By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    8 hours ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    1 day ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    2 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    3 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    8 hours ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    8 hours ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    9 hours ago
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    1 day ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    9 hours ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    6 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?
Bhavy Raval

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

Khaskhabar Editor
Last updated: 2026/04/14 at 4:13 PM
Khaskhabar Editor 6 months ago
Share
7 Min Read
SHARE

ઘરના દીવા જ ઘર બાળે: કાર્યકરોનો રોષ અને જનતાની ઉપેક્ષા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે પરંતુ આ વખતે રાજકીય ગરમાવો માત્ર પક્ષો વચ્ચે જ નહીં, પક્ષની અંદરોઅંદર પણ જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાતાની સાથે જ અસંતોષની જ્વાળા પ્રગટી છે. વર્ષોથી પાયાનું કામ કરતા કાર્યકરોમાં અન્યાયની ભાવના પ્રબળ બની છે, જે આગામી ચૂંટણીના પરિણામો પર મોટી અસર પાડી શકે છે.
આજ સુધી રાજ્યના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હંમેશા રસાકસીભરી રહી છે પરંતુ 2026ની આ ચૂંટણી પક્ષો માટે ઘરના જ ઘા સમાન સાબિત થઈ રહી હોય તેમ જણાય છે. સત્તાધારી ભાજપ હોય, મુખ્ય વિપક્ષ કોંગ્રેસ હોય કે ઊભરતી આમ આદમી પાર્ટી – ત્રણેય પક્ષોમાં ટિકિટ ન મળવાથી નારાજ કાર્યકરોએ બળવાના સૂર છેડ્યા છે. અમુક ખુલીને મેદાનમાં આવ્યા છે તો ઘણા મૌન રહીને પડદા પાછળથી ખેલ બગાડવાની ફિરાકમાં છે.
શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભાજપમાં સામાન્ય રીતે હાઈકમાન્ડનો નિર્ણય અંતિમ માનવામાં આવે છે, પરંતુ આ વખતે ચિત્ર થોડું અલગ છે. પક્ષમાં નવાસવા આવેલા પેરાશૂટ ઉમેદવાર અને ચોક્કસ જ્ઞાતિના લોકોને વધુ પડતી ટિકિટ ફાળવવામાં આવતા વર્ષો જૂના પાયાના કાર્યકરોમાં રોષ છે. અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મોટા મહાનગરોમાં કાર્યકરોએ જાહેરમાં વિરોધ પ્રદર્શિત કર્યો છે. રાજકોટમાં તો ટિકિટ આપેલા ઉમેદવારને સ્ટેજ પરથી ઉતારી દેવાના અને ક્યાંક તો મહિલા કાર્યકરોની આંખોમાં આંસુ અને નારાજગીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
આ વખતે રાજકીય પાર્ટીઓએ સીટોની ફાળવણીમાં જ્ઞાતિના સમીકરણો જાળવવામાં કેટલાક સક્રિય ચહેરાઓને કાપ્યા હોવાથી અસંતોષ વધુ વ્યાપ્યો છે. આ જ રીતે જૂથવાદ અને પાયાના કાર્યકરોની અવગણના કોંગ્રેસ માટે પણ મોટી સમસ્યા સાબિત થઈ છે. આ ચૂંટણી કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવી રાખવાનો જંગ છે, છતાં આંતરિક ખેંચતાણ ઓછી થવાનું નામ નથી લેતી. કોંગ્રેસે જ્યારે પાથરણાવાળા જેવી સામાન્ય મહિલાઓને ટિકિટ આપીને લોકશાહી બતાવવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે બીજી તરફ સંગઠનમાં કામ કરતા મજબૂત નેતાઓની બાદબાકી થતા અસંતોષ ફાટી નીકળ્યો છે.

