By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    14 hours ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    3 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    4 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
    14 hours ago
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    3 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    3 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    4 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    14 hours ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રેમની કિંમત કે ગિફ્ટનું બિલ? વેલેન્ટાઈન વીકમાં છુપાયેલું અર્થતંત્ર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > પ્રેમની કિંમત કે ગિફ્ટનું બિલ? વેલેન્ટાઈન વીકમાં છુપાયેલું અર્થતંત્ર
Hemadri Acharya Dave

પ્રેમની કિંમત કે ગિફ્ટનું બિલ? વેલેન્ટાઈન વીકમાં છુપાયેલું અર્થતંત્ર

Khaskhabar Editor
Last updated: 2026/02/13 at 4:02 PM
Khaskhabar Editor 7 months ago
Share
9 Min Read
SHARE

ડિજિટલ યુગમાં સંબંધોનું પ્રદર્શન: ‘દેખાવ’ અને ‘વાસ્તવિકતા’ વચ્ચેની ધૂંધળી રેખા

સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સ કેવી રીતે સંબંધોમાં અસુરક્ષા અને તુલનાત્મક સ્પર્ધા જન્માવે છે

- Advertisement -

આધુનિક વૈશ્વિક અર્થતંત્રમાં એક મહત્વપૂર્ણ વલણ સ્પષ્ટ જોવા મળે છે-બજાર હવે માત્ર જરૂરિયાતો પૂરતી વસ્તુઓ વેચતું નથી, પરંતુ માનવ ભાવનાઓને પણ વ્યાપારી સ્વરૂપ આપી રહ્યું છે. વેલેન્ટાઈન વિક તેનું સૌથી અસરકારક અને સફળ ઉદાહરણ છે. એક એવો તહેવાર જે પ્રેમના નામે આજે એક વિશાળ, ચમકદાર, ગ્લોબલ શોપિંગ ફેસ્ટિવલ બની ગયૌ છે-જ્યાં દરરોજ એક નવી ખરીદીનું બહાનું મળી રહે છે. પ્રેમ જેવી સર્વમાન્ય અને સર્વવ્યાપી લાગણીને આધારે ઉભી કરાયેલ આ ઉજવણી આજે એક વિશાળ માર્કેટિંગ મિશનમાં પરિવર્તિત થઈ ચૂકી છે. ઇતિહાસની દૃષ્ટિએ જોવામાં આવે તો વેલેન્ટાઈન ડેનો ઉલ્લેખ સેન્ટ વેલેન્ટાઈન સાથે જોડાય છે, પરંતુ તેની આજની ઉજવણીનું સ્વરૂપ મોટાભાગે 20મી સદીમાં વ્યાપારીકરણ સાથે વિકસ્યું છે. ખાસ કરીને ગ્રીટિંગ કાર્ડ ઉદ્યોગ, કેકસ- !ચોકલેટ, ટેડીબિયર્સ, અને ગિફ્ટ કંપનીઓએ આ દિવસને મોટા બજાર અવસરમાં પરિવર્તિત કર્યો. તેઓએ પ્રેમને એક એવી બ્રાન્ડ બનાવી દીધી કે દર વર્ષે ફેબ્રુઆરી આવે એટલે દુકાનો લાલ-ગુલાબી રંગોથી ભરાઈ જાય, જાહેરાતોમાં પ્રેમના વચનો વેચાય અને લોકો પોતાના દિલની વાત કહેવા માટે પૈસા ખર્ચવા તૈયાર થઈ જાય.