વધુ બે ડેરીમાંથી મોદક-લાડુનાં નમૂના લેતું ફૂડ વિભાગ
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગણેશ ઉત્સવ અંતર્ગત આજે પણ બે સ્થળેથી મોદક લાડૂના નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે તા.5/7ના રોજ જૂના માર્કેટીંગ યાર્ડમાંથી 395 ડબ્બા સનફ્લાવર તેલનો જથ્થો સીઝ કરી સેમ્પલ લેવામાં આવેલ. જેનો રિપોર્ટ આજરોજ આવતા તમામ તેલમાં અન્ય હલકી કક્ષાના તેલની મિલાવટ ખૂલવા પામી હતી. પરિણામે ફૂડ વિભાગ દ્વારા સોનીયા ટ્રેડર્સ નામની પેઢી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા સૌથી વધુ વેચાણ થતાં મોદક લાડુના સેમ્પલ લેવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. જેમાં આજરોજ લાસા મોદક લાડુ (લુઝ) સ્થળ: અશોક ડેરી ફાર્મ, સહકાર મે. રોડ અને ચોકલેટ મોદક લાડુ (લુઝ) સ્થળ:- બાપા સિતારામ ડેરી ફાર્મ, હરિધવા રોડ સ્થળેથી લઈ પૃથ્થકરણ અર્થે વડોદરા ખાતે લેબમાં મોકલી આપ્યા હતા.
જ્યારે તા.05/07/2021 ના રોજ જુનુ માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલ સોનિયા ટ્રેડર્સ નામની પેઢીમાંથી શંકાના આધારે સનફ્લાવર ઓઇલ (15 કિ.ગ્રા. પેક્ડ ટીન) ના કુલ 395 ટીન જેની કિમંત અંદાજીત 9,83,218 રૂપિયાનો જથ્થો સીઝ કરવામાં આવેલ. જેમાંથી એફએસએસએ-2006 અન્વીયે સદર નમુનો એનાલીસીસ અર્થે લીધેલ, ફુડ એનાલીસ્ટના અભિપ્રાય મુજબ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે અને તમામ તેલમાં હલકી ગુણવત્તાના તેલની મિલાવટ હોવાનું રિપોર્ટમાં બહાર આવતા ફૂડ વિભાગે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
- Advertisement -



