ચુડા અને લીમડીના ગામોમાં બસ સુવિધા બંધ થતા વિધાર્થીઓને મુશ્કેલી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અને ચૂડા તાલુકાના અંતરિયાળ ગામોમાં બસની સુવિધા બંધ થતા અપડાઉન કરતા વિધાર્થીઓ દ્વારા લીમડી બસ સ્ટેન્ડ કચેરી ખાતે હોબાળો કર્યો હતો. જેમાં લીમડી અને ચૂડા પંથકના છેવાડાના ગામોમાં અગાઉ ચાલતી બસોને અચાનક બંધ કરતા અહીંથી અપડાઉન કરતા વિધાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અચાનક આ પ્રકારનું પગલું ભરતા ગ્રામ્ય વિસ્તારના વિધાર્થીઓને અભ્યાસ કરવા સમયસર સ્કૂલ અને કોલેજ પર પહોંચવું અઘરું બન્યું છે. જેથી વિધાર્થીઓને ભારે મુશ્કેલી સાથે આપણાં કરવું પડે છે ત્યારે કોઈપણ જાતની જાણ કર્યા વગર અચાનક જ લીમડી અને ચૂડા પંથકના છેવાડાના ગામોની બસ સુવિધા બંધ થતા તમામ વિધાર્થીઓ ગુરુવારે લીમડી બસ સ્ટેન્ડ ખાતે જઈ હલ્લાબોલ કર્યું હતું. જેમાં અધિકારીઓ અને વાહન વ્યવહાર વિભાગ સામે વિરોધ વ્યક્ત કરી સૂત્રોચાર પણ કર્યા હતા આ સાથે તમામ આપણાં કરતા વિધાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારની તાત્કાલિક ધોરણે બસ સુવિધા શરૂ કરવા માંગ કરી હતી.