ખાસ-ખબર સંવાદદાતા
‘વન વીક વન રોડ’ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના રૈયાધાર રોડથી લાખના બંગલા રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 31 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમ્યાન 19 પેઢીને લાયસન્સ તથા હાયજીન બાબતે નોટીસ તેમજ 13 લિટર એક્સપાયરી થયેલ બેવરેઝીસ તથા 14 કી.ગ્રા. વાસી અખાદ્ય ખોરાક મળી કુલ 27 કી. ગ્રા અખાદ્ય વાસી ચીજોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગ દ્વારા આજરોજ શહેરના રૈયાધાર રોડથી લાખના બંગલા રોડ વિસ્તારમાં આવેલ કોઠારી માર્ટ 8 લિટર એક્સપાયરી થયેલ બેવરેઝીસ, બ્રહ્માણી પ્રોવીઝન સ્ટોર 5 લિટર એક્સપાયરી થયેલ બેવરેઝીસ, વિશાલ ચાઈનીઝ પંજાબી- વાસી મંચુંરિયન, ચટણી, ગ્રેવી, વાસી કાપેલા શાકભાજી મળી કુલ 14 કિ.ગ્રા નાશ તથા હાયજીન બાબતે નોટીસ ફટકારી હતી તથા ગોલ્ડ કેળાં – 7 કિ.ગ્રા. સડેલા કેળાં નાશ તથા હાયજીન બાબતે નોટીસ તથા લાયસન્સ બાબતે દેવસ્થ ફાર્મા અને અર્પણ મેડીસીન્સ, અમૃત ડેરી ફાર્મ, મધુરમ મેડીસીન્સ, જલારામ જનરલ સ્ટોર, શિવ પાર્લર, ભગવતી પાન કોલ્ડ્રિંકસ, નિમાવત મેડીસીન્સ, વિષ્ણુ લક્ષ્મી સ્ટોર સહિતનાઓને ત્યાં નોટીસ ફટકારી અને વાસી ફૂડનો નાશ કરવામાં આવ્યો હતો.


