ભેંસાણના ચણાકા ગામે રૂપાણી પરિવારના માતાજી અને સુરાપુરા દાદાનું સ્થાન
ગિરનાર રોપ-વેનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ વિજયભાઈ હસ્તે કાર્યરત થયો
- Advertisement -
જૂનાગઢ મનપા 2019ની ચૂંટણીમાં જંગી બહુમતી અપાવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
ગત રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફલાઇટમાં ખામી સર્જાતા પ્લેનક્રેશ થયું હતું જેમાં મુસાફરો અને કરું મેમ્બર સહીત 242 જેટલા સવાર હતા. જયારે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમથી બોઇંગ વિમાને ઉડાન ભરતાની સાથે એક મિનિટના ઓછા સમય એરપોર્ટ નજીક પ્લેનક્રેશ થતા એક મુસાફરનો બચાવ થયો હતો અને બાકીના તમામ મુસાફરો આગમાં ભડથું થયા હતા આ પ્લેનક્રેશની દર્દનાક દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દુ:ખદ નિધન થયું હતું. અને સમગ્ર દેશ શોકની લાગણીમાં ડૂબી ગયો છે. વિજયભાઈ રૂપાણી સ્વયંસેવક સંઘથી ભાજપ સુધી અનેક સંગઠનની જવાબદારી નિભાવી મુખ્યમંત્રી સુધીની સફરમાં તેમનો નાતો જૂનાગઢ સાથે અતૂટ રહ્યો હતો. જેમાં ભેંસાણ તાલુકાના ચણાકા ગામે રૂપાણી પરિવારના માં અંબા માતાજીનું મંદિર આવેલું છે તેમજ રૂપાણી પરિવારના સુરાપુરા દાદાનું સ્થાનક પણ આવેલું છે. જયારે સંગઠનમાં હતા અને ત્યાર બાદ મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ તેઓ સહ પરિવાર ચણાકા ગામે દેવ દર્શન અને હોમ હવનમાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્ય માટે પધારતા હતા. સોરઠ અને જૂનાગઢનો જીવદોરી સમાન મહત્વ કાંક્ષી રોપ-વે પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ હતો અને નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યાને થોડા સમયમાં રોપ-વે પ્રોજેક્ટને અવરોધરૂપ તમામ ફાયલો ક્લિયર કરીને મંજૂરી આપી હતી જયારે રોપ-વેનું ખાતમુહર્ત પણ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ કર્યું હતું
અને જડપભેર કાર્ય પૂરું થાય તેના માટે તમામ પ્રયાસો કર્યા હતા જયારે ગિરનાર રોપ-વેનું તમામ કામ પૂર્ણ થયું ત્યારે ઓકટોબર 2020માં મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી અને એ સમયે પ્રધાનમંત્રી મોદીએ વર્ચ્યુલ રીતે રોપ-વેને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારે મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહીને રોપ-વેને કાર્યવંતિ કરવામાં આવ્યો હતો. અને રોપ-વેની સફર કરીને તેમના ધર્મપત્ની અંજલિબેન દ્વારા ગિરનાર અંબાજી મંદિરે માં અંબાના દર્શન કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આમ રોપ-વે શરુ તથા પ્રથમ મુસાફરી કરી હતી. જયારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે 2019માં મહાનગર પાલિકાની ચૂંટણી આવી હતી. તેમાં પણ તેમની દેખરેખ હેઠળ મનપામાં જંગી બહુમતી અપાવી હતી અને 60 બેઠકો માંથી 54 બેઠકો પર ભાજપની ભવ્ય જીત અપાવી હતી ત્યારે આજે પણ જૂનાગઢ વાસીઓ વિજયભાઈ રૂપાણીના કરેલ કામો હરહંમેશ યાદ રાખશે આજે જે રીતે તેમનું પ્લેનક્રેશ માં નિધન થતા સમગ્ર રાજ્યની સાથે સોરઠ પંથકમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. અને તેમના સ્મરણો યાદ કરતી અનેક તસવીરો યાદગાર બની છે.