- Advertisement -

સ્થાનિક ચૂંટણી ‘પ્રજા વિરુદ્ધ સમસ્યા’ને બદલે ‘પક્ષ વિરુદ્ધ કાર્યકર’ની બની

આ ચૂંટણીમાં ઉમેદવારની ખરી લડાઈ વિરોધ પક્ષ સાથે નથી પરંતુ પોતાના જ પક્ષના અસંતુષ્ટ સાથીઓ સાથે છે

ટિકિટ ન મળતા કેટલાક મહત્વના સ્થાનિક નેતાઓ ભાજપ કે અન્ય પક્ષ તરફ વળ્યા છે, જે કોંગ્રેસના પરંપરાગત મતોના સમીકરણો બગાડી શકે છે.
આમ આદમી પાર્ટી જે પોતાની જાતને અલગ વિચારધારાવાળી પાર્ટી ગણાવે છે, તે પણ આંતરિક અસંતોષથી બચી શકી નથી. સુરત, જામનગર અને અન્ય શહેરોમાં ઉમેદવારોની પસંદગી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. પક્ષના જ કેટલાક જૂના કાર્યકરોનો આરોપ છે કે, ટિકિટ વહેંચણીમાં પારદર્શિતા જળવાઈ નથી. શિક્ષિત, શિસ્તવાન અને સ્વચ્છ પ્રતિભાના નામે જાણીતી બનેલી પાર્ટીમાં જ્યારે સ્થાનિક કક્ષાએ વિવાદો વધે છે, ત્યારે કાર્યકરોની નૈતિક હિંમત તૂટતી જોવા મળે છે. અહીં પણ સંગઠન માટે પરસેવો પાડનારા કાર્યકરોને બદલે છેલ્લા સમયે આવેલા આયાતી નેતાઓને મહત્વ આપવાનાં કારણે પાયાના કાર્યકરોમાં નારાજગી છે.
ભાજપ, કોંગ્રેસ, આપ – જો આ ત્રણેય પક્ષો પોતાના નારાજ કાર્યકરોને મનાવવામાં નિષ્ફળ રહેશે, તો તેની સીધી અસર વોટિંગ ટકાવારી અને પરિણામો પર જોવા મળી શકે છે. ચૂંટણી જીતવા માટે માત્ર જનતાના મત નહીં, પણ કાર્યકરોનો ઉત્સાહ પણ એટલો જ જરૂરી છે. હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે, ત્રણેય પાર્ટીઓ માટે સૌથી મોટો પડકાર વિરોધી પક્ષ કરતા પોતાની અંદરના અસંતોષને શાંત કરવાનો છે. હવે પ્રશ્ર્ન એ થાય કે આ બધામાં પ્રજાનું શું? લોકશાહીમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે અપેક્ષા એવી હોય કે જનતાના જમીની પ્રશ્ર્નો જેમ કે રસ્તા, પાણી, ગટર, મોંઘવારી, સ્વાસ્થ્ય, સલામતી અને શિક્ષણ ચર્ચાના કેન્દ્રમાં હોય. પરંતુ હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે, આ ચૂંટણી ‘પ્રજા વિરુદ્ધ સમસ્યા’ને બદલે ’પક્ષ વિરુદ્ધ કાર્યકર’ની બની ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનને ગણતરીના દિવસો બાકી છે છતાં હજુ સુધી મતદારોની મુસીબતો પર કોઈ ખાસ ધ્યાન દેવાતું હોય એવું લાગતું નથી. એટલે આ ચૂંટણી આગળ જતાં નિરસ બની રહેવાની સંભાવના પણ છે. અત્યારે તો દરેક પાર્ટીના અસંતુષ્ટ પાછા એવો ડોળ કરતા નજરે પડે છે કે અમે તો પાર્ટીના કામે લાગી ગયા છીએ. હકીકતમાં તેઓ એવા ધંધે લાગ્યા છે કે, એ મહાશય કે મોહતરમા તમાચો મારી ગાલ લાલ રાખી ફરે છે. ન રહેવાઈ, ન સહેવાઈ, ન કહેવાઈની આ સ્થિતિ ચૂંટણીમાં હાર કરતા પણ વધુ દુ:ખદાયક છે. અને આ બધા કારણે જ વર્તમાન ચૂંટણીમાં ક્રોસ વોટિંગ સાથે પેનલો તૂટવાની સૌથી વધુ શક્યતાઓ સેવાઈ રહી છે. મતલબ કે, આ બધી જ માથાકૂટનું પરિણામ 28 એપ્રિલ જાણવા મળી જશે.
