ર બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમીટમાં ભાગ લેવા ગુજરાત આવી રહ્યા છે. પતંગ બજારમાં પણ નરેન્દ્ર મોદીની છાપ જોવા મળે છે. વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા ગુજરાતમાં અનેરી છે. વાઇબ્રન્ટ સમીટ વચ્ચે વડાપ્રધાન મોદીની તસવીરો વાળા પતંગો પણ ધૂમ મચાવશે. મોદીની જે પ્રમાણે લોકપ્રિયતા છે એને જોઈએ તો લોકો પતંગોની ખરીદીમાં પણ વડાપ્રધાનની તસવીરો વાળા પતંગો લેવાનું પસંદ કરી રહ્યા છે. અત્યારે ગોંડલમાં ઙખ મોદીની તસવીરો વાળા પતંગોનું ધૂમ વેચાણ શરૂ થઈ ગયું છે. ઉત્તરાયણમાં વડાપ્રધાન મોદીના પતંગોની જોરદાર ડિમાન્ડ હોય છે. આ વખતે પણ ઉત્તરાયણ પહેલા વડાપ્રધાન મોદીની તસવીરોવાળા પતંગોનું ઉત્પાદન ધૂમ પ્રમાણમાં થઈ રહ્યું છે. જેથી આકાશમાં પણ મોદી મેજિક જોવા મળી શકે છે. વેપારીઓને આનાથી બંપર કમાણી થઈ શકે એવા અહેવાલો પણ મળી રહ્યા છે.મોદીના ચિત્રોવાળી પતંગ પર વિવિધ સુત્રો પણ કંડારવામાં આવ્યા છે. “યહ કોહીનુર હીરા ભારત કો 500 વર્ષો બાદ મીલા હૈ, ઇસે ખોને મત દેના હિન્દુઓ” અને “હૌસલા મત તુટને દેના ઇસ મહામાનવ કા, વરના આનેવાલી પીઢીયા હમે ક્ષમા નહી કરેગ” વગેરે સુત્રો લખવામાં આવ્યા છે. મોદીના પ્રસંશા કરતા સુત્રો અને ચિત્રો દોરેલા પતંગ બાળકોને આકાર્ષિત કરી રહ્યા છે.
પતંગોમાં જુદા-જુદા રંગ અને ડીઝાઈનો હોય છે. ફરાચીલ, સફેદ ચીલ, રંગીન પતાચીલ, કાટદાર, પ્લાસ્ટિક જેવી વિવિધ પ્રકારની પતંગોની ભારે માંગ રહે છે.
આમ ગોંડલ શહેરના બજારમાં પતંગોની ધમધમાટ શરૂ થયો છે. આ વર્ષે રો મટીરિયલના ભાવમાં 10-15%નો ભાવ વધારો થયો હોવાથી, આ વર્ષે પતંગના ભાવમાં 25-39%નો વધારો થયો છે. ગોંડલમાં વિવિધ ડિઝાઈન વાળા પતંગો
વેચાય છે.