વિવિધ કોલેજના છાત્રોએ આપેલ વક્તૃત્વમાં અનુસાશન અને ગતિ મર્યાદા પર ભાર મુક્યો
રાજકોટ તા. ૮ ઓગસ્ટ – રાજ્ય સરકારના સુસાશનના પાંચ વર્ષ નિમિત્તે આયોજિત પ્રજાલક્ષી સેવાકીય કાર્યક્રમોની શૃંખલા અન્વયે આજરોજ આઠમા દિવસે જન સુખાકારી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા આત્મીય યુનિવર્સીટી ખાતે ”સુચારૂ ટ્રાફિક વ્યવસ્થામાં સમાજનું પ્રદાન” વિષયક સંવાદ અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં યુવા વિદ્યાર્થીઓએ ટ્રાફિક સમસ્યાના નિવારણ સંબંધી સામાજિક અને નૈતિક જવાબદારી અંગે પ્રદાન વિષે વિવિધ અમલી કરવા મુદ્દાઓ રજુ કર્યા હતાં.
- Advertisement -
આ પ્રંસગે આર.ટી.ઓ.ના પૂર્વ અધિકારી જે.વી. શાહે ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોને ધર્મ કે ફરજ ગણી આપણે તેનું પાલન કરવું જોઈએ, સ્વયંશિસ્ત સાથે ટ્રાફિક જામમાં બીનજરૂરી હોર્ન વગાડવા, હાઈ ટોન હોર્ન ન રાખવા કે વગાડવા, શહેરી વિસ્તારમાં ગાડીની સ્પીડ 30 કી.મી. રાખવા જેવા અતિ ઉપયોગી સૂચનો કર્યા હતાં. સેફટી સે દોસ્તી કરોગે, સડક અપને આપ સલામત હો જાયેગી સુંદર પંક્તિ સાથે જે. વી. શાહે સડક દુર્ઘટનામાં મૃતયુ થી બચવાનું અમૂલ્ય સૂત્ર આપ્યું હતું.
નાયબ પોલીસ કમિશનર ઝોન – ૧ પ્રવિણકુમાર મીનાએ શહેરના વિવિધ વિભાગો દ્વારા રોડ સેફટી કાઉન્સિલની ભૂમિકા રજુ કરી હતી. તેઓએ આ ટકે સિસ્ટમ ની સાથોસાથ લોકોભાગીદારી થકી ટ્રાફિક અને અકસ્માતો નિયત્રંણ દિશામાં પહેલ કરવા સૂચનો કર્યા હતાં.
જય ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ વિપુલે લોકોમાં ટ્રાફિક સેન્સ વધે તે માટે આગળ આવવા અને સિસ્ટમને દોષ દેવાને બદલે આપણે પોતે જ આઈડિઅલ બની સુચારુ સિસ્ટમની નીવ નાખીએ તેવું આશાવાદી સૂચન કર્યું હતું.
- Advertisement -
આ તકે આયોજિત વકૃત્વ સ્પર્ધામાં વિવિધ કોલેજના છાત્રાઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક નિયંત્રણ અને ગંભીર અકસ્માત નિવારણ માટે ખાસ કરીને અનુશાસન અને ગતિ મર્યાદા પર ભાર મૂકતા સૂચનો કર્યા હતા. ખાસ કરીને ટ્રાફિકના નિયમોનું વ્યવસ્થિત પાલન કરવું જોઈએ, ટ્રાફિકના રૂલ્સ મજબૂત છે પરંતુ તેનું ચુસ્તપણે પાલન થવું જોઈએ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારવો જોઈએ, બિનજરૂરી વાહનોનો ઉપયોગ ટાળવો જોઈએ, ચાલુ વાહને સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવાનું ટાળવું જોઈએ જેવા અનેકવિધ હકારાત્મક સૂચનો કરવામાં આવ્યા હતા.
આ પ્રંસગે પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ સંસ્થાના જનપ્રતિનિધિઓ અને ટ્રાફિક શાખાના અધિકારીઓ વચ્ચે સંવાદ કરવામાં આવ્યો હતો. ભારત દેશમાં અન્ય વિકસિત દેશોની સરખામણીએ ટ્રાફિક સેન્સ અને સિસ્ટમ અંગે રસપ્રદ ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોત્તરીમાં સંયુક્ત પોલીસ કમિશનર ખુર્શિદ અહમદે પ્રયુત્તર આપ્યા હતા. તેમજ લોકો દ્વારા ટ્રાફિક સમસ્યા દૂર કરવા સૂચનો પર અમલ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
વૈભવ કોગજે, ઈષા ભુવા તેમજ શૈફાલી રાઠોડ સપર્ધામાં વિજેતા થવા બદલ મહાનુભાઓના હસ્તે સર્ટિફિકેટ અપાયા હતાં.
આ પ્રંસગે ટ્રાફિક સમજ આપતી વિવિધ વિડીયો ફિલ્મ્સનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય વડે પ્રારંભ કરવામાં આવ્યો હતો. સંચાલન તેજસ સીસાંગીયાએ કર્યું હતું.
આ પ્રસંગે બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, ટ્રાફિક એસ.સી.પી. જે.વી. મલ્હોત્રા, આર.ટી.ઓ. અધિકારી લાઠીયા એસ.ટી વિભાગીય નિયામક જે.બી. કાલોતરા, પી.આઈ સર્વે જેલરિયા, પરમાર, એસ.એન. ગડુ, કે. જી. જલવાણી, રોડ સેફટી કાઉન્સિલના અધિકારી ઓ, કોલેજના પ્રોફેસર તેમજ વિવિધ સંસ્થાઓના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