વૈશ્વિક માર્કેટ રિસર્ચ રિપોર્ટ્સ દર્શાવે છે કે વેલેન્ટાઈન સિઝનમાં ગિફ્ટ, ફૂલ, ચોકલેટ, રેસ્ટોરન્ટ અને ઓનલાઈન શોપિંગ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ થાય છે. આજે વૈશ્વિક સ્તરે વેલેન્ટાઈન ડે એક અબજો-ડોલરનું બજાર છે. અમેરિકામાં જ 2026માં આ તહેવાર પર લગભગ 29 બિલિયન ડોલરનો ખર્ચ થવાનો અંદાજ છે-જેમાં જ્વેલરી, ડિનર, ફૂલો, ચોકલેટ અને પેટ્સ માટેની ગિફ્ટ્સ સુધી બધું સામેલ છે. ભારતમાં પણ આ આંકડો ઝડપથી વધી રહ્યો છે-2024-25માં આશરે 25,000 કરોડ રૂપિયાનું માર્કેટ, અને ટિયર-2, ટિયર-3 શહેરોમાં પણ યુવાનો આ તહેવારને રંગેચંગે ઉજવે છે. ઓનલાઈન ઓફર્સ, ઈ-કોમર્સ ફ્લેશ સેલ્સ અને સોશિયલ મીડિયા પરના રોમેન્ટિક રીલ્સ આ બધું વધુ તેજીથી ફેલાવે છે.
ભારતમાં યુવા વસ્તીનો વિશાળ હિસ્સો અને ઝડપથી ફેલાતું ડિજિટલ મીડિયા મળીને વેલેન્ટાઈન વિકને માર્કેટિંગ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ બનાવી ચૂક્યા છે. સોશિયલ મીડિયા કેમ્પેઇન, ઈ-કોમર્સ ઓફર્સ અને બ્રાન્ડેડ જાહેરાતો દ્વારા યુવાનોને સતત આકર્ષવામાં આવે છે. રોઝ ડેથી લઈને કિસ ડે સુધીના અલગ અલગ દિવસો સર્જીને ખરીદી અને ખર્ચના નવા અવસર ઊભા કરવામાં આવ્યા છે.
માર્કેટિંગની ભાષામાં આ પ્રક્રિયાને ઈમોશનલ ક્ધસમ્પશન મોડલ કહેવાય છે, જેમાં લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે વસ્તુઓ અને ગિફ્ટ ખરીદવા પ્રેરાય છે. સાથે સાથે, જાહેરાતો અને સોશિયલ મીડિયા એવો માહોલ પણ ઉભો કરે છે કે મોંઘી ભેટો, લક્ઝરી ડેટ અથવા બ્રાન્ડેડ સરપ્રાઈઝ વગર પ્રેમ અધૂરો લાગે – જે એક સૂક્ષ્મ સામાજિક દબાણ પણ ઊભું કરે છે.
આ પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ માનસિક પ્રભાવ પણ જોવા મળે છે. અનેક સંશોધનો સૂચવે છે કે સતત જાહેરાતો અને સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સ યુવાનોમાં સંબંધો વિશે ચોક્કસ પ્રકારની અપેક્ષાઓ ઊભી કરે છે. પ્રેમની અભિવ્યક્તિને મોંઘી ભેટો, લક્ઝરી ડિનર અથવા બ્રાન્ડેડ વસ્તુઓ સાથે જોડીને એક એવી માન્યતા ઉભી કરવામાં આવે છે કે પ્રેમનું મૂલ્ય ખર્ચ સાથે સંકળાયેલું છે. આ માનસિકતા ઘણા યુવાનોમાં અનાવશ્યક આર્થિક દબાણ અને તુલનાત્મક સ્પર્ધા પણ ઉભી કરે છે.આની અસર મન પર પણ પડે છે. ઘણા યુવાનોમાં એક પ્રકારની તુલના શરૂ થઈ જાય છે-બીજાએ કેટલો ખર્ચ કર્યો? મારા પાર્ટનરને શું મળ્યું? આ દબાણથી કેટલાકને આર્થિક તણાવ થાય છે, કેટલાકને સંબંધોમાં અસુરક્ષા અનુભવાય છે.

મદનોત્સવથી વેલેન્ટાઈન સુધી: ભારતીય સંસ્કૃતિમાં પ્રેમની ઉજવણીનો ઈતિહાસ

કાલિદાસના કાવ્યોથી લઈને સોશિયલ મીડિયાની રીલ્સ સુધી બદલાતું રોમાન્સનું સ્વરૂપ

- Advertisement -

વ્યસ્ત જિંદગીમાં એકબીજા માટે સમય ફાળવવો એ જ સૌથી મોટી ગિફ્ટ; સાચી લાગણી માર્કેટિંગ પર નિર્ભર નથી

