અવકાશી સાહસોના ખાનગીકરણની વધી રહેલી રેસમાં અમેરિકામાં ઉદ્યોગપતિ જેફ બેજોસની માલીકીની સ્પેસ કંપની બ્લુ ઓરીજીનને એક મોટો આંચકો લાગ્યો છે. આ કંપનીનું બ્લુ ગ્લેન રોકેટ ટેસ્ટ લોન્ચ સમયે લોંચીગ પેડ પર જ જબરા વિસ્ફોટ સાથે ફાટતા મોટો ભૂકંપ આવ્યો હોય તેવી ધ્રુજારી અનુભવાઈ હતી તથા અણુ બોમ્બ જેવા ધડાકાનો અવાજ હતો. જો કે સદનસીબે કોઈને ઈજા થઈ હતી.
અમેરિકાના ફલોરીડાના ન્યુ ઓરીજીન ખાતે લોન્વ કોમ્પ્લેક્ષ-36માં આ ઘટના બની હતી અને રાત્રીના સમયે વિસ્ફોટથી લોકોમાં જબરો ગભરાટ ફેલાયો હતો. કંપનીએ એક નિવેદન જારી કરીને હોટ ફાયર ટેસ્ટ સમયે આ ઘટના બની હતી તથા આ માટે લોન્વ વિસ્ફોટ થયો તેની તપાસ ચાલુ છે. ન્યુ ગ્લેન રોકેટ અગાઉ પણ ટેકનીકલ સમસ્યાનો સામનો કરી ચુકયુ છે તથા ગત મહિને ઉડાન રોકવાની ફરજ પડી હતી.
- Advertisement -
એમેઝોન સહિતની કંપનીઓની જાણીતા જેફ બેજોસ દ્વારા એલન મસ્કની સ્પેસ એકસની સામે પડકાર ઉભો કરવા કોશીશ કરે છે પણ મસ્કની કંપની તો ઘણી આગળ છે તથા `નાસા’ સમકક્ષ બની રહી છે. નાસા અને બ્લુ ગ્લેન સાથે મળીને મૂન મીશન માટે ચંદ્ર પર ઉતરી શકે તેવું લેન્ડર બનાવી રહ્યા છે.




