અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ વોશિંગ્ટનમાંથી એક અત્યંત ભયાનક અને હૃદયકંપાવનારી દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલી એક પલ્પ અને પેપર મિલમાં કેમિકલ ટેન્ક અચાનક ફાટવાને કારણે મોટો બ્લાસ્ટ થયો છે.
આ ભયાનક વિસ્ફોટમાં અનેક લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 9 લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક ફાયર ડિપાર્ટમેન્ટ અને કંપની પ્રશાસન દ્વારા આ દુર્ઘટના સ્થળને ‘માસ કેઝ્યુઅલ્ટી સીન’ (સામૂહિક હતાહત સ્થળ) ઘોષિત કરવામાં આવ્યું છે.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર, આ દર્દનાક અકસ્માત દક્ષિણ-પશ્ચિમ વોશિંગ્ટનમાં સ્થિત ‘નિપ્પોન ડાયનાવેવ પેકેજિંગ કંપની’માં મંગળવારે સવારે સ્થાનિક સમય મુજબ આશરે 7ઃ15 વાગ્યે થયો હતો. મિલની અંદર આવેલી એક વિશાળ કેમિકલ ટેન્કમાં અચાનક જોરદાર ધડાકો થયો હતો, જે એટલો શક્તિશાળી હતો કે જોતજોતામાં આખી યુનિટ મલબાના ઢગલામાં તબદીલ થઈ ગઈ હતી.
બ્લાસ્ટની માહિતી મળતાની સાથે જ આશરે 40 જેટલા ફાયર ફાઇટર્સ, પેરામેડિક્સ અને પ્રાદેશિક જોખમી પદાર્થોની ખાસ સ્પેશિયલ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. મલબા હેઠળ દબાયેલા અને લાપતા થયેલા 9 કર્મચારીઓની શોધખોળ માટે કલાકો સુધી મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
કાયદા અમલીકરણ અધિકારીઓ અને કંપની દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદન અનુસાર, આ અકસ્માતમાં ઘણા લોકોના જીવ ગયા છે અને મોટી સંખ્યામાં શ્રમિકો ગંભીર રીતે દાઝી જવાથી તેમજ ઝેરી ગેસ શ્વાસમાં જવાને કારણે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે ખસેડાયા છે




