By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    6 hours ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    6 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત
    5 hours ago
    બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
    6 hours ago
    રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન
    6 hours ago
    ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
    7 hours ago
    ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 day ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રેસકોર્સ રિંગ રોડે રાત્રીના સમયે રસ્તા પર ફૂડ ટ્રક્સનું ન્યૂસન્સ…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રેસકોર્સ રિંગ રોડે રાત્રીના સમયે રસ્તા પર ફૂડ ટ્રક્સનું ન્યૂસન્સ…
રાજકોટ

રેસકોર્સ રિંગ રોડે રાત્રીના સમયે રસ્તા પર ફૂડ ટ્રક્સનું ન્યૂસન્સ…

Khaskhabar Editor
Last updated: 2026/04/20 at 4:28 PM
Khaskhabar Editor 4 months ago
Share
5 Min Read
SHARE

સ્માર્ટ સિટી નહીં ‘નાસ્તા સિટી’

રાજકોટના રાજપથ કહેવાતા રોડ ઉપર ખાણી-પીણીવાળાઓને ધંધો કરવાની ખુલ્લેઆમ છૂટ, અંદરના ભાગે ઉભા રહેતાં ચકરડીવાળાઓને સખ્ત મનાઇ!

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

શહેરની શાન ગણાતો અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ હેઠળ વિકસાવાયેલો રેસકોર્સ રિંગ રોડ આજે બેદરકારી અને અયોગ્ય વ્યવસ્થાપનનું જીવંત ઉદાહરણ બની ગયો છે. જ્યાં એક તરફ નાગરિકોને આરોગ્યપ્રદ જીવન માટે વોકિંગ ટ્રેક અને સ્વચ્છ વાતાવરણ પૂરુ પાડવાનો દાવો કરવામાં આવ્યો હતો, ત્યાં હવે રાત્રિના સમયે આ વિસ્તાર ‘નાસ્તા બજાર’માં ફેરવાઈ ગયો છે. ફૂડ ટ્રકો અને લારીઓના અતિક્રમણથી રસ્તો સાવ સાંકડો બની ગયો છે અને ટ્રાફિકની સમસ્યા રોજિંદી બની ગઈ છેમ દરરોજ સાંજ પડતાં જ રેસકોર્સ વિસ્તારમાં ફૂડ ટ્રકોનો મસમોટો જમાવડો જોવા મળે છે. ફૂટપાથથી લઈને રસ્તાના અડધા ભાગ સુધી આ લારીઓ કબજો જમાવી લે છે, જેના કારણે વોકિંગ માટે આવતા નાગરિકો માટે કોઈ જગ્યા જ બાકી રહેતી નથી. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે આ સ્થિતિ અત્યંત જોખમી બની ગઈ છે. એક સમયે આરામ અને સ્વાસ્થ્ય માટે ઓળખાતો આ વિસ્તાર હવે ગેરવ્યવસ્થાનો શિકાર બન્યો છે.
નાસ્તો કરવા આવતા લોકો દ્વારા પણ કરવામાં આવતું આડેધડ પાર્કિંગ સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. મોંઘીદાટ કાર રસ્તાની વચ્ચે પાર્ક કરવામાં આવતી હોવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે. ટુ-વ્હીલર સવારોને જોખમ લઈ પસાર થવું પડે છે, જ્યારે ઇમરજન્સી વાહનો માટે પણ રસ્તો ખુલ્લો રહેતો નથી. આ સ્થિતિ કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહી છે. સ્થાનિક નાગરિકો અને જાગૃત વર્ગમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો ખુલ્લેઆમ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (છખઈ) દ્વારા આ પ્રકારના અતિક્રમણને મૌખિક કે લેખિત મંજૂરી આપવામાં આવી છે? જો મંજૂરી નથી, તો ‘દબાણ હટાવ વિભાગ’ કેમ નિષ્ક્રિય બની બેઠો છે? શું કોઈ પ્રભાવશાળી તત્વોની ‘મીઠી નજર’ હેઠળ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે?
નાગરિકોનું કહેવું છે કે સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બનાવવામાં આવેલા રેસકોર્સ રિંગ રોડની હાલત આજે શરમજનક બની ગઈ છે. જ્યાં સફાઈ, શિસ્ત અને વ્યવસ્થા હોવી જોઈએ, ત્યાં માત્ર ગેરકાયદેસર ધંધા અને અસ્તવ્યસ્તતા જ જોવા મળી રહ્યા છે. આ સ્થિતિ શહેરની છબી પર પણ નકારાત્મક અસર કરી રહી છે, ખાસ કરીને બહારથી આવતા પ્રવાસીઓ માટે ખોટો સંદેશ આપે છે. જો તંત્ર તાત્કાલિક કડક પગલાં નહીં ભરે તો આ સમસ્યા વધુ વિકરાળ બની શકે છે. ટ્રાફિક નિયંત્રણ, અતિક્રમણ હટાવવાની કાર્યવાહી અને ફૂડ ટ્રકો માટે અલગ ઝોન નિર્ધારિત કરવું સમયની માંગ બની ગઈ છે. સાથે જ નિયમોનું કડક પાલન અને સતત દેખરેખ જરૂરી છે. હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે શું છખઈ હવે પણ ‘આંખ આડા કાન’ની નીતિ અપનાવશે કે નાગરિકોના હિતમાં કડક કાર્યવાહી કરીને રેસકોર્સ રિંગ રોડને તેની જૂની ઓળખ પરત અપાવશે?.

