By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    1 day ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    1 day ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    2 days ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    2 days ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી
    10 hours ago
    જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
    10 hours ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર
    10 hours ago
    આજથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો : નાયરાએ પેટ્રોલના ભાવ રૂ.5, ડીઝલના રૂ.3 ઘટાડ્યા
    11 hours ago
    સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    2 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    2 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    5 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    5 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    6 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    7 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    12 hours ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    12 hours ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    1 day ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    2 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રેસિડેન્ટ વિથ ડિફરેન્સ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પ્રેસિડેન્ટ વિથ ડિફરેન્સ!
રાજકોટ

પ્રેસિડેન્ટ વિથ ડિફરેન્સ!

Khaskhabar Editor
Last updated: 2020/08/11 at 10:42 PM
Khaskhabar Editor 6 years ago
Share
6 Min Read
SHARE

ગુજરાત (ભાજપા)ના રાજકારણને આપશે નવી દિશા

લક્ષ્ય પેટાચૂંટણી નહીં, પાટીલનો લક્ષ્યાંક રહેશે પક્ષની સ્થિતિ મજબૂત કરવાનો

કોઈ વરતારો, આગાહી કે સંભાવના નહીં.. સરકાર અને સંગઠનમાં પરિવર્તન
નિશ્ર્ચિત છે, પાટીલ દ્વારા સંગઠનમાં થનારા પરિવર્તન બધા જ સંકેત આપી જશે

ભવ્ય રાવલ

Contents
ગુજરાત (ભાજપા)ના રાજકારણને આપશે નવી દિશાલક્ષ્ય પેટાચૂંટણી નહીં, પાટીલનો લક્ષ્યાંક રહેશે પક્ષની સ્થિતિ મજબૂત કરવાનોકોઈ વરતારો, આગાહી કે સંભાવના નહીં.. સરકાર અને સંગઠનમાં પરિવર્તનનિશ્ર્ચિત છે, પાટીલ દ્વારા સંગઠનમાં થનારા પરિવર્તન બધા જ સંકેત આપી જશે