ભારતીય સંસ્કૃતિમાં પ્રેમ હંમેશા સાદગી, વિશ્વાસ અને લાંબા સમય સુધી ચાલતી પરસ્પર સમજ પર આધારિત રહ્યો છે. અહીં સંબંધો માત્ર લાગણીની અભિવ્યક્તિ પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ પરિવારિક મૂલ્યો, જવાબદારી અને સહઅસ્તિત્વ સાથે ગાઢ રીતે જોડાયેલા રહે છે. સંબંધોની મજબૂતી ઘણી વખત મોટા પ્રદર્શન કરતાં નાનાં પરંતુ સચોટ લાગણીસભર હાવભાવમાં જોવા મળે છે.
પરંતુ આજના શહેરી જીવનમાં જીવનશૈલી અને વિચારધારામાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. વ્યક્તિવાદ, સામાજિક સ્વીકાર અને દેખાવ આધારિત અભિવ્યક્તિ વધતા સંબંધોને વ્યક્ત કરવાની રીતોમાં પણ ફેરફાર જોવા મળે છે. લાગણીઓ હવે ઘણી વખત જાહેર રીતે વ્યક્ત થવા લાગી છે, જેમાં તાત્કાલિક આનંદ અને બહારથી દેખાતી ખુશીને વધારે મહત્વ આપવામાં આવે છે.
આ બદલાતી માનસિકતા અને જીવનશૈલી વચ્ચે વેલેન્ટાઈન વિક જેવા પ્રસંગો આ પરિવર્તનના પ્રતીક તરીકે સામે આવે છે. તે પ્રેમની ઉજવણીનો એક આધુનિક માધ્યમ છે, પરંતુ સાથે સાથે સંબંધોની અભિવ્યક્તિ કેવી રીતે સમય સાથે બદલાઈ રહી છે તેનો પણ પ્રતિબિંબ દર્શાવે છે.
પણ આ બધું હોવા છતાં એવું નથી કે વેલેન્ટાઈન વીકને સંપૂર્ણ નકારી કાઢવું જોઈએ. વ્યસ્ત જિંદગીમાં ક્યારેક એક ખાસ દિવસની જરૂર પડે છે-જ્યાં બે લોકો એકબીજા માટે સમય કાઢે, નાની-નાની વાતો કરે, હસે અને નજીક આવે. ઘણા દંપતીઓ માટે આ અઠવાડિયું સંબંધને નવું જોમ આપવાનો, એકબીજાને યાદ અપાવવાનો અવસર બને છે. અનેક દંપતી અને મિત્રો માટે આ સમય સંબંધોને ઉજવવાનો અને નજીક આવવાનો અવસર બની રહે છે. બજાર દ્વારા સર્જાયેલા પ્રસંગો ઘણી વખત સામાજિક સંવાદને પણ પ્રોત્સાહિત કરે છે. બજારે આને વેચાણનું સાધન બનાવ્યું હોય તો પણ, તેનો ઉપયોગ સાચી લાગણી વ્યક્ત કરવા માટે કરી શકાય છે. પ્રશ્ન એ નથી કે વેલેન્ટાઈન વિક ઉજવવો જોઈએ કે નહીં. મુખ્ય પ્રશ્ન એ છે કે આપણે તેને કેવી રીતે ઉજવીએ છીએ. જો પ્રેમની અભિવ્યક્તિ માત્ર ભૌતિક ભેટો અને ખર્ચ સુધી સીમિત થઈ જાય, તો તે લાગણીનું વ્યાપારીકરણ બની જાય છે. પરંતુ જો તેને લાગણીઓ, સમય અને સમજના વહેંચાણ તરીકે ઉજવવામાં આવે, તો તે સંબંધોને વધુ મજબૂત બનાવી શકે છે. આ ઉપરાંત, પ્રેમ અને રોમાન્સની ઉજવણી તો આપણી પોતાની પ્રાચીન સંસ્કૃતિમાં પણ ઊંડી રીતે રોપાયેલી છે. પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં અનેક જગ્યાએ વસંતોત્સવ અને મદનોત્સવનો ઉલ્લેખ જોવા મળે છે-એ બંને વસંતઋતુના તહેવારો જેમાં કામદેવ (પ્રેમના દેવ)ની પૂજા, રંગોની રમત, ગીત-સંગીત, નૃત્ય