સુરતમાં રાંદેર રોડ ખાતે વહેલી સવારે એક દૂર્ઘટના ઘટી છે. રાંદેરમાં આવેલી એક ઇમારતનો ભાગ ધરાશાયી થતાં તેની નીચે સૂતા ત્રાણ લોકોનાં મોત થયા છે. આ જર્જરિત બિલ્ડિંગને ત્રણ વર્ષ પહેલા જ ખાલી કરાવી દેવામાં આવી હતી. આ સાથે બિલ્ડરને પણ બિલ્ડિંગ પાડવાની નોટિસ આપી દેવામાં આવી હતી. પરંતુ ઇમારત જેમની તેમ જ રહેવા દીધી હતી. હાલ આ બિલ્ડીંગે ત્રણ લોકોનાં ભોગ લીધા બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. હાલ મોટી સંખ્યામાં અહીં પોલીસનો કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે તંત્રએ આ દૂર્ઘટના બાદ બિલ્ડિંગનાં બિલ્ડરની સામે ત્રણ લોકોના મોત માટેની ફરિયાદ દાખલ કરી છે.