By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતની ફાયરિંગ રેન્જમાં જાપાન પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરશે
    3 days ago
    બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ
    4 days ago
    મંગળ પર ગ્લેશિયરની શોધ
    4 days ago
    ઇન્સ્ટાગ્રામનું ‘કલીન-અપ’ અભિયાન : અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ રોકવા હવે AI મોડલ કરશે સતત દેખરેખ
    5 days ago
    કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલે કહ્યું, શિક્ષણ-બેરોજગારીની ખામીના લીધે ભારત આર્થિક સંકટના આરે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગોલ્ડમાં ગોલમાલ ! : રેનિયમ પાઉડરથી ગ્રાહકો સાથે છેતરપિંડીનો ખેલ
    7 minutes ago
    નજીકના સંબંધીઓ વચ્ચે લગ્ન પર પ્રતિબંધ જરૂરીઃ સુપ્રીમ કોર્ટ
    2 days ago
    ‘રાજા’ મદનિયાને આસામથી વનતારા એરલિફ્ટ કરાયું
    2 days ago
    2027માં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ ભારત
    3 days ago
    માત્ર કેમેરા અને માઇક રાખવાથી કોઈ પત્રકાર બની જતું નથી : દિલ્હી પોલીસ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ન્યૂઝીલેન્ડ સામે ભારતની મજબૂત પકડ : 118 રનની લીડ મેળવી
    2 days ago
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    5 days ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    1 week ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    2 weeks ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    3 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવી 9 મહાનગરપાલિકાને વિના મુલ્યે ફાળવાશે સરકારી જમીન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > નવી 9 મહાનગરપાલિકાને વિના મુલ્યે ફાળવાશે સરકારી જમીન
ગુજરાત

નવી 9 મહાનગરપાલિકાને વિના મુલ્યે ફાળવાશે સરકારી જમીન

Khaskhabar Editor
Last updated: 2026/11/23 at 1:15 PM
Khaskhabar Editor 2 minutes ago
Share
4 Min Read
SHARE

શહેરી વિકાસને વેગ આપતો ગુજરાત સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય

ફાયર સ્ટેશન, પાણી-ગટર પ્રોજેક્ટ, વહીવટી ભવન સહિત 11 પ્રકારની જાહેર સુવિધા માટે જમીન મળશે

- Advertisement -

નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામને પાંચ વર્ષ માટે જમીન ફાળવણીના નિયમોમાં ખાસ છૂટછાટ

ગુજરાત સરકારે રાજ્યની નવરચિત નવ મહાનગરપાલિકાઓના માળખાકીય વિકાસને વેગ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવી મહાનગરપાલિકાઓને નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે જરૂરી સરકારી જમીન મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને જમીન ખરીદવાના આર્થિક ભારણમાંથી રાહત આપવા રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જમીન ફાળવણીના પ્રવર્તમાન નિયમોમાં પાંચ વર્ષ માટે ખાસ છૂટછાટ આપવામાં આવી છે. આ નિર્ણયના પગલે હવે નવરચિત મહાનગરપાલિકાઓને વિવિધ જાહેર સુવિધાઓના નિર્માણ માટે સરકારી જમીન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા સરળ બનશે.

રાજ્યમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યા બાદ આ શહેરોમાં વહીવટી માળખું વિકસાવવા તેમજ નાગરિકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે જમીનની જરૂરિયાત ઊભી થઈ છે. જોકે, નવી મહાનગરપાલિકાઓ પાસે પૂરતી સરકારી જમીન ઉપલબ્ધ ન હોવાને કારણે વિકાસકાર્યો માટે જમીન મેળવવી અને તેની ખરીદી કરવી આર્થિક રીતે પડકારરૂપ બની શકે તેમ હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે જમીન ફાળવણીની પ્રક્રિયામાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે.

- Advertisement -

મહેસૂલ વિભાગના ઠરાવ અનુસાર નવરચિત મહાનગરપાલિકાઓના વિસ્તારોમાં કુલ 11 પ્રકારની જાહેર સુવિધાઓ માટે સરકારી જમીન ફાળવી શકાશે. જેમાં મહાનગર સેવા સદન, ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP), ભૂગર્ભ ગટર વ્યવસ્થા, પમ્પિંગ સ્ટેશન, પાણી પુરવઠા યોજનાઓ, ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન પ્લાન્ટ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, બાળવાડી (આંગણવાડી), ટાઉન હોલ, કોમ્યુનિટી હોલ અને કન્વેન્શન સેન્ટર જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલી આ ખાસ છૂટછાટ ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન નવરચિત મહાનગરપાલિકાઓ જાહેર સુવિધાઓના નિર્માણ માટે આ જોગવાઈઓ હેઠળ જમીન મેળવી શકશે. સરકારના આ નિર્ણયથી નવરચિત મહાનગરપાલિકાઓને જમીન ખરીદી પાછળ થનારા મોટા ખર્ચમાંથી રાહત મળવાની સાથે શહેરોના વિકાસ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની તક મળશે. ખાસ કરીને પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, અગ્નિશમન સેવા અને વહીવટી માળખાના વિકાસને નવી ગતિ મળી શકે છે. હવે આ નિર્ણયનો વાસ્તવિક લાભ કેટલા ઝડપથી જમીન ફાળવણી અને વિકાસકાર્યોમાં રૂપાંતરિત થાય છે તેના પર નવરચિત મહાનગરપાલિકાઓના શહેરી વિકાસની દિશા નિર્ભર રહેશે.