અને રોમાન્ટિક ઉલ્લાસનું વર્ણન મળે છે. કાલિદાસ, શ્રીહર્ષ જેવા મહાકવિઓના નાટકો અને કાવ્યોમાં આ તહેવારોને ખૂબ જીવંત રીતે ચિત્રિત કરવામાં આવ્યા છે, જ્યાં પ્રેમનો ખુમાર, યુવાનોની મસ્તી અને લાગણીઓનો ઉછાળો બધું જ સમાયેલું છે. આ તહેવારોમાં પણ રતિરાગ અને પ્રેમની અભિવ્યક્તિને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું હતુંલ, વ્યાપારિકરણના રૂપમાં નહીં, પરંતુ પ્રકૃતિની સાથે જોડાયેલી, સામૂહિક ઉલ્લાસ અને ભાવનાત્મક ઉચ્છ્વાસના સ્વરૂપમાં.
એ જ રીતે, હોળીની રંગની ઉજવણી અને તેમાં ગવાતા ફાગમાં પણ રતિરાગ અને પ્રેમનો મહિમા ગવાયો છે. ફાગના ગીતોમાં રાધા-કૃષ્ણની લીલા, રંગોની રમત દ્વારા પ્રેમની નજીકી, નખરાળી વાતો અને રોમાન્ટિક ખેલનું વર્ણન ભરપૂર મળે છે. આ ગીતો ગામડાંઓમાં, શહેરોમાં, લોકસંગીતમાં આજે પણ જીવંત છે-જેમાં પ્રેમને સાદગીથી, ખુશીથી અને સામૂહિક ઉત્સાહથી વ્યક્ત કરવામાં આવે છે, નહીં કે મોંઘી ભેટો કે પ્રદર્શનથી.
આમ, પ્રેમની ઉજવણી આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ રહી છે-બસ તેનું સ્વરૂપ સમય સાથે બદલાયું છે. વેલેન્ટાઈન વીક આજના ગ્લોબલ, ડિજિટલ યુગમાં તે જ પ્રાચીન ભાવનાને નવા રંગે રજૂ કરે છે. પણ મુખ્ય પ્રશ્ન એ નથી કે વેલેન્ટાઈન વીક ઉજવવો જોઈએ કે નહીં. મુખ્ય પ્રશ્ન એ છે કે આપણે તેને કેવી રીતે ઉજવીએ છીએ. જો પ્રેમની અભિવ્યક્તિ માત્ર ભૌતિક ભેટો અને ખર્ચ સુધી સીમિત થઈ જાય, તો તે લાગણીનું વ્યાપારીકરણ બની જાય છે. પરંતુ જો તેને લાગણીઓ, સમય અને સમજ સાથે ઉજવવામાં આવે તો તે સંબંધોને વધુ મજબૂત બનાવી શકે છે.
અંતે, પ્રેમ કોઈ માર્કેટિંગ અભિયાનથી જન્મતો નથી અને કોઈ ગિફ્ટ પર નિર્ભર પણ નથી. પ્રેમ તો માનવ સંબંધોની સૌથી સ્વાભાવિક અને આત્મીય અભિવ્યક્તિ છે. બજાર તેને ઉજવણીનું સ્વરૂપ આપી શકે, પરંતુ તેની મૂળભૂત ઊંડાણ અને અર્થ માત્ર લાગણીઓમાં જ વસે છે.

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વેલેન્ટાઈન, મહા શિવરાત્રી અને શાશ્ર્વત પ્રેમ, અર્ધનારીશ્ર્વર
Next Article ગરીબોના ઝુંપડા તેમના સ્વપ્ન મહેલ સમાન હોય છે, તેને ધરાશાયી કરવા તે અમાનવીયતા : પુરૂષોત્તમ પીપરીયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
આવાસ લઉં બે-ચાર? અરે લ્યો ને દસ-બાર! : RMCના અધિકારીઓ-પદાધિકારીઓની ગજબનાક ભૂખ
લો, બોલો! ગુજરાતમાં પોલીસ પણ ‘ઓન પેમેન્ટ’ ભાડે મળે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
Hemadri Acharya Dave

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?