By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    1 day ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    5 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    6 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    4 hours ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    1 day ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    1 day ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    1 day ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    4 hours ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    3 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    5 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    6 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તાલાલા યાર્ડમાં 44 દિવસની કેસર કેરીની સિઝન સંપન્ન: છેલ્લા દિવસે 1850 બોક્સ વેંચાણમાં આવ્યાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > તાલાલા યાર્ડમાં 44 દિવસની કેસર કેરીની સિઝન સંપન્ન: છેલ્લા દિવસે 1850 બોક્સ વેંચાણમાં આવ્યાં
જુનાગઢ

તાલાલા યાર્ડમાં 44 દિવસની કેસર કેરીની સિઝન સંપન્ન: છેલ્લા દિવસે 1850 બોક્સ વેંચાણમાં આવ્યાં

Khaskhabar Editor
Last updated: 2025/06/09 at 4:10 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીના ઉત્પાદક કિસાનોએ વેંચાણ કરેલ કેરીના રૂ.25 કરોડ 17 લાખ આવ્યા

સિઝનમાં 10કિલોના 4 લાખ 49 હજાર 450 બોક્સની આવક: સરેરાશ એક બોકસના ભાવ 560 રહ્યા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.9
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આ વર્ષે પાંચ દિવસ વહેલી શરૂ થયેલ અને ત્રણ દિવસ વહેલી સંપન્ન થયેલ કેસર કેરીની સીઝન નું 44 માં દિવસે સમાપન થયું છે.તાલાલા યાર્ડમાં છેલ્લા દિવસે એક હજાર 850 બોકસ વેચાણમાં આવ્યાં હતાં.જેમા સારી કેરીનું રૂ.1150 માં વેચાણ થયું હતું જ્યારે નબળી કેરી રૂ.300 સાથે સરેરાશ રૂ.700 માં વેચાણ થયું…ગત વર્ષ કરતા પાંચ દિવસ વહેલી તા.26 મી એપ્રીલ થી શરૂ થયેલ કેસર કેરીની સીઝન તા.08 જુન એટલે કે 44 માં દિવસે પુરી થઈ હતી.આ દરમિયાન દશ કિ.ગ્રામના 4 લાખ 49 હજાર 450 બોક્સની આવક થઈ હતી.જે ગત વર્ષ કરતાં એક લાખ 47 હજાર 250 બોક્સ ઓછા છે. ગત વર્ષે તાલાલા યાર્ડમાં 42 દિવસ સિઝન ચાલી હતી.આ દરમિયાન પાંચ લાખ 96 હજાર 700 બોક્સ વેચાણમાં આવ્યા.ગત વર્ષે કેરીના એક બોકસનો સરેરાશ ભાવ રૂ.700 આવ્યા હતા.તેની સરખામણીએ આ વર્ષે યાર્ડમાં સરેરાશ એક બોકસનો ભાવ રૂ.560 રહ્યો જે ગત વર્ષ કરતાં ખુબ જ ઓછો છે.

સિઝન દરમિયાન કેસર કેરીના ઉત્પાદક કિસાનો યાર્ડમાં ચાર લાખ 49 હજાર 450 બોક્સ વેચાણમાં લાવ્યા હતા જેનો સરેરાશ એક બોક્સના રૂ.560 આવતાં કેરીના ઉત્પાદક કિસાનોને યાર્ડ માંથી કેરીની કુલ રૂ.25 કરોડ 17 લાખની આવક થઈ છે. તાલાલા પંથકમાં આ વર્ષે અનુકૂળ વાતાવરણ નો અભાવ રહ્યો હતો તેમજ મોટા પ્રમાણમાં મધીયો આવતા આંબા ઉપરનાં પાકને વ્યાપક પ્રમાણમાં કથિત અસર થઈ હતી.પરિણામે આ વર્ષે કેરીનો પાક માત્ર 25 થી 30 ટકા થયો હતો જેથી ઉત્પાદનમાં ખુબ જ ઘટાડો થયો છે.તાલાલા યાર્ડમાં ગત્ વર્ષની સરખામણીએ કમોસમી વરસાદને કારણે સરેરાશ ભાવ ખુબજ ઓછા આવતા ખેડૂતોને આર્થિક ભારે નુક્સાન થયું છે..તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેરીના મળેલ ઓછાં ભાવ તથા માલનું ઉત્પાદન પણ ઓછું થયું હોય કેસર કેરીના ઉત્પાદક કિસાનોને બેવડો માર પડ્યો છે.

