સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોગ દિવસની ઉજવણી : બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય, ડીન, ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રંગમંચ ખાતે વહેલી સવારે 7 કલાકે કુલપતિની હાજરીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય, ડીન, ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈ આવ્યા હતા. યોગની પ્રત્યક્ષ જાણકારી મળે તે માટે ગ્રાઉન્ડ ઉપર મુખ્ય યોગ નિર્દેશક અર્જુનભાઈ ઠાકર, ચાંદનીબેન મહેતા, ઓલ ઈન્ડિયામાં યોગમાં ભાગ લેનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી યશ્વી ટાંક સહિતના કુલ 3 યોગ નિર્દેશક દ્વારા યોગનું નિદર્શન કરવામાં આવ્યુ હતુ તેમજ યોગની પ્રત્યક્ષ જાણકારી પ્રાપ્ય બને અને દૂર સુધી બેઠેલા યોગ કરી શકે તે માટે એલ.ઈ.ડી. સ્ક્રીનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને યોગ શિબિરમાં ભાગ લેનાર માટે જયુસનો પ્રબંધ તથા યોગ કાર્યક્રમ દરમ્યાન તાત્કાલીક સારવાર માટે તબીબોની ટીમ હાજર હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ પર સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સામૂહિક રાષ્ટ્ર ગીતનું ગાન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા કુલપતિ ઉત્પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશભાઈ રાબા, કે.કે. બાવડા, મૌનીકભાઈ ગઢવી, ઉમેશભાઈ માઢક તથા બાંધકામ વિભાગના કર્મચારીઓ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તા. 21 જૂનના દિવસને ’આતંરરાષ્ટ્રીય યોગ દિન’ તરીકે ઉજવણી કરવાનું જાહેર કરવામાં આવ્યુ છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. યોગના કારણે મનુષ્યનો શારીરિક, માનસીક અને બૌધિક વિકાસ સારી રીતે થાય છે. યોગ એ શાંતીનું પ્રતિક છે. સ્વસ્થ જીવનશૈલી માટે યોગ ઉપયોગી છે. યોગ માત્ર આજના દિવસ પૂરતું જ નહી પરંતુ દૈનિક દીનચર્યાનો ભાગ બનાવવો જોઈએ. યોગથી તંદુરસ્ત આયુષ્ય પ્રાપ્ત થાય છે.