રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 3992 જવાનોનો બંદોબસ્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટની મુલાકાતે આવવાના છે. ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સાથે મળી તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાથી સીધા ગુજરાતની પ્રથમ રાજકોટ એઇમ્સનું ઉદ્ધાટન કરશે. જેને લઇને રાજકોટ મનપા અને શહેર ભાજપ દ્વારા શહેરના વિવિધ માર્ગો પર વડાપ્રધાનને આવકારતા પોસ્ટર અને કેસરી ધજા લગાડવામાં આવી તેમજ રોડની સાઇડ પર સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
- Advertisement -
વડાપ્રધાન મોદીના જુના એરપોર્ટથી રેસકોર્ષ સુધીના રોડ શોને લઇને રસ્તાઓને રિપેર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
શહેર પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવના અધ્યક્ષ સ્થાને એ એડિશનલ સીપી, 13 એસપી, 24 ડીવાયએસપી, 64 પીઆઇ, 218 પીએસઆઈ, 2450 એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, 591 ટીઆરબી, 552 હોમગાર્ડ અને 76 એસઆરપી સહિત 3992 જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.