By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    46 minutes ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    1 day ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    2 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    2 days ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    40 minutes ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    1 hour ago
    હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
    1 hour ago
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    1 day ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 day ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    5 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    6 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જ્યારે આપણે જન્મ્યા ત્યારે આપણે રડતા હતા અને જગત હસતું હતું, એવું કાર્ય કરીને વિદાય લઈએ કે આપણે હસતા હોઈએ અને જગત રડતું હોય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > જ્યારે આપણે જન્મ્યા ત્યારે આપણે રડતા હતા અને જગત હસતું હતું, એવું કાર્ય કરીને વિદાય લઈએ કે આપણે હસતા હોઈએ અને જગત રડતું હોય
Shailesh Sagpariya

જ્યારે આપણે જન્મ્યા ત્યારે આપણે રડતા હતા અને જગત હસતું હતું, એવું કાર્ય કરીને વિદાય લઈએ કે આપણે હસતા હોઈએ અને જગત રડતું હોય

Khaskhabar Editor
Last updated: 2024/12/21 at 3:56 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

કથામૃત:

એક રાજાને બે કુંવર હતા. કુંવર યુવાન થતા હવે રાજગાદી સોંપવાનો વારો આવ્યો. રાજા ઉંમરમાં મોટો હોય તેને નહીં, જે વિચારમાં અને આચારમાં મોટો હોય એને ગાદી સોંપવા માંગતા હતા. એક દિવસ રાજાએ આ બંને કુંવરને બોલાવ્યા અને કહ્યું, જો હું તમને એક કામ સોંપું છું. હું તમને બંનેને 1000 રૂપિયા આપીશ. તમારે એ 1000 રૂપિયામાંથી જે ખરીદવું હોય તે ખરીદવાની છૂટ. તમને બંનેને એક સરખા રૂમ આપીશ. એ રૂમ જે ખરીદો એનાથી પૂરેપૂરા ભરાઈ જવા જોઈએ. હું આવતા અઠવડિયે તમને મળીશ.

- Advertisement -

એક અઠવડિયા બાદ રાજાએ બંને કુંવરને ફરીથી બોલાવ્યા અને પૂછ્યું, મેં તમને અઠવડિયા પહેલા જે કામ સોંપ્યું હતું તે પૂરું થઈ ગયું ? બંનેએ હસતાં હસતાં કહ્યું, હા, પિતાજી. રાજાએ તુરંત જ પ્રધાનને આજ્ઞા કરી, પ્રધાનજી ચાલો આપણે આ બંને કુંવરોને સાથે લઈને એમણે જે વસ્તુઓથી રૂમ ભર્યા છે તે જોવા માટે જઈએ.

સૌથી પહેલા મોટા કુંવરને આપેલ રૂમ પાસે ગયા. રૂમની બહાર ઊભા રહીને રાજાએ મોટા કુંવરને પૂછ્યું, બેટા, રૂમ આખે આખો ભરેલો છે ને ? કુંવરે ખુમારી સાથે હા પાડી એટલે રૂમને ઉઘાડવામાં આવ્યો. આખો રૂમ કચરાથી ભરેલો હતો અને ખૂબ જ દુર્ગંધ આવતી હતી. રાજા અને બીજા તમામ તુરંત જ ત્યાંથી રવાના થઈ ગયા અને રાજાએ ખિજાઈને પૂછ્યું, આવા ગંદા કચરાથી રૂમ ભરાય ? તો સામે કુંવરે પણ જડબાતોડ જવાબ આપતા કહ્યું, 1000 રૂપિયામાં આખો રૂમ ભરી આપવાનો કહો તો પછી આવી જ વસ્તું આવે ને ! રાજા નાના કુંવરના રૂમ પાસે ગયા અને રૂમ ઉઘાડતા પહેલા રાજાએ પૂછ્યું, બેટા, તેં પણ રૂમ આખે આખો ભર્યો છે ને ? કુંવરે હા પાડી એટલે રાજાએ કહ્યું, બેટા, મોટાભાઈ જેવું તો નથી કર્યું ને ? નાના કુંવરે જવાબ આપતા કહ્યું, પિતાજી, મેં મારાથી બનતા તમામ પ્રયાસ કર્યા છે. મને આશા છે, આપને ચોક્કસ ગમશે.

રૂમ ખોલવામાં આવ્યો તો રૂમમાં સુંદર નાના દીવાઓ કરેલા હતા અને અગરબત્તી પ્રગટાવેલી હતી. અગરબત્તીની સુગંધથી અને દિપકના પ્રકાશથી આખો રૂમ ભરાયેલો હતો. રાજા નાના કુંવરને ભેટી જ પડ્યો અને પોતાનો વારસ બનાવ્યો.

- Advertisement -

બોધામૃત:

પરમાત્માએ આપણને પણ આયુષ્યરૂપી 1000 રૂપિયા આપીને આ જીવતરના ઓરડાને પૂરેપૂરો ભરવા માટે મોકલ્યા છે. હવે ઓરડાને નાશ પામે એવા રૂપિયા-પૈસાથી ભરવો છે કે ક્યારેય નાશ ન પામે એવી સેવાની સુવાસથી ભરવો છે, એ આપણે જ નક્કી કરવાનું છે.

અનુભવામૃત: 

આપણા જીવનનો સૌથી મહત્ત્વનો હેતુ માત્ર એક જ છે, બીજાને મદદ કરવી. – દલાઈ લામા

You Might Also Like

માણસનું જીવન

ઝડપથી કામો પૂરા કરવા છે?

સ્વામી રામદાસનો ઉપદેશ

શ્રમનો આદર

સૌથી મોટો મૂર્ખ

TAGGED: life lesson
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધોનીની સરકારી જમીન પર બનાવેલા મકાનનો કોમર્શિયલ ઉપયોગ મામલે તપાસ
Next Article હે અર્જુન! “ઇન્દ્રિયોમાં મન હું છું” મન સ્વયં પરમાત્મા છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ
કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorShailesh Sagpariya

માણસનું જીવન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
AuthorShailesh Sagpariya

ઝડપથી કામો પૂરા કરવા છે?

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
AuthorShailesh Sagpariya

સ્વામી રામદાસનો ઉપદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?