‘પોલીસ પ્રજાની રક્ષક નહીં પ્રજાની ભક્ષક’ ઠગાઇના કેસમાં નિર્દોષને આંટીમાં લીધો
સેટિંગ નહીં કરતાં ગેરકાયદે લઈ જવાયેલું સોનું હવે કોર્ટમાંથી છોડાવી લેજો કહી નાસી છૂટયાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સોની બજારમાં લક્ષ્મી એન્ટરપ્રાઈઝ નામે પેઢી ધરાવતા વિજય નથુરાવ માનેએ પોલીસ કમિશનરને સંબોધીને અરજી કરી છે અરજીમાં જણાવ્યું હતું કે સોની બજારના વેપારી હુસેનભાઈ સુલેમાનભાઈ નુરૂદીનભાઈ જરીવાલાએ અન્ય એક વેપારી યુસુફભાઈ જાકીરભાઈ કપાસી સાથે ધંધાકીય લેવડ દેવડ કરી હતી. જેમાં યુસુફભાઈ કપાસીએ 200 ગ્રામ સોનુ હુસેનભાઈ જરીવાલા પાસેથી લઈ જઈ તેના રૂપીયા ન ચુકવી અને ફરાર થઈ જતાં હુસેનભાઈએ ફરીયાદ નોંધાવી હતી ત્યારબાદ યુસુફભાઈ મળી આવતા યુસુફભાઈએ માંરૂ નામ આપ્યું હતું હું યુસુફભાઈને કયારેય મળેલ પણ નથી અને ઓળખતા પણ નથી અને કોઈ પણ જાતનો વ્યવહાર કરેલ નથી સોનું લઈ ગયેલ તેની અમને કોઈપણ જાતની માહીતી નથી છતાં પોલીસ તપાસમાં અમારું ખોટુ નામ આપેલ જેથી પોલીસ દ્વારા અમને નોટીસ મોકલાવેલ અને તપાસનીસ અધીકારી અમારી પાસેથી અમારા બીલનુ 200 ગ્રામ સોનુ લઈ ગયેલ જેથી અમે કાનુની સલાહ મુજબ આગોતરા જામીન અરજી મેળવી પોલીસ સ્ટેશનમાં હાજર થઈને જામીન લીધા હતા.
- Advertisement -
ત્યારબાદ તા. 10/06/2025ના રોજ એ-ડીવીઝનના તપાસનીસ અધિકારી અમારા ધંધાના સ્થળે આવેલા અને જણાવેલ કે અમારે પંચનામું કરવાનું છે સાથે બે પંચોને લાવેલ છીએ એટલે અમે તપાસમાં સાથ સહકાર આપ્યો હતો ત્યારબાદ તપાસનીસ અધિકારી એમ.આર.મકવાણા તથા પ્રકાશ સોલંકી અમારા ધંધાના સ્થળે રાખેલ સોનાનો સ્ટોક ચેક કરવા લાગેલ અને ત્યારે અમો અરજદારના ધંધાના સ્થળે સ્ટોક ચેક કરતા કુલ 4,639/300નો સ્ટોક હતો જેમાં અમારો ઓપનીંગ સ્ટોક 3,939/300 હતો જેનાં કાયદેસરના ઈનવોઈસ તપાસનીસ અધિકારીને બતાવેલા અને બાકી રહેતા 700 ગ્રામ અમો અરજદારે આગલે દિવસે એટલે કે તા. 09/06/2025ના રોજ બે ઈનવોઈસ બતાવેલા અને તે એક બિલનું પેમેન્ટ અમો અરજદારે તા. 09/06/2025 ના રોજ આરટીજીએસથી કરી આપેલ હતું અને અન્ય એક બિલનું પેમેન્ટ તા.10/06/2025 ના રોજ આરટીજીએસથી કરી આપ્યું હતું જેના બેંકના સ્ટેટમેન્ટ તથા બન્ને બિલો તપાસનીસ અધિકારીને આપ્યા હતા. જે બન્ને બિલો કાયદેસર રીતે સ્ટોકમાં ઈ-ઈનવોઈસ જનરેટ ન થવાથી ચડેલા ન હતા અમે કાયદેસરની ખરીદીનું પેમેન્ટ ચુકવેલ હતું અને સ્ટોક મુજબ તમામ સ્ટોકના કાયદેસરના બીલો અમારી પાસે હોવા છતાં તપાસનીસ અધિકારીએ તેમાંથી 200 ગ્રામ સોનું ગેરકાયદેસર રીતે કબ્જે કરેલ હતું અને જણાવેલ કે તમારે પહેલા અમારી સાથે સેટીંગ કરી લેવું હતું હવે આ સોનું કોર્ટમાંથી છોડાવી લેજો કાયદેસર રીતે મળેલ સ્ટોકના તમામ બિલો હોવા છતાં તપાસનીસ અધિકારીએ ગેરકાયદેસર રીતે અમારું 200 ગ્રામ સોનું જપ્ત કરી ગંભીર પ્રકારનો ગુન્હો આચરેલ છે.
વધુમાં વેપારીએ જણાવ્યું હતું કે અમે કાયદેસર રીતે સોનાનો ધંધો કરીએ છીએ અને તમામ સ્ટોકના કાયદેસરના બિલો હોવા છતાં તપાસનીસ અધિકારીને અમે સેટીગના રૂપીયા આપેલ નહી તેથી ગેરકાયદેસર રીતે અમારું 200 ગ્રામ સોનું જપ્ત કરી લઈને ગંભીર પ્રકારનો ગુન્હો આચરેલ હોય જેથી યોગ્ય તપાસ કરવામાં આવે અને તપાસનીસ અધિકારી સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે જેથી અમારા જેવા અન્ય નિદોર્ષ વેપારી ભવિષ્યમાં ખોટી રીતે હેરાન ન થાય અને અમને ન્યાય અપાવવા વિનંતી કરી છે.