ગુજરાતનાં એક ચોક્કસ જ્ઞાતિ, જાતિ કે પ્રદેશની જગ્યાએ ગુજરાત બહારનાં મહારાષ્ટ્રીયન જલગાંવનાં વતની ચંદ્રકાંત રઘુનાથ પાટીલ – સી.આર. પાટીલને ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ બનાવી બીજેપી હાઈકમાન્ડે આડકતરી રીતે આજ પછીથી નાત, જાત, કોમ, સંપ્રદાય કે સમુદાય આધારિત પદ નિયુક્તિની રણનીતિ પર પૂર્ણવિરામ મૂકવાનો સંદેશ આપી દીધો છે. પાટીલ ગુજરાતની પ્રજા અને ગુજરાત બહારનાં પરપ્રાંતીયોમાં સંતુલન સાધવામાં સફળ રહેશે. એમ સમજો કે ભાજપે પાટીલને મેદાનમાં ઉતારી હુકમનો એક્કો ફેક્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર. પાટીલનું લક્ષ્ય પેટાચૂંટણી નહીં, પાટીલનો લક્ષ્યાંક પક્ષની સ્થિતિ મજબૂત કરવાનો રહેશે.
વર્ષોથી મોદી, શાહ જેવા ટોચનાં નેતાઓની નજીક હોવાનો નફો જેમ અન્ય સત્તાસ્થાને બિરાજેલા લોકોને થયો છે એમ પાટીલને પણ થયો, પાટીલ મોદી સહિત સંઘ નેતાઓનાં નજીક છે. અલબત્ત સી.આર. પાટીલને ગુજરાત ભાજપનું પ્રમુખ પદ તેમની વફાદારીનાં ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હોય એવું લાગે છે કારણ કે, જ્યારે ગુજરાત ભાજપ ’કેશુભાઈ જૂથ’ અને ’નરેન્દ્રભાઈ જૂથ’ એમ બે ભાગ પડ્યા, ત્યારે સી.આર. પાટીલે નરેન્દ્રભાઈ જૂથ સાથે રહેવાનું પસંદ કર્યું હતું. આજે જૂઓ પટેલો, ક્ષત્રિયો, ઓ.બી.સી. કે સૌરાષ્ટ્રીયનોને પાછળ છોડી સી.આર. પાટીલ ગુજરાત ભાજપનાં મુખીયા બની ગયા, તેમને તેમની વફાદારીનું ફળ મળ્યું.
બેશક નવસારી લોકસભા વિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બનેલા સી.આર. પાટીલનાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પક્ષની તાસીર અને તસવીર બંને બદલાશે. જન્માષ્ટમી બાદ રાજ્યની રૂપાણી સરકારનાં મંત્રીમંડળમાં તો પ્રદેશ ભાજપ સંગઠનમાં ઘણા ફેરબદલ જોવા મળશે. જેમાં પણ જ્ઞાતિ, જાતિ, પ્રદેશ કરતા કોણ સરકાર-સંગઠનને કેટલું ઉપયોગી સાબિત થયું છે કે થઈ શકે એ આધારિત જ સત્તા-જવાબદારી સોંપાશે-વહેંચાશે. જે નારાજ થાય તેમને બોર્ડ-નિગમોની ખાલી પડેલી જગ્યાઓ પર અધ્યક્ષ-ઉપાધ્યક્ષ બનાવી લેવાશે એ પણ સ્પષ્ટ છે. સાથે એ પણ એટલું જ સ્પષ્ટ થઈ ગયું છે કે, પક્ષ પ્રમુખ પાટીલ પક્ષમાં કઈ રીતે પરિણામલક્ષી પરિવર્તન લાવશે. મતલબ કે, બધું જ પ્રીપ્લાન્ડ યા કહો તો વેલપ્લાન્ડ છે જેનું ઈમ્પ્લીમેન્ટ શોર્ટ ટર્મમાં જોવા મળશે અને આ બધાનું રિઝલ્ટ પણ પોઝિટિવ આવશે.
આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીઓ, મહાનગરપાલિકાની ચૂંટણીઓ અને પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે એવા સમયે પાટીલ કોંગ્રેસી નેતાઓને સામ, દામ, દંડ, ભેદથી ભાજપમાં ભેળવશે કે પોતાના જ પક્ષનાં પ્રબળ દાવેદાર પર દાવ માંડશે એ જોવું રહ્યું. સી.આર. પાટીલ મેનેજેમેન્ટ કરવામાં માસ્ટર છે હવે એ ક્યાં પ્રકારે કેવું અને કેટલું મેનેજમેન્ટ કરશે કે પછી સંપૂર્ણ સેટેલમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે એ તો થોડા દિવસોમાં ખબર પડી જશે પણ હા, પાટીલ અશક્ય એવા ઉત્તર-દક્ષિણ ગુજરાત પટ્ટાનાં અંતરિયાળ વિસ્તારોમાં ભાજપનો ડેમેજ કંટ્રોલ આરામથી કરી નાખશે. ઉપરાંત પાટીલ ગુપ્ત રણનીતિનાં ભાગ સ્વરૂપે સંગઠનમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નેતાઓને વધારે સ્થાન આપશે એવું લાગી રહ્યું છે. કારણ કે, સામાજિક સમીકરણ અને સરકાર સામેની નારાજગીના કારણે છેલ્લા કેટલાંક સમયમાં સૌરાષ્ટ્રમાં ભાજપને ખાસું નુકસાન થયું છે. એટલે સૌરાષ્ટ્રમાં ભાજપનું સંગઠન મજબૂત બનાવવું અને ભાજપ સરકારની છબી સુધારવી એ પણ પાટીલની પ્રાથમિકતા રહેશે. આ સિવાય આગામી ત્રણ વર્ષે માટે સી.આર. પાટીલની પ્રદેશ ટીમમાં નવા ચહેરા અને જૂના મોહરા બંને જોવા મળશે.
ગુજરાત ભાજપનાં મુખ્યમંત્રી રંગુન, બર્માનાં છે તો ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ મહારાષ્ટ્રનાં. વિજયભાઈ રૂપાણી સૌરાષ્ટ્રમાં સૌ કોઈનાં લોકલાડીલા છે તો સી.આર પાટીલ સુરત બાજુનાં શ્રમિકોથી લઈ શેઠિયાઓ સુધીમાં પોપ્યુલર છે. ગુજરાતની ભાજપ સરકાર અને ગુજરાતનાં ભાજપ સંગઠન વચ્ચેનાં તાલમેલ કે તકરારમાં પાટીલનાં આવવાથી બહુ ફરક પડશે નહીં. વિજયભાઈ રૂપાણી સરકારનાં મંત્રી કે માણસોને પણ પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ બનતા કઈ ખાસ આંચકો આવ્યો કે અસર થઈ નથી પણ હા, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પાટીલ સામે સૌથી પહેલો અને મોટો પડકાર હશે – સૌરાષ્ટ્રનાં નેતાઓ. ઉપરાંત ઓ.બી.સી., ક્ષત્રિય અને પાટીદાર સિવાયનાં સમાજનાં નેતાઓને સંગઠનમાં સાથે લઈ ચાલવાનો કાંટાળો માર્ગ.
સી.આર. પાટીલનાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બનવાથી ગુજરાત ભાજપનાં સંગઠનમાં મહામંત્રી, મંત્રી, ઉપાધ્યક્ષ સહિતનાં પદ ઉપર મોટાપાયે ફેરફારો થવાના છે. હાલમાં જ સી.આર. પાટીલની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત એ માત્ર શુભેચ્છા મુલાકાત ન હતી પરંતુ સંગઠનમાં ઈચ્છિત પરિવર્તન માટેની મુલાકાત હતી. બધી બાબતોને ધ્યાને લેતા મારી દ્રષ્ટિએ આ કોઈ વરતારો, આગાહી કે સંભાવના નથી, સંગઠનમાં ફેરફાર એ વ્યવસ્થાનો ભાગ છે એટલે ટૂંકસમયમાં ભાજપમાં જરૂરિયાત મુજબ ફેરફારો થશે. પરિવર્તન નિશ્ચિત છે, પાટીલ દ્વારા સંગઠનમાં થનારા પરિવર્તન બધા જ સંકેત આપી જશે..

