By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    7 hours ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    1 day ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    1 day ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    3 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    6 hours ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    6 hours ago
    રામ મંદિર દાન ચોરી : ટિન્નુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં ખુલાસો
    7 hours ago
    ઉતરાખંડમાં વરસાદથી તબાહી : રાજ્યના ૧૦૦ જેટલા રસ્તાઓ બંધ
    8 hours ago
    Red Bull, Sting અને Monster સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને નોટિસ ફટકારતી FSSAI
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    9 hours ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    4 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    4 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    4 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    6 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    9 hours ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    1 day ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    2 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    2 days ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રેમમાં તારા મને પાગલ થવા દે, કાં,બધા વળગણ છૂટે એવી દવા દે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > પ્રેમમાં તારા મને પાગલ થવા દે, કાં,બધા વળગણ છૂટે એવી દવા દે
Author

પ્રેમમાં તારા મને પાગલ થવા દે, કાં,બધા વળગણ છૂટે એવી દવા દે

Khaskhabar Editor
Last updated: 2024/03/30 at 4:19 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

કેમ કાગળ પર ચીતરવી ઝંખનાને, તું પુરાવા સ્પર્શના આજે નવા દે

વહાલી જિંદગી,

- Advertisement -

તું ક્ષણે ક્ષણે મારી પરીક્ષા લઈને પણ જીવાડવાનાં કરોડો ઉપાયો બતાવે છે. તું મને તાવે, તડપાવે, ટીપે, ઘડે ત્યારે મારી ભીતર સતત ઘંટારવ ગૂંજ્યા કરે છે. તારા સનગ્લાસના ચશ્માની પાછળ રહેલી સાચુકલી આંખોમાં જે પ્રેમ છે એ ભલે પ્રગટ નથી કિંતુ મને એનો તરજૂમો કરતાં આવડી ગયું છે. હું એકલો બેઠાં બેઠાં તારું સ્મરણ કરું છું ત્યાં જ પવનની લહેરખી આવીને મારાં કાનમાં તારો સંદેશો પહોંચાડી જાય છે. હું ઊછળી પડું છું. પવનને બાથ ભરવા અધીરો થઈ જાઉં છું, એ જ ઘડીએ ગુલમહોરનું એક પાન નીચે આવી મને વળગી પડે છે. મારી અંદરથી સતત એક અવાજ આવ્યાં કરે છે; ” જિંદગી સાથે આખા જગતને ચાહ્યાં કર, તને ક્યારેય કોઈ વાતનું ઓછું નહીં આવે.” પછી જાત સાથે વાતે વળગી ફરીથી જિંદગીનાં પ્રેમમાં પડું છું.

તે ના જાણે મને અવિરતપણે કંઈ કેટલુંય આપ્યાં કર્યું છે. જિંદગી! તું મારાં ન શ્વસાયેલાં પ્રત્યેક શ્વાસની આશા છે. તું મારી શ્રદ્ધાનું શાલિગ્રામ છે. તું જ મારાં ગડગુમડિયાં ગણેશની પવિત્ર આસ્થાનું કેન્દ્રબિંદુ છે. હું આંખો બંધ કરી મારી સમર્પણવૃત્તિને કામે લગાડી તારી કલ્પનામાં ખોવાઈ જાઉં છું, ત્યારે તું માટીનાં કણકણમાં હોવાની સાબિતી આપી જાણે એવું કહી રહી છે; “હું અને મારો પ્રેમ તારી રગ રગમાં દોડી રહ્યાં છીએ.” આ શબ્દો સાંભળી હું તારા ચરણોમાં ઢળી પડું છું. તારા ચરણ અને તારી છાતી મારો વિસામો છે. ત્યાં પહોંચીને હું શાલિગ્રામ કે ગણપતિને એકાકાર કરી શકું છું. આપણાં ઉપર ભગવાનની કૃપા જ્યારે ચારેય હાથે વરસતી હોય ત્યારે એ કૃપાને ઝીલી પ્રસાદ ગ્રહણ કરવાનો હોય, એમાં ખોવાઈ જવાનું હોય. ત્યાં શંકા – સમાધાનના હિસાબો માંડનાર તો નર્યો મૂર્ખ જ કહેવાય. હું કશું પણ વિચાર્યા વગર મારાં ભગવાનની કૃપા મસ્તક પરથી ઝીલી છેક ભીતર સુધી ઉતારતો રહું છું. ઠંડા પવનની એક લહેરખી મારામાંથી પસાર થઈ તારો સંદેશો પહોંચાડી જાય છે ત્યારે હું પ્રેમની ઠંડકમાં ગુલમહોર – ગરમાળા જેમ ખીલી ઊઠું છું. જિંદગી! તું મારાં આત્માનું સંગીત છે. મારી આંખોના રતનનું રૂપાળું અને નાજુક સ્વપ્ન છે.

