By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતની ફાયરિંગ રેન્જમાં જાપાન પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરશે
    3 days ago
    બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ
    3 days ago
    મંગળ પર ગ્લેશિયરની શોધ
    3 days ago
    ઇન્સ્ટાગ્રામનું ‘કલીન-અપ’ અભિયાન : અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ રોકવા હવે AI મોડલ કરશે સતત દેખરેખ
    4 days ago
    કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલે કહ્યું, શિક્ષણ-બેરોજગારીની ખામીના લીધે ભારત આર્થિક સંકટના આરે
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નજીકના સંબંધીઓ વચ્ચે લગ્ન પર પ્રતિબંધ જરૂરીઃ સુપ્રીમ કોર્ટ
    1 day ago
    ‘રાજા’ મદનિયાને આસામથી વનતારા એરલિફ્ટ કરાયું
    1 day ago
    2027માં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ ભારત
    2 days ago
    માત્ર કેમેરા અને માઇક રાખવાથી કોઈ પત્રકાર બની જતું નથી : દિલ્હી પોલીસ
    3 days ago
    ઉત્તર ભારતમાં ઠંડી-ધુમ્મસનો કેર: કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ન્યૂઝીલેન્ડ સામે ભારતની મજબૂત પકડ : 118 રનની લીડ મેળવી
    1 day ago
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    4 days ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    7 days ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    2 weeks ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    2 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હળવેથી રોજ તમે વરસ્યા કરો છો હવે ધોધમાર વરસો તો કેવું ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > હળવેથી રોજ તમે વરસ્યા કરો છો હવે ધોધમાર વરસો તો કેવું ?
Author

હળવેથી રોજ તમે વરસ્યા કરો છો હવે ધોધમાર વરસો તો કેવું ?

Khaskhabar Editor
Last updated: 2024/08/05 at 11:40 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

હળવેથી રોજ તમે વરસ્યા કરો છો
હવે ધોધમાર વરસો તો કેવું ?
બારી ઉઘાડીએ તો આવે અજવાળું
હવે, બારણું ઉઘાડો તો કેવું ?

વ્હાલી જિંદગી,

- Advertisement -

તારા વિરહને સહન કરવા હું લગાતાર તારામાં ખોવાયેલો રહું છું. તારામાં સાવ ઓળઘોળ થઈ હું સતત તને મહેસૂસ કર્યાં કરું છું. તું મારી વહેલી સવારનું ખુશનુમા શમણું છે… તું મારી પાછલી રાતનું ઝાકળભીનું પારિજાત છે… હું તને લાગણીઓમાં ઝબોળી મારાં હૈયામાં એવી સિફતથી ભરું છું કે તને સહેજ પણ અડચણ ના થાય. જિંદગી! તું મારાં આત્માના અધિકારનો અમરપટો લઈને આવી છે. બસ, એટલે જ તું મને અતિશય વહાલી છે. હૈયાની હરિયાળી ખેતીમાં પ્રેમી ખૂબ આરામ અને રાહત અનુભવતો હોય છે, કારણ કે ખૂલ્લી ધરતી અને અનંત આકાશ પ્રેમની વ્યાપકતાના પૂરક છે. તારી આંખોમાંથી નીકળતો નજરનો કેફ મારાં હૈયાનાં ખેતરમાં કબજો જમાવી આખા ખેતરને લીલુંછમ રાખે છે. તું મારામાં લીલીછમ ચાદર ઓઢીને પોઢેલી છે એટલે હું લહેરાઈ શકું છું… મહેંકી શકું છું. તારા કાજળની કાળાશમાં મેં પણ મારાં આછેરા અંધારને છૂપાવી રાખ્યો છે. તારા વાળની દરેક લટમાં મેં આપણાં મહામૂલા સમયને ગૂંથી લીધો છે. તારા હોઠની નમણી લાલિમા વચ્ચે મેં મારાં શ્વાસ વહેતા મૂક્યાં છે. તારા સ્નેહ નીતરતાં અધરના ગોખલામાંથી જયારે શબ્દોની સેર ફૂટી નીકળે છે ત્યારે હું શબ્દે શબ્દે પરોવાતો જાઉં છું.

