વિંછીયા તાલુકાના ખડકાણા ગામે ૩૧૪ લોકોને રસીકરણ
રાજકોટ તા.૦૮ ઓગસ્ટઃ- કોરોનાને અટકાવવા સલામતીના પગલાંઓ સાથે કોરોના વિરોધી રસી અમોઘ શસ્ત્ર સમાન છે. કોરોનાની સંભવીત ત્રીજી લહેરને અટકાવવા રાજય સરકાર વધુમાં વધુ લોકોને કોવીડ-૧૯ રસીકરણ માટે અભિયાન સ્વરૂપે કાર્યરત છે.
રાજકોટ જિલ્લાનો આરોગ્ય વિભાગ પણ આ માટે દિવસ રાત સતત કામગીરી કરી રહ્યો છે. આજ રોજ વિછીયા તાલુકાના ખડકાણા ગામમાં ૧૮ વર્ષથી મોટી વયના તમામ ૩૧૪ લોકો માંથી ૩૧૪ લોકોને કોરોના રસીનાં પ્રથમ ડોઝ લેવાથી ૧૦૦% રસીકરણ થયેલ છે. ગઈકાલે રાત્રે અન્ય વિસ્તારમાં નોકરી-ધંધા માટે રહેતા ખડકાણાના નાગરિકો માટે ખાસ વેક્સિનેશન માટેનું આયોજન કરવામાં આવેલ. રાત્રી વેક્સિનેશન કેમ્પમાં ૧૧ લોકોને વેક્સિન આપવામાં આવેલ હતી. આવનારા એક અઠવાડિયામાં વિછીયા તાલુકાના વધુ પાંચ ગામોમાં સો ટકા વેક્સિનેશન થઈ શકે તે માટેનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું વિંછીયા પ્રાંત અધિકારીશ્રી પી.ડી.વાંદાએ જણાવ્યું છે.


