ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
નીતિશ કુમારે મંગળવારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું. તેઓ સમ્રાટ ચૌધરી અને વિજય ચૌધરી સાથે એક જ કારમાં રાજભવન પહોંચ્યા હતા. આજે મંગળવારે બિહારમાં નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે. છેલ્લા 20 વર્ષથી મુખ્યમંત્રી રહેલા નીતિશ કુમાર રાજીનામું આપ્યું.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પટના પહોંચ્યા છે. આ પહેલા નીતિશ કુમાર મંત્રીમંડળની છેલ્લી બેઠક યોજાઈ હતી. નીતિશ કુમારે જણાવ્યું હતું કે, હું 2005માં સત્તામાં આવ્યો હતો અને મારાથી જે થઈ શક્યું તે કર્યું. નવી સરકારને મારું માર્ગદર્શન મળતું રહેશે.
વહેલી સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને તેજ હિલચાલ હતી. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી. નીતિશ કુમાર અને સમ્રાટ ચૌધરી એક જ કારમાં આંબેડકર સમારોહ માટે નીકળ્યા. તેઓ પાછળની સીટ પર સાથે બેઠા. નીતિશે હાઇકોર્ટમાં આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી.
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ નવા ઈખના નામની જાહેરાત કરશે. ભાજપે તેમને પોતાના નિરીક્ષક બનાવ્યા છે. જ્યારે, આવતીકાલે સવારે 11 વાગ્યે રાજભવનમાં નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે.