તાલાલા પંથકના પ્રાઇવેટ કેનિંગ પ્લાન્ટોમાં ઓછા ભાવે કેરી વેચવા ખેડૂતો મજબુર બન્યા
તાલાલા પંથકમાં કાર્યરત તથા બહારના કેનિંગ પ્લાન્ટ માટે યાર્ડ ઉપરાંત તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાંથી કેરીની વ્યાપક પ્રમાણમાં ખરીદી થઈ હતી. તાલાલા માર્કેટીંગ યાર્ડ ઉપરાંત આંકોલવાડી ગીર,સુરવા ગીર વિસ્તારમાંથી પણ વિપુલ જથ્થામાં કેનિંગ પ્લાન્ટો દ્રારા કરવામાં આવેલ ખરીદીના ભાવો ખુબજ ઓછાં હોવા છતાં ખેડૂતોએ મને કમને કેરીનું વેંચાણ કરવું પડ્યું હોય ખેડૂતોમાં નિરાશા જોવા મળતી હતી.તાલાલા પંથકમાં આ વર્ષે કેરીનો પાક ખુબજ ઓછો હતો જેથી ગત વર્ષ કરતાં પણ કેરીના ભાવો વધું આવવાની ખેડૂતોને આશા હતી પરંતુ સિઝનની શરૂઆતમાં કમોસમી વરસાદ શરૂ થયેલ જે લાંબો સમય ચાલુ રહેતા ખેડૂતોએ એકી સાથે આંબા ઉપરથી કેરી ઉતારવાનું શરૂ કરતાં મોટા જથ્થામાં માલ બજારમાં વેચાણમાં આવ્યો હતો.વરસાદ ના કારણે માલનો નિકાલ કરવો મુશ્કેલ બની ગયું હોય આવાં સમયે પ્રાઈવેટ કેનિંગ પ્લાન્ટ માટે ખુબજ ઓછાં ભાવ સાથે કેરીની ખરીદી શરૂ કરેલ..એક સમયે આંકોલવાડી વિસ્તારમાંથી માત્ર રૂ.400 થી 450 માં 21 કિલો લેખે કેરી ખરીદી હતી જે બટેટા કરતા પણ ઓછાં ભાવ હોય છતાં પણ ખેડૂતોએ ભારે હૈયે કેરીનું વેંચાણ કરવા મજબુર બનવું પડ્યું હતું.

- Advertisement -

તાલાલા માર્કેટીંગ યાર્ડમાંથી પણ ખેડૂતોની આવક ઘટી
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે દશ કિ.ગ્રામ એક બોક્સ કેસર કેરીનો સરેરાશ ભાવ રૂ.700 આવ્યાં હતાં.ખેડુતોએ કરેલ કેરીના વેંચાણ માંથી રૂ.41 કરોડ 77 લાખની આવક થઈ હતી જેની સામે આ વર્ષે દશ કિ.ગ્રામ એક બોક્સનો સરેરાશ ભાવ માત્ર 560 આવ્યાં..ખેડુતોએ કરેલ ચાર લાખ 49 હજાર 450 બોક્સ માંથી કુલ 25 કરોડ 17 લાખની આવક થઈ છે જે ગત્ વર્ષના ભાવની સરખામણી એ બે કરોડ છ લાખ ઓછા છે.તાલાલા માર્કેટીંગ યાર્ડમાંથી પણ આ વર્ષે કેસર કેરીના ઉત્પાદક કિસાનોને આર્થિક નુકસાન થયું છે.

તાલાલા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા 13 વર્ષમાં વેંચાણ થયેલી કેસર કેરીના બોક્સની વિગત
વર્ષ કુલ આવક સરેરાશ ભાવ
2013-14-  11,85,086- 254
2014-15 -9,41,702 -210
2015-16 -7,17,335 -250
2016-17 -10,66,860 -283
2017-18 -10,67,755 -265
2018-19 -8,30,340 -310
2019-20 -7,75,395 -345
2020-21 -6,87,931 -375
2021-22 -5,85,595 -355
2022-23 -5,03,321 -740
2023-24 -11,13,540 -425
2024-25 -5,96,700 -700
2025-26 -4,49,450 -560

You Might Also Like

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઊનાના માણેકપુરાને પૂરતાં પ્રેશરથી પાણી પૂરું પડાય છે
Next Article જૂનાગઢ ગિરનારી ગ્રુપ દ્વારા સેવાયજ્ઞ: જલારામ ભક્તિધામ ખાતે જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટ, પાઠ્યપુસ્તકો અને નોટબુકનું વિતરણ વિના મૂલ્યે કરાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગૂગલ ફોર્મનું ચક્રવ્યૂહ!

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
‘પડીકા’ પર પ્રતિબંધ : ઉમરેઠી અને આદ્રી ગામે વેફર્સ, કૂરકૂરે, ફાઈમ્સ, મેગી, પાસ્તા સહિતના કેટલાંય પેકેજ્ડ ફૂડ પ્રતિબંધ મુકાયો
‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
ઉકેલ ન આવે તો….રાતૈયા ગામે ગ્રામજનો પ્રદૂષિત પાણી મુદ્દે કાલે ઉપવાસ આંદોલન કરશે
નવરાત્રિ પહેલાં નવાજૂની પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે
રાજકોટમાં આર્થિક ભીંસ દૂર કરવા 100 અને 500ની નકલી નોટો છાપનાર અશિક્ષિત કિશન સોલંકીની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?