- Advertisement -

અમુક રિપીટ થશે, કેટલાકને રિજેક્ટ કરાશે
પ્રદેશ ભાજપના મહામંત્રી, સહ સંગઠન મહામંત્રી ઉપરાંત પ્રદેશ ભાજપનાં ચાર મહામંત્રીઓને બદલાવવાનું નક્કી છે. સૌરાષ્ટ્રમાંથી ગોરધન ઝડફિયા, ઉત્તર ગુજરાતમાંથી રજની પટેલ, મધ્ય ગુજરાતમાંથી ભાર્ગવ ભટ્ટ, ભરત પંડ્યા, પ્રદીપસિંહ વાઘેલા, અમિત ઠાકર, દક્ષિણ ગુજરાતમાંથી પૂર્ણેશ મોદીને મોકો મળી શકે છે. હાલ સંગઠનમાં 4 મહામંત્રી, 9 પ્રદેશ મંત્રી અને 8 ઉપાધ્યક્ષો કાર્યરત છે જેમાંથી અમૂક રિપિટ થશે તો કેટલાંકને રિજેક્ટ કરાશે.

You Might Also Like

પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ

રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર

રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ

જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો

મનપાના ફૂડ વિભાગનો સપાટોઃ 518 કિલો વાસી જથ્થાનો નાશ, 79,500નો દંડ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોરોના ફળશે, ભાજપની ઘાત ટળશે!
Next Article મિરાણી રિપીટ ન થાય તો દેવાંગ અથવા કશ્યપ પર પસંદગીનો કળશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
UPSC પ્રિલિમની તૈયારી કરતાં ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય
પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર
કુવાડવા પાસે સવારે બંધ ટ્રક પાછળ બાઇક અથડાતા હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીનું મોત
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?