જિંદગી! તું મારાં જીવનના દરેક પ્રશ્નાર્થની વચ્ચે રહેલું આશ્ચર્યચિન્હ છે. તારો પ્રેમ અને છેવટ સુઘીનો સંગાથ એ મારું પૂર્ણવિરામ છે. ઘણાં બધાં વિઘ્નો હોવા છતાં પૂર્ણનિષ્ઠા અને શ્રદ્ધા દ્વારા મુશ્કેલીઓને પાછળ છોડીને આપણે સામે કિનારે પહોંચી જ જઈશું એની ખાતરી છે. મેં તારામાં ફકત ડૂબકી જ નથી મારી પરંતુ સાવ વિલીન થઈ ગયો છું. તારામાં ઓગળીને હું નવા નવા વિસ્મયોના સરવાળા કરતા શીખ્યો છું. તારા હૈયામાં ઉભરાતા પ્રેમનાં ઉભરાને હું મારી ભીતર ઉતારતા શીખ્યો છું. તારી આંખોમાંથી વ્યક્ત થઈ અવિરત વહેતાં પાવકપ્રેમને હું સતત મારી ભીતર ભેળવતો રહું છું. તારા સ્પર્શની અસરથી મારામાં એક રોમાંચક ફેરફાર થાય છે. તું જ્યારે જ્યારે મને સ્પર્શે છે ત્યારે એવું લાગ્યાં કરે છે કે ભગવાન મારા અસ્તિત્વ ઉપર પીંછી ફેરવી રહ્યાં છે. હું ચૂપચાપ તારા સ્નેહની પીંછીમાં ઘૂંટાતો જાઉં છું અને તું મને આકારિત કરી દે છે. જિંદગી! તેં મને અઢળક આપ્યું છે… નિરંતર આપતી રહી છે. તું મારાં આત્માની સાથે અવતરેલું અમૃતબિંદુ છે. હું હર ક્ષણે એની મીઠાશ માણી આત્મસાત કરું છું. તું જે ક્ષણે મારી આસપાસ કે મારી સાથે ના હોય ત્યારે હું સહેજ પણ જીવતો નથી. સતત હિજરાઉં છું, સતત વલોવાઉ છું. તારું સાંનિધ્ય મારાં જીવનનો ઉત્સવ બનીને મહેકે છે, તો તારી સદેહે ગેરહાજરી મારામાં ઉજ્જડતામાં અઢળક ઉમટેલી વેરાની ફેલાવી જાય છે. મારે સતત તને શ્વસવી છે. તારા દરેક રંગોને જોવા, જાણવા છે. હું ખૂબ ખુશ છું કે ભગવાનના આશીર્વાદરૂપે તું મને મળી છે. હું તને ભરપૂર જીવી જઈશ.

સતત તને શ્વસતો,
જીવ.

- Advertisement -

You Might Also Like

કુબુચી: એક ભયાનક રણ કેવી રીતે લીલુંછમ થયું

દસમા બારમાની પરીક્ષાની મોસમ અને વિદ્યાર્થીઓ

ગુલાબી સવારની દસ્તક, શિયાળાની ઠંડીનું આગમન!

IPS અધિકારી જગદીશ બાંગરવાએ ગુનાખોરી સામે સપાટો બોલાવ્યો…

નવરાશનો વૈભવ

TAGGED: LOVE, rain
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સિદ્ધાર્થ જીવનનું અસ્તિત્વનો અર્થ સિદ્ધ કરવાની વાત
Next Article મૌનની વાચા ઉકેલી શકે એ સાચો મિત્ર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

નેશનલ લાઈબ્રેરી વીકની ઉજવણી: રાજકોટ મનપા સંચાલિત લાઈબ્રેરીઓના શ્રેષ્ઠ વાચક સભ્યોનું સન્માન કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
કુબુચી: એક ભયાનક રણ કેવી રીતે લીલુંછમ થયું
દસમા બારમાની પરીક્ષાની મોસમ અને વિદ્યાર્થીઓ
તંત્રની ખામીનો ભોગ બનતા નવદંપતીઓ: QR કોડ વગરના લગ્ન પ્રમાણપત્રથી આધાર સુધારા બંધ
કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા સમિતિની બેઠક યોજાઈ
‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ નિમિત્તે ભંડોળ એકત્રીકરણમાં રાજકોટ જિલ્લો મોખરે
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Authorમનીષ આચાર્ય

કુબુચી: એક ભયાનક રણ કેવી રીતે લીલુંછમ થયું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

દસમા બારમાની પરીક્ષાની મોસમ અને વિદ્યાર્થીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
AuthorBhavy Raval

ગુલાબી સવારની દસ્તક, શિયાળાની ઠંડીનું આગમન!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?