સમુદ્ર પર બનેલો દેશનો સૌથી લાંબો પુલ: એક દિવસમાં 70 હજાર વાહનો થશે પસાર
ખાસ-ખબર સંવાદદાતા
સમુદ્ર પર બનેલા દેશના સૌથી લાંબા પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે અટલ બિહારી વાજપેયી શિવડી ન્વાશેવા અટલ સેતુ (ખઝઇંક )ને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. 21,200 કરોડના ખર્ચે બનેલા આ પુલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ કરશે.
આ 21.8 કિમી લાંબા બ્રિજ દ્વારા ડ્રાઈવરો મુંબઈથી નવી મુંબઈની મુસાફરી માત્ર 20 મિનિટમાં પૂર્ણ કરશે. અગાઉ આ અંતર કાપવા માટે 1.5 કલાકનો સમય લાગતો હતો. અહેવાલો અનુસાર, પુલનું કામ 2022 સુધીમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ કોવિડને કારણે તેમાં વિલંબ થયો હતો.
લોકો પુલ દ્વારા મધ્ય મુંબઈના શિવરીથી નવી મુંબઈના શિવાજી નગર માત્ર 20 મિનિટમાં પહોંચી જશો. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક દ્વારા પૂણે, ગોવા, બેંગ્લોરનું અંતર પણ ઘટશે. એક દિવસમાં 70 હજાર વાહનો અહીંથી પસાર થશે.
પુલની લંબાઈ 21.8 કિલોમીટર
અટલ સેતુની કુલ લંબાઈ 21.8 કિલોમીટર છે, જેમાંથી 16.5 કિલોમીટરનો પુલ સમુદ્રમાંથી પસાર થાય છે. અટલ સેતુ 6 લેનનો છે.