ભાવિકોનો ઉત્સાહ બેવડાયો
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ ગામે-ગામ હનુમાન ચાલીસા પાઠ, બટુક ભોજન, મહાપ્રસાદ, મહાઆરતી, ધુન, ભજન, કિર્તન સહિતના કાર્યક્રમો
કાલે શનીવાર અને હનુમાન જયંતિનો સુભય સંયોગ સર્જાશે. જેના કારણે ભાવિકોનો ઉત્સાહ બેવડાયો છે. શનીવારના રોજ હનુમાનજી દાદાના પુજન-અર્ચનનું વિશેષ મહત્વ હોય છે ત્યારે આ વખતે કાલે હનુમાન જયંતિ અને શનીવારનો સુભગ સમન્વય હોવાથી ભાવિકો દર્શન, પૂજન, અર્ચન માટે ઉમટી પડશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર – કચ્છમાં કાલે ગામે-ગામ ભવ્યતાથી હનુમાન જયંતિ ઉત્સવ નિમિતે હનુમાન ચાલીસાના પાઠ, બટુકભોજન, મહાપ્રસાદ, મહાઆરતી, ધુન, ભજન, કિર્તન સહિતના કાર્યક્રમો યોજાયા છે.
- Advertisement -
અત્રેના ભોજરાજપરા શ્રી ખીજડા મામાદેવ મંદિર ખાતે હનુમાન જયંતિ ધામધૂમપૂર્વક ઉજવાશે. જેમાં સાંજે ધ્વજારોહણ, ભજનસંધ્યા તથા પ્રસાદનું આયોજન કરાયુ છે. સાંજે સાડા સાત કલાકે મામાદેવશ્રીની મહાઆરતી થશે. ધર્મલાભ લેવા મહંત ચંદુબાપુ તથા લઘુ મહંત મયુરબાપુની યાદીમાં જણાવાયુ છે.


