બસ સ્ટેન્ડની છત પર ચારણીની માફક લોખંડ નજરે પડે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
- Advertisement -
ધ્રાંગધ્રા માલવણ હાઈવે પરથી ઈશદ્રા, વાવડી મોટી માલવણ સહિતના ગામો તરફ જવા માટે આવેલું બસ સ્ટેન્ડ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલમાં હોવાનું માલૂમ પડે છે. છેલ્લા એકાદ દશકાથી જર્જરિત બસ સ્ટેન્ડના લીધે અહીં કોઈ વાહન પણ ઊભા રહેતા નથી સાથે જ હાઇવે પરથી ઈશદ્રા ગામ તરફ જવા માટે નિર્માણ થયેલું આ બસ સ્ટેન્ડ માત્ર શોભાના ગાંઠિયા સમાન હોવાનું જાણવા મળે છે જર્જરિત બસ સ્ટેન્ડની છત પરથી સિમેન્ટના પીપળા ઉખડી જતા ચારણીના માફક લોખંડ નજરે પડે છે. ખાસ કરીને રાત્રીના સમયે ઇશદ્રા ગામ તરફ જવા માટે નિર્માણ થયેલું બસ સ્ટેન્ડ ખંડેર હાલતમાં હોવાથી મુસાફરો ઊભા હોવા છતાં અહીં કોઈ સરકારી કે ખાનગી વાહન ઊભું રહેતું નથી જેના લીધે ગ્રામ્ય વિસ્તારોના રહીશોને ખૂબ જ મુશ્કેલી પડે છે આ અંગે ગ્રામ્ય વિસ્તારોના આગેવાનો દ્વારા બસ સ્ટેન્ડનું સમારકામ કરવા માંગ કરી છે.