તંત્રએ નક્કી કરાયેલા ઝોન કરતાં વધુ અનિયંત્રિત ઝોન વાસ્તવમાં ઉભા થયા !

- Advertisement -

અમલનો અભાવ : શહેરમાં વ્યવસ્થિત સ્ટ્રીટ ફૂડ વ્યવસ્થા ઉભી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફૂડ અને હોકર ઝોન માટે આયોજન કરવામાં આવ્યું હોવા છતાં, તેની અસરકારક અમલવારીના અભાવે આજે સ્થિતિ સંપૂર્ણપણે વિપરીત બની ગઈ છે. કાગળ પર નિર્ધારિત ઝોન હોવા છતાં, શહેરના અનેક મુખ્ય માર્ગો પર ફૂડ ટ્રકો અને લારીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે.
નિયમનો ભંગ : તંત્ર દ્વારા બનાવાયેલા ઝોનિંગ મોડલનો હેતુ ટ્રાફિક વ્યવસ્થા જાળવવી, ફૂટપાથ ખાલી રાખવા અને નાગરિકોને સુવિધાજનક ફૂડ ઝોન પૂરા પાડવાનો હતો. પરંતુ ગ્રાઉન્ડ પર જોવા જઈએ તો રેસકોર્સ રિંગ રોડ, 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ જેવા વિસ્તારોમાં ફૂડ ટ્રકોનો એવો જમાવડો જોવા મળે છે કે જ્યાં નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે.
સુરક્ષા સામે સવાલ : હાલની પરિસ્થિતિમાં નક્કી કરાયેલા ઝોન કરતાં વધુ અનિયંત્રિત ઝોન વાસ્તવમાં ઉભા થઈ ગયા છે, જે તંત્રની અમલક્ષમતાની ખામી તરફ સીધી આંગળી કરે છે. ફૂટપાથ પર અતિક્રમણ, રસ્તા પર આડેધડ પાર્કિંગ અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ રોજિંદી બની ગઈ છે. વોકિંગ માટે બનાવાયેલા વિસ્તારો પણ હવે વેપાર માટે વપરાઈ રહ્યા છે, જેના કારણે નાગરિકોની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે.
કાર્યવાહીની માંગ : નિયમિત ચેકિંગ અને દંડાત્મક પગલાંના અભાવે ગેરવ્યવસ્થા વધતી જઈ રહી છે. હાલમાં નાગરિકોની મુખ્ય માંગ એ છે કે ફૂડ ટ્રકોને માત્ર સત્તાવાર ઝોનમાં જ મર્યાદિત કરવામાં આવે, અનધિકૃત અતિક્રમણ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને મુખ્ય રસ્તાઓને ‘નો-વેન્ડિંગ ઝોન’ જાહેર કરવામાં આવે.

You Might Also Like

રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે

સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા

જય હિન્દ કાફે સીલ : 41 પેઢીમાં તપાસ, 32 કિલો અખાદ્ય ખોરાક અને 120 લિટર કોલ્ડડ્રિંક્સનો નાસ

9 કરોડની આરટીઓ કચેરી પરંતૂ સ્વચ્છતા અને સુરક્ષા 0

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું
Next Article મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટમાં મોક્ષ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : સંચાલક અને મેનેજર ફરાર
રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ
કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?