વિંછીયા તાલુકામાં રોજ ભારતીય કિસાન સંઘ ના સદસ્યો તેમજ કોળી વિકાસ સંગઠન ગુજરાત તથા રાજ ગ્રુપ સેવા શક્તિના ટ્રસ્ટીઓ દ્વારા વિછીયા તાલુકાના દરેક ગામ ના ખેડૂતોના હાલચાલ અને પ્રશ્નો સાંભળવામાં આવ્યા જેમાં આ વિસ્તારની અંદર વરસાદના કારણે લોકોના પાકનો સો ટકા નુકશાન ગયેલા હોય અને આ સરકારના ખોટા અધિકારીઓ આ સર્વે કરશું કાલે સર્વે કરશું ત્રણ મહિનાથી સતત વરસાદ વરસી રહ્યો છે તેમ છતાં હજી સુધી તમામ ખેડુતોના ખેતરે ખેતરે કોઈપણ પ્રકારના અધિકારી દ્વારા પાક નુકશાની સર્વે કરવામાં આવ્યું નથી આ વિસ્તારની અંદર તમામ પ્રકારના ધાન્ય પાક મગફળી કપાસ દરેક પાક સો ટકા નિષ્ફળ ગયા છે ત્યારે આંધળી બેરી સરકારને કોક સમજાવો કે હવે તમારે સર્વે કરવાનું શું છે દરેક ખેડૂતોને ૫૦ ટકા વળતર તાત્કાલિક યુદ્ધના ધોરણે ચૂકવવામાં આવે એવી ભારતીય કિસાન સંઘના આગેવાનોની ઉગ્ર માંગણી છે વિછીયા તાલુકા ની અંદર તમામ ખેડૂતોને યુદ્ધના ધોરણે ૫૦ ટકા જેવી રકમ તાત્કાલિક ચુકવી દેવામાં આવે તો આગામી દિવસોની અંદર કોઈ ખેડૂત પોતાના ખેતરે ખેતી કરવા તૈયાર નથી કારણ કે પોતાના ખેતર ની અંદર પુષ્કળ પ્રમાણમાં ખર્ચ કરી અને જ્યારે પાક પાકવાના ની ઉપર આવે ત્યારે અતિશય વરસાદના કારણે સમગ્ર પાક નુકસાની જાય અને એક પણ જણસીના પૂરતા પ્રમાણમાં ભાવનો મળે દવા ખાતર બિયારણ વગેરે અનેક પ્રકારના ડુબલીકેટ થતા હોય તો ખેડૂતોને ખેતી કરવી ખૂબ મુશ્કેલ પડે આવા સંજોગોમાં સરકાર શ્રી ને તાત્કાલિક યુદ્ધના ધોરણે દરેક દરેક ખેડૂતોને પાક નુકસાની ના 50% વળતર યુદ્ધના ધોરણે ચુકવી દેવામાં આવે એવી ભારતીય કિસાન સંઘ ની માંગણી છે

કરશન બામટા આટકોટ