ડાર્ક વેબ મારફત મંગાવાતા ડ્રગ્સ ઉપર સાયબર ક્રાઈમ પોલીસ નજર રાખશે : શાળા-કોલેજોમાં જનજાગૃતિના કાર્યક્રમો
ગામો તેમજ વિસ્તારમાં નશીલા પદાર્થની હેરાફેરી અટકાવવા નાગરિકોને જાણ કરવા જિલ્લા પોલીસ દ્વારા અપીલ
- Advertisement -
રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા એનડીપીએસના ડિટેક્શન, ઈન્વેસ્ટિગેશન તથા કન્વિકશન અંગે તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાના તમામ ૨૪ પોલીસ મથકના ઈન્ચાર્જ, તમામ પીએસઆઈ, રાઈટર અને ડી સ્ટાફના કર્મચારીઓ સહિત ૨૫૦ જેટલા અધિકારી-કર્મચારીઓએ ભાગ લીધો હતો.
વકતા તરીકે હાજર એડવોકેટ ભગીરથસિંહ ડોડિયાએ તપાસમાં રહી જતી નાની-નાની ક્ષતિઓને કઈ રીતે દૂર કરવી તે અંગે ઉદાહરણો સાથે સમજ આપી હતી. પોલીસ અધિક્ષકે ડ્રગ્સ યુવાધન અને સમાજ માટે ગંભીર ખતરો છે તેમ જણાવી તેને જડમૂળથી નાબૂદ કરવા દરેક પોલીસ સ્ટેશનના સ્ટાફને સર્તક રહેવા, બાતમીદારોનું નેટવર્ક મજબુત બનાવવા બાબતે ભાર મુકયો હતો. આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લામાં હવેથી એસઓજી, એન્ટી નાર્કોટિકસ વિંગ, સ્થાનિક પોલીસ સાથે સાયબર ક્રાઈમ પોલીસ પણ મદદમાં રહેશે તેવું નક્કી કરાયું હતું. ખાસ કરીને સાયબરું ક્રાઈમ પાલીસ ડાર્ક વેબ મારફત મંગાવાતા ડ્રગ્સ ઉપર નજર રાખશે. એટલું જ નહીં આ ડ્રગ્સના નાણાકિય વ્યવહારોનું ટેકનિકલ એનાલીસસ કરી સમગ્ર ચેઈન સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવશે રાજકોટ જિલ્લામાં નવી રચાયેલી એન્ટી નાર્કોટિકસ વિંગ હવે ડ્રગ્સ પેડલરો અને હોટ સ્પોટ પર સતત વોચ રાખશે. દરેક પોલીસ સ્ટેશનના સ્ટાફને પણ ડ્રગ્સના કેસો શોધવા સક્રિય ભૂમિકા સોંપવામાં આવી છે. ઓછા જથ્થાના કેસોમાં પણ કડક કાર્યવાહી અને ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા સૂચના આપવામાં આવી છે રીઢા ડ્રગ્સ પેડલરો સામે પીટ-એનડીપીએસ હેઠળ અટકાયતી પગલા લેવામાં આવશે. આ કાર્યક્રમમાં તપાસ અધિકારીઓના માર્ગદર્શન માટે એન્ટી નાર્કોટિકસ ટાસ્ક ફોર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી હેન્ડબુકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળા-કોલેજોમાં જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવશે દરેક પોલીસ સ્ટેશનને એન.ડી.પી.એસ.ના કેસો શોધવા સક્રિય ભૂમિકા સોંપવામાં આવી છે ઓછા જથ્થાના કેસોમાં પણ કડક કાર્યવાહી કરવા અને ‘ઝીરો ટોલરન્સ’ અભિગમ અપનાવવા સૂચના આપવામાં આવી છે ડ્રગ્સનું સેવન અને વેચાણ ગંભીર ગુનો છે, ઉપરાંત યુવાધન અને સમાજ માટે ખતરા રૂપ હોવાથી ગામો તેમજ વિસ્તારમાં નશીલા પદાર્થની હેરાફેરી અટકાવવા નાગરિકોને નજીકના પોલીસ મથકમાં તેમજ એસઆજીની ટીમને જાણ કરવા જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડિયાએ આપ્યું માર્ગદર્શન
રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત ડ્રગ તાલીમ કેમ્પમાં પોલીસ જયારે પણ એનડીપીએસના કેસો કરે ત્યારે શું તકેદારી રાખવી જોઈએ તે અંગે સૌરાષ્ટ્રના પ્રખર ધારાશાસ્ત્રી એડવોકેટ ભગીરથસિંહ ડોડીયાએ હાજર પોલીસ સ્ટાફને જરૂરી કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું ભગીરથસિંહ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જયારે પણ પોલીસ રેઇડ કરવા જાય ત્યારે રેઈડ-સર્ચની તમામ કાર્યવાહી સચોટ કરવી જોઈએ આ ઉપરાંત મુદ્દામાલ જપ્તી, સેમ્પલિંગ, પંચનામું, ચેઈન ઓફ કસ્ટડી, એફ. એસ.એલ. રિપોર્ટ અને સમયસર ચાર્જશીટ કાળજીપૂર્વક રજૂ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તપાસમાં રહી જતી નાની ક્ષતિઓને કારણે આરોપીઓ કોર્ટમાંથી છૂટી ન જાય અને વધુમાં વધુ કેસોમાં સજા (કન્વિક્શન) થાય તે માટે કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખવું તે અંગે ઉદાહરણો સાથે જીંવાતપૂર્વક સમજ આપવામાં આવી હતી.
- Advertisement -
પાંચ વર્ષમાં ગુજરાતમાં ૧૩ હજાર કરોડથી વધુનું ડ્રગ્સ કબજે
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત પોલીસ દ્વારા ૩,૭૦૦ થી વધુ એન.ડી.પી.એસ. કેસો નોંધી ૫,૩૦૦ થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આશરે રૂ. ૧૩,૬૦૦ કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ યુવાનો સુધી પહોંચતું અટકાવવામાં આવ્યું છે.