– એક હેક્ટરની મર્યાદામાં સરકારી જમીન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને તબદીલ કરી શકાશે
ઠરાવની જોગવાઈ મુજબ દર્શાવેલા જાહેર હેતુઓ માટે એક હેક્ટરની મર્યાદામાં સરકારી જમીન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને તબદીલ કરી શકાશે. જોકે, એક હેક્ટરથી વધુ જમીનની માંગણી કરવામાં આવે અથવા ગૌચર જમીનની જરૂરિયાત ઊભી થાય તો રાજ્ય સરકારની મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. જમીન મેળવવા માટે સંબંધિત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે i-ORA પોર્ટલ મારફતે જિલ્લા કલેક્ટરને અરજી કરવાની રહેશે. સમગ્ર પ્રક્રિયા ગુજરાત જમીન મહેસૂલ નિયમો, 1972ની જોગવાઈઓ અનુસાર હાથ ધરવામાં આવશે.

– ફાળવાયેલી જમીનનો ઉપયોગ માત્ર મંજૂર કરાયેલા જાહેર હેતુ માટે જ કરવાનો રહેશે : જમીનની માલિકી સરકારની જ રહેશે
જાહેર સુવિધાઓના નિર્માણ માટે ગૌચર જમીનની જરૂર પડે તો પ્રવર્તમાન ગૌચર નીતિ અને સરકારના નિયમોનું પાલન કરવાનું રહેશે. ખાસ કરીને ગૌચર જમીન ફાળવવામાં આવે તેવા કિસ્સામાં તેટલી જ અન્ય સરકારી પડતર જમીન ગૌચર હેડ હેઠળ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ફાળવાયેલી જમીનનો ઉપયોગ માત્ર મંજૂર કરાયેલા જાહેર હેતુ માટે જ કરવાનો રહેશે. જમીનની માલિકી સરકારની જ રહેશે અને નિર્ધારિત હેતુ માટે ઉપયોગ ન થાય તો સરકાર જરૂરિયાત મુજબ જમીન પરત લેવાની કાર્યવાહી પણ કરી શકશે.

– 11 પ્રકારની સુવિધાઓ માટે જમીન ફાળવણીની જોગવાઈ
મહાનગર સેવા સદન
ફાયર સ્ટેશન
સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ – વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
ભૂગર્ભ ગટર ડ્રેનેજ
પમ્પિંગ સ્ટેશન
વોટર સપ્લાય પ્રોજેક્ટ – પાણી પુરવઠાના કામો
સોલિડ/લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ
સ્ટોર્મ વોટર ડ્રેનેજ કામગીરી
બાળવાડી (આંગણવાડી)
ટાઉન હોલ-કોમ્યુનિટી હોલ
કન્વેન્શન સેન્ટર

You Might Also Like

વેકેશનમાં સિંહ દર્શનનો ક્રેઝ : 80 હજાર પ્રવાસીથી વન વિભાગને રૂ. 1.59 કરોડની આવક

નેશનલ લાઈબ્રેરી વીકની ઉજવણી: રાજકોટ મનપા સંચાલિત લાઈબ્રેરીઓના શ્રેષ્ઠ વાચક સભ્યોનું સન્માન કરાયું

તંત્રની ખામીનો ભોગ બનતા નવદંપતીઓ: QR કોડ વગરના લગ્ન પ્રમાણપત્રથી આધાર સુધારા બંધ

કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા સમિતિની બેઠક યોજાઈ

‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ નિમિત્તે ભંડોળ એકત્રીકરણમાં રાજકોટ જિલ્લો મોખરે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વેકેશનમાં સિંહ દર્શનનો ક્રેઝ : 80 હજાર પ્રવાસીથી વન વિભાગને રૂ. 1.59 કરોડની આવક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

વેકેશનમાં સિંહ દર્શનનો ક્રેઝ : 80 હજાર પ્રવાસીથી વન વિભાગને રૂ. 1.59 કરોડની આવક

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
ગોલ્ડમાં ગોલમાલ ! : રેનિયમ પાઉડરથી ગ્રાહકો સાથે છેતરપિંડીનો ખેલ
નેશનલ લાઈબ્રેરી વીકની ઉજવણી: રાજકોટ મનપા સંચાલિત લાઈબ્રેરીઓના શ્રેષ્ઠ વાચક સભ્યોનું સન્માન કરાયું
કુબુચી: એક ભયાનક રણ કેવી રીતે લીલુંછમ થયું
દસમા બારમાની પરીક્ષાની મોસમ અને વિદ્યાર્થીઓ
તંત્રની ખામીનો ભોગ બનતા નવદંપતીઓ: QR કોડ વગરના લગ્ન પ્રમાણપત્રથી આધાર સુધારા બંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

ગુજરાત

વેકેશનમાં સિંહ દર્શનનો ક્રેઝ : 80 હજાર પ્રવાસીથી વન વિભાગને રૂ. 1.59 કરોડની આવક

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાજકોટ

નેશનલ લાઈબ્રેરી વીકની ઉજવણી: રાજકોટ મનપા સંચાલિત લાઈબ્રેરીઓના શ્રેષ્ઠ વાચક સભ્યોનું સન્માન કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

તંત્રની ખામીનો ભોગ બનતા નવદંપતીઓ: QR કોડ વગરના લગ્ન પ્રમાણપત્રથી આધાર સુધારા બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?