પક્ષપલ્ટુઓને ગાંધીનગરનુ તેડુ

વંથલી નગરપાલીકામા ફરી સત્તા પરિવર્તનના એંધાણ,કાર્યકરો લાગ્યા ફરી પેટા ચુંટણીની તૈયારી મા

વંથલી નગરપાલીકા અવાર નવાર વિવાદોના વમળમા ઘેરાયેલી રહેતી હોય છે ત્યારે ફરી એક વાર વંથલી નગરપાલીકા છાપે ચડી છે. 24 બેઠકો ધરાવતી વંથલી નગરપાલીકામા કોંગ્રેસ પક્ષના 20 અને ભાજપ ના 4 સદસ્યો ચુંટાયા હતા. જેમા કોંગ્રેસે હેમેખેમે અઢી વર્ષ પુર્ણ કરેલ. ગત પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી વખતે કોંગ્રેસના 10 સદસ્યોએ નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાળી ભાજપ ના 4 સદસ્યોનુ સમર્થન મેળવી સત્તા કબજે કરી હતી. કોંગ્રેસ પક્ષના વ્હિપ નો અનાદર થતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટવરલાલ પોંકિયાની ભલામણથી પ્રદેશ કોંગ્રેસે તમામ 10 સદસ્યો ને સસ્પેંડ કર્યા હતા. જ્યારે વંથલી ના કોંગ્રેસી નગર સેવક તોશિફ અજીઝે પક્ષ છોડી ગયેલા સદસ્યો સામે પક્ષાંતર ધારા હેઠળ પગલા લેવા નામોદિષ્ટ અધિકારી દિલિપ રાવલ ને રાવ કરી હતી. જે સબબ શહેરી વિકાસ અને શહેરી ગ્રુહ નિર્માણ ના સચીવ શ્રી દિલિપ રાવલે નામોદિષ્ટ અધિકારી દરજ્જે પક્ષ છોડી ગયેલા સદસ્યો ને નોટિસ ફટકારી પહેલી ઓક્ટોબરે ગાંધીનગર બોલાવતા પક્ષ પલ્ટુઓમા ફફળા મચી જવા પામેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રમુખ – ઉપપ્રમુખની વરણી થયા બાદ રાજકીય વિશ્લેષકોએ કરેલી આગાહી મુજબ સત્તા કેટલો સમય ટકશે તે હાલની સ્થિતી જોતા નિસ્ચીત લાગી રહ્યુ છે. કોઇ વિઘ્ન ન નડે, હાલની સરકારના મંત્રીશ્રીઓનુ કોઇ પ્રેશર ન આવે અને સમયસર કાર્યવાહી હાથ ધરવામા આવે તો નજીક ના ભવિષ્ય્મા વંથલીના નગરજનોને ફરી એકવાર પેટા ચુંટણીનો સામનો કરવાનો રહેશે તે નિસ્ચિત છે.

 

જીજ્ઞેશ પટેલ માણાવદર