ઉતરપ્રદેશમાં ભાજપ-યોગી સરકારની વાપસી નિશ્ચિત પણ એક એકિઝટ પોલના અનુમાનથી અખિલેશને આશા
પંજાબમાં આપ નિશ્ચિત છતા કોઈ નાના ઉલટફેરને ‘તક’માં ફેરવવા ભાજપ-કોંગ્રેસ-અકાલીદળ તૈયાર
- Advertisement -
ગોવા-ઉતરાખંડમાં સતાના સંઘર્ષનો સંકેત: ભાજપ-કોંગ્રેસ પક્ષે સીનીયર નેતાઓને રાજયમાં કેમ્પ કરાવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
દેશના રાજકીય ભવિષ્યમાં અત્યંત મહત્વની ઉતરપ્રદેશ સહિતના પાંચ રાજયોની ધારાસભા ચૂંટણીના પરિણામોની આવતીકાલે જાહેરાત પુર્વે જ તમામ પાંચ રાજયોમાં રાજકીય ગતિવિધિ તેજ બની છે અને રાજકીય પક્ષો પરિણામ સાથે જ સરકાર બનાવવાના તેના દાવા તેજ કરવા માટે પક્ષના સીનીયર નેતાઓને આ રાજયોની રાજધાનીમાં કેમ્પ કરાવ્યા છે તથા આ સપ્તાહ હવે દેશમાં રાજકીય ગતિવિધિની નવી તિવ્રતા જોવા મળશે.
- Advertisement -
ઉતરપ્રદેશ, પંજાબ, ઉતરાખંડ, ગોવા તથા મણીપુરમાં પરિણામો પુર્વેના એકઝીટ પોલે પરીસ્થિતિ વધુ રસપ્રદ બનાવી છે અને ઉતર પ્રદેશમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે તેવા એક સિવાયના અન્ય તમામ એકઝીટ પોલ કરે છે અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર નિશ્ર