વાડીની ઓરડીમાં છુપાવેલ દારૂની 840 બોટલ અને બિયરના 1008 કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લામાં દારૂનું દૂષણ નાબૂદ કરવા જિલ્લા પોલીસવડાની સૂચના અન્વયે રૂરલ એલસીબીની ટીમે વિંછીયાના મોટા હડમતીયાની સીમમાં દરોડો પાડી રૂ.6.26 લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડી પાડી નાસી છૂટેલા બુટલેગર સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી હિમકર સીંહ દ્રારા દારૂ-જુગારની પ્રવૃતિ શોધી કાઢી ગેર-કાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવાની આપેલ સુચનાથી રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહીલ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઈ આલ, અનિલ ગુજરાતી, ધર્મેશ બાવળીયા અને કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચુડાસમાને વિંછીયાના મોટા હડમતીયા ગામે રહેતાં મુના જીલુ ખાચરની વાડીના મકાનમાં મોટો દારૂ-બિયરનો જથ્થો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે મોડી રાતે મુના ખાચરની વાડીમાં દરોડો પાડી મકાનમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 840 બોટલ અને બિયરના 1008 ટીન મળી આવતાં કુલ રૂ.6.26 લાખનો દારૂ-બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો. જો કે, દરોડાની ગંધ આવી જતાં બુટલેગર મુનો ખાચર નાસી છૂટવામાં સફળ થતાં એલસીબીની ટીમે આરોપીનો શોધખોળ આદરી હતી.