પરાક્રમસિંહ અને વિશુભા નામના કર્મચારીઓનો સફેદ માટીમાં હપ્તાનો ખેલ?
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
મૂળી તાલુકાના અનેક વિસ્તારોમાં સફેદ માટીનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. જેમાં સરા ગામે ડેમ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી સતત સફેદ માટીને ખોદકામ કરી કાઢવામાં આવતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે આ સફેદ માટી સિરામિક ઉધોગ માટે સફેદ સોના ષયહશ કિંમતી માનવામાં આવે છે સરા ગામના ડેમમાં ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરવા અહીં દિન દહાડે હિટાચી મશીન અને ડમ્ફર જોવા મળે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ સફેદ માટીનું ખનન કરતા કેટલાક ખનિજ માફીયાઓ અહીંના સ્થાનિક ખેડૂતોને જવા આવવા માટેના રસ્તા પણ ખોડી ચૂક્યા છે. જ્યારે આ સફેદ માટીનું ખનન કદી ડમ્ફર દ્વારા મોરબી તરફ સિરામિક ઉધોગમાં મોકલી આપવામાં આવે છે. જેમાં એક ડમ્ફર દીઠ બે હજાર રૂપિયા લઈ ગામના જ કેટલાક માથાભારે ઈસમો ખનિજ ચોરી કરે છે ત્યારે સફેદ માટી ભરેલા ડમ્ફર રોડ પરથી વહન થતા જગજાહેર છે સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગના નાક નીચે નીકળતા ગેરકાયદેસર સફેદ માટી ભરેલા વાહનોને એક પણ અધિકારી અને કર્મચારી કાર્યવાહી નથી કરતા જ્યારે આ તરફ સ્થાનિક વિભાગના પરાક્રમસિંહ તથા વિશુભા નામના બે કર્મચારીઓને દર મહિને હિટાચી દીઠ રૂપિયા પાચ હજારનો હપ્તો પહોંચાડતા હોવાનું પણ ચર્ચાય છે. જેના લીધે દિન દહાડે સફેદ માટીનું ખનન અને વહન કરતા ખનિજ માફિયાઓને કોઈનો ડર અને કાયદાનો ભય રહ્યો નથી ત્યારે સ્થાનિક ગ્રામજનો દ્વારા પણ સફેદ માટીના ખનન અંગે વારંવાર રજુઆત કરી છે પરંતુ ખનિજ માફિયાઓના હપ્તારાજ સામે સ્થાનિકોની રજૂઆત ફીકી પડતી હોવાનું અહીં સ્પષ્ટ નજરે પડે છે. તેવામાં હવે સ્થાનિકો માત્ર ચોટીલા પ્રાંત અધિકારી સફેદ માટીના ખનન સામે કડક કાર્યવાહી કરે તેવી આશા લાગવી બેઠા છે.