ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.15
ઉત્તર પ્રદેશના મુખ્મયંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભના અનેરા ઉત્સાહ વચ્ચે આજે એક મહત્ત્વની જાહેરાત કરી છે. સીએમ યોગીએ મહાકુંભમાં અત્યાર સુધીમાં કેટલા શ્રદ્ધાળુઓએ પવિત્ર ડુબકી લગાવી? કુંભના કારણે ઉત્તર પ્રદેશને કેટલી કમાણી થઈ? તેની જાહેરાત કરી છે. વાસ્તવમાં સીએમ યોગી લખનઉમાં ફ્લાઈ ઓવર લોકાર્પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે કહ્યું કે, ‘લખનઉના વિકાસમાં રાજનાથ સિંહનું સકારાત્મક માર્ગદર્શન મળ્યું. લખનઉમાં તમામ વિકાસ કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે. લખનઉમાં એરો સિટી ઉપરાંત અઈં સિટીના રૂપે આગળ વધારવામાં કામ કાર્ય ચાલી રહ્યું છે.’ તેમણે મહાકુંભનો ઉલ્લેખ કરી કહ્યું કે, પ્રયાગરાજમાં રોડ માર્ગે સૌથી વધુ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. રેલવે અને એરપોર્ટ પર પણ શ્રેષ્ઠ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરી માત્ર ડબલ એન્જિન સરકારમાં જ સંભવ છે. તેમણે કહ્યું કે, ‘દેશના 110 કરોડ હિન્દુઓમાંથી 50 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં પવિત્ર ડુબકી લગાવી છે. મહાકુંભ સંબંધીત તમામ પ્રસ્તાવો નીતિન ગડકરીએ સ્વિકાર્યા છે. મારી કેબિનેટે પણ 22 જાન્યુઆરીએ મહાકુંભમાં પવિત્ર ડુબકી લગાવી હતી. શાસ્ત્રીય બ્રિજ પાસે વધુ એક બ્રિજ બનાવવો ખૂબ જરૂરી છે.’ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓ મહાકુંભ અંગે સૌથી મહત્ત્વની જાહેરાત કરતા કહ્યું કે, ‘મહાકુંભમાં 50થી 55 કરોડ શ્રદ્ધાળુઓ આવતા ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થાને ત્રણ લાખ કરોડનો લાભ થશે. મહાકુંભના નામે જાહેર કરાયેલા બજેટથી માત્ર મહાકુંભ જ નહીં પ્રયાગરાજની સુંદરતામાં પણ વધારો થધયો છે. 144 વર્ષ બાદ યોજાનારા મહાકુંભ પાછળ 15 હજાર કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે, જેની સામે ત્રણ લાખ કરોડનો લાભ થયો છે.
- Advertisement -
મહાકુંભને બદનામ કર્યો તો ખેર નહીં…
પોલીસે 54 સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરુદ્ધ નોંધી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં માનવમહેરામણ જોવા મળી રહ્યું છે. શ્રદ્ધાળુઓ 144 વર્ષે યોજાનારા મહાકુંભમાં અનેરા ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. જોકે કેટલાક લોકો મહાકુંભને બદનામ કરવાનો પ્રયાસ કરતાં રહે છે, જેની સામે ઉત્તર પ્રદેશ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ભ્રામક અને ખોટા વીડિયો પોસ્ટ કરી અફવા ફેલાવનારા 54 સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરુદ્ધ ઋઈંછ દાખલ કરી છે.
- Advertisement -
પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી વાત સામે આવી છે કે, મહાકુંભને બદનામ કરવા માટે કેટલાક એકાઉન્ટમાંથી એવા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે, જેને ભારત સાથે દૂર દૂર સુધી કોઈ લેવાદેવા નથી. થોડા દિવસો પહેલા મહાકુંભમાં એક સ્થળે આગ લાગી હતી, જેના વાયરલ થયેલા વીડિયોની હકીકત પણ સામે આવી છે. પોલીસે મહાકુંભમાં લાગેલી આગના વીડિયોની તપાસ કરતાં તે વીડિયો ઈજિપ્તમાં લાગેલી આગના હોવાનું સામે આવ્યું છે. આ મામલે પાંચ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, એક એક્સ એકાઉન્ટ અને એક યૂટ્યૂબ ચેનલ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. એટલું જ નહીં પટણાના વીડિયોને મહાકુંભ દેખાડનારા સાત ફેસબુક અને આઠ એક્સ એકાઉન્ટ વિરુદ્ધ ઋઈંછ નોંધવામાં આવી છે.ઉત્તર પ્રદેશ પોલીસ અગાઉ પણ ભ્રામક પોસ્ટ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી ચૂકી છે. અત્યાર સુધીમાં 54 સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ યુપી પોલીસ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કડક નજર રાખી રહી છે. ડીજીપીએ તમામને અપીલ કરી છે કે, ફેક વીડિયો અને ખોટા અહેવાલો પોસ્ટ અને શેર ન કરે.