નેશનલ ફેમિલી હેલ્થ સરવે દ્વારા ચોંકાવનારા આંકડા જાહેર કર્યા
રાજ્યમાં 18% ડાયાબિટીસનો શિકાર, પુરુષોમાં પ્રમાણ વધુ
- Advertisement -
5 વર્ષથી નાના 35% બાળક કુપોષિત
રાજ્યમાં 20-24 વર્ષની 18% મહિલાઓના 18 વર્ષ પહેલા લગ્ન
15-19 વર્ષની 5.6% મહિલા માતા કે પ્રેગનન્ટ છે
- Advertisement -
5 વર્ષથી નાના 35% બાળકો કુપોષિત, દરે ત્રીજો બાળક કુપોષિત છે.
12-23 મહિનાના 82% બાળકોએ રસી લીધેલી છે.
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
નેશનલ ફેમિલી હેલ્થ સરવે-6 મુજબ, ગુજરાતમાં 31% લોકો વધુ વજનવાળા કે મેદસ્વી છે. 2020માં રાજ્યમાં 21% લોકો જ મેદસ્વી હતા. એટલે કે 10 ટકાનો ગંભીર વધારો થયો છે. સરવે મુજબ, આ લોકોનો બોડી માસ ઇન્ડેક્સ 25થી વધુ છે. રાજ્યમાં 21% એટલે કે દર પાંચમો વ્યક્તિનું હાઇપરટેન્શનથી પીડિત છે. તેમનું બ્લડ પ્રેશર 150થી વધુ રહે છે. મહિલા કરતાં પુરુષોમાં 2% અને ગામડાં કરતાં શહેરમાં 6% હાઇપરટેન્શનના દર્દી વધુ છે. આ ઉપરાંત રાજ્યમાં 18% ડાયાબિટીસનો શિકાર છે. ગુજરાતમાં માત્ર 5% પુરુષોને દારૂનું વ્યસન છે. જ્યારે 38% પુરુષોને તમાકુનું અને 7% મહિલા પણ તમાકુ સેવન કરે છે. શહેર કરતાં ગામડાંમાં વધુ દારૂ પીવાય છે.
દેશ અને સમાજની બદલાતી તસવીર દર્શાવતા નેશનલ ફેમિલી હેલ્થ સરવે-6 (એનએફએચએસ-6) નો રિપોર્ટ શુક્રવારે જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 2023-24 ના આ રિપોર્ટમાં 101 માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સરવેમાં સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કેટલાક ચિંતાજનક ટ્રેન્ડ સામે આવ્યા છે. સ્થૂળતા વિશે વાત કરીએ તો મહિલાઓમાં ગત સરવેમાં સ્થૂળતા 24 ટકા હતી જે વધીને 30.7 ટકા પહોંચી છે. આ સાથે રાહતની વાત એ છે કે દેશમાં ઘરેલું હિંસાનો દર 29.2% થી ઘટીને 22.3% પર આવી ગયો છે, એટલે કે તેમાં 6.9% નો મોટો ઘટાડો નોંધાયો છે. ખાનગી હોસ્પિટલોમાં થતી સિઝેરિયન ડિલિવરીનો દર 54.1% ના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે, જે ગંભીર સંકેત છે. શરૂઆતના 6 મહિના સુધી શિશુઓને “માત્ર સ્તનપાન’ કરાવવાનો દર 63.7% થી ઘટીને 55.8% પર આવી ગયો છે. સૌથી વધુ પરેશાન કરનારી બાબત એ છે કે 6 થી 23 મહિનાના માત્ર 15.3% બાળકોને જ ન્યૂનતમ પર્યાપ્ત અને સંતુલિત આહાર મળી રહ્યો છે. આનો સીધો અર્થ એ છે કે આજે પણ આશરે 85% બાળકો આવશ્યક પોષણથી વંચિત છે, જે ભાવિ પેઢીના વિકાસ માટે એક મોટી પડકાર છે. સરવે અનુસાર, બાળ લગ્ન (18 વર્ષથી ઓછી ઉંમર) નો કુલ આંકડો 23.3% થી ઘટીને 20.1% રહી ગયો છે. ત્યાં જ, કામકાજી મહિલાઓનો દર 30.8% સુધી પહોંચી ગયો છે, જે અગાઉના સરવેમાં 25.4% હતો, એટલે કે તેમાં 5.4% નો સધારો થયો છે.
શહેરોમાં 100માંથી 40 પુરુષો મેદસ્વી
વિગત શહેર ગામડું કુલ
મહિલા 44.3 23.2 32.1
પુરુષ 40.2 21.8 29.9
કુલ 42.25 22.5 31.0
16% મહિલાના નામે મકાન
42% પરિવાર પાસે કોઇ વીમો નથી
24% મહિલા ક્યારેય પણ સ્કૂલમાં ગઈ નથી
35% મહિલાએ ક્યારેય ઇન્ટરનેટ વાપર્યું નથી
84% વધુ પુરુષ ઇન્ટરેનેટનો ઉપયોગ કરે છે