રાજકીય વિશ્લેષકો હંમેશા કહેતા હોય છે કે, ચૂંટણી મેદાનમાં જીતવા માટે સેનાપતિ મજબૂત હોવો જોઈએ પણ લડાઈ તો સૈનિકો (કાર્યકરો) જ જીતાડે છે. જો આ સૈનિકો જ હથિયાર હેઠા મૂકી દે અથવા ઘરભેગા થઈ જાય તો ગમે તેવો મજબૂત ઉમેદવાર પણ હારી શકે છે. દરેક વોર્ડ કે બેઠક પર પક્ષના પાયાના કાર્યકરોનું એક નેટવર્ક હોય છે. જ્યારે તેમની અવગણના કરીને કોઈ ’પેરાશૂટ’ કે ’પસંદગીના’ ઉમેદવારને ઉતારવામાં આવે છે, ત્યારે તે પાર્ટી અને કાર્યકરોના આ આંતરિક ડખ્ખામાં સૌથી મોટું નુકસાન સામાન્ય જનતાનું થાય છે. તેથી જ અત્યારે ચર્ચા એ નથી થતી કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા કેવી રીતે ઉકેલાશે, પણ ચર્ચા એ થાય છે કે “ફલાણા ભાઈને ટિકિટ કેમ ન મળી?” ઉમેદવારો અત્યારે મતદારોને રિઝવવાને બદલે પોતાના પક્ષના નારાજ જૂથોને મનાવવામાં શક્તિ વેડફી રહ્યા છે. જો કાર્યકરોનો અસંતોષ જ ચૂંટણીનો મુખ્ય મુદ્દો બની જાય તો જનતા પાસે વિકલ્પ શું? મતદાર જ્યારે પોલિંગ બૂથ પર જશે ત્યારે તેને એ સમજાશે નહીં કે તે વિકાસ માટે મત આપી રહ્યો છે કે કોઈની આંતરિક હરીફાઈનું સાધન બની રહ્યો છે.
રાજકીય પક્ષોએ સમજવું પડશે કે કાર્યકરોની નારાજગી માત્ર હાર-જીતનો વિષય નથી, પણ તે પ્રજાના વિશ્વાસ સાથેનો દ્રોહ છે. જો ચૂંટણી માત્ર ‘ટિકિટની વહેંચણી’ અને ‘અસંતોષ’ની આસપાસ જ ફરતી રહેશે તો સામાન્ય માણસના પ્રશ્ર્નો ફરી એકવાર હાંસિયામાં ધકેલાઈ જશે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય.. જે પક્ષ પોતાના નારાજ કાર્યકરોને મનાવવામાં અને તેમને ફરીથી કામ પર લગાડવામાં સફળ રહેશે તે જ મેદાન મારી જશે. નહીંતર ઘરના જ દીવા ઘર બાળશે એ કહેવત મુજબ કાર્યકરો જ પોતાના પક્ષના ઉમેદવારો માટે સૌથી મોટો અવરોધ સાબિત થશે. ટૂંકમાં કહીએ તો આ ચૂંટણીમાં ઉમેદવારની ખરી લડાઈ વિરોધ પક્ષ સાથે નથી, પરંતુ પોતાના જ પક્ષના અસંતુષ્ટ સાથીઓ સાથે છે. હવે જો રાજકીય પક્ષો પ્રજાના પ્રશ્ર્નોને બદલે આંતરિક અસંતોષમાં જ અટવાયેલા રહેશે તો મતદારોનો વિશ્વાસ જીતવો તેમના માટે અઘરો સાબિત થશે.

- Advertisement -

You Might Also Like

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બિહારમાં CM પદેથી નિતિશના રામ-રામ…સમ્રાટ બનશે સરતાજ
Next Article ભાજપ માટે ચિંતાજનક: સંમેલન-શપથવિધિ કાર્યક્રમોમાં વરિષ્ઠ નેતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓની ગેરહાજરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો
મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી
ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorBhavy Raval

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?