એટલે જ હું બહુ જતનથી સાચવી તને મારા હૃદયના ઊંડાણમાં મલમલના ગાલીચા પર બેસાડી પ્રેમથી વીંઝણો નાખું છું. અંધારી રાત્રિના ભયાનક સન્નાટામાં ખૂબ જ રાહત આપતો તમરાનો ત્રમત્રમ અવાજ એટલે તું. જિંદગી! તું મારી આંગળીમાંથી હૃદયના તારને ઝણઝણાવી ઊંડે ઊંડે બજતો તંબુરાનો તાર છે, જેને મેં હૃદયસ્થ કર્યો છે. આ તારના જોડાણથી જ હું પવિત્ર બન્યો છું. મારે કિરતાર સાથે પણ તાર જોડવાની જરૂર નથી કારણ કે તું જ મારો કિરતાર છે અને તું જ મારી કરતાલ છે. મને જીવવું અતિશય વહાલું લાગે છે કારણ કે હું જિંદગીને ચાહું છું. હું તો બસ ઓરણીમાં સપના ઓરતો જાઉં છું. તું મારાં એ બધાં જ સપનાને મહેકાવી, મહોરાવી સાચા પાડતી જાય છે. મારે તો રોજ દિવાળી જ દિવાળી છે. હું હર ક્ષણે પ્રકાશપર્વ ઉજવું છું. મારું આખું જીવન જાણે ઉત્સવનું નગર બની ગયું છે. તારી પાંપણનાં દરેક પલકારા મારાં જીવનની પ્રત્યેક પળને લંબાવ્યે જતાં બે ધોરીમાર્ગ બની ગયા હોય એમ હું એ પાંપણનાં રસ્તે પ્રેમને પાથરતો જાઉં છું. પછી મારો પ્રેમપંથ ક્યાંય અટકતો નથી, એ તો લંબાતો જાય છે

- Advertisement -

યુગો સુધી… મનવંતરો સુઘી…
સતત તને ચાહતો…
જીવ

(શીર્ષકપંકિત:- ડૉ. પરેશ સોલંકી)

You Might Also Like

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

બ્યૂરોક્રેસીમાં ‘ગાંધીનગર લોબી’ મજબૂત : ગુજરાતમાં 18 GASના IASને પ્રમોશન માસ્ટરસ્ટ્રોક

આઇકોનિક અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ ઝેરોક્ષ કોર્પોરેશનનો ઇતિહાસ, તેનું વૈશ્વિક યોગદાન અને તેની આજ

TAGGED: hearty, LOVE, LOVELIFE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મધ્ય અમેરિકાનું વતની પાઈનેપલ: ઓછામાં ઓછો 12000 વર્ષનો ઇતિહાસ ધરાવે છે
Next Article સ્ત્રી જેમ નપુંસક પતિને ચાહતી નથી, તેમ જે રાજાની કૃપા અને ક્રોધ નિષ્ફળ છે, તે રાજાને પ્રજા ચાહતી નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
રામ મંદિર દાન ચોરી : ટિન્નુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં ખુલાસો
માતા-પિતાએ પુત્રની હત્યા કરી : માતાએ એસિડ પીવડાવ્યું, પિતાએ માર મારી ગળે ટૂંપો આપ્યો
મુન્દ્રા હાઇવે પરથી ચોરાઉ ઓઈલ સહિત 4.34 કરોડના મુદામાલ સાથે 11 શખ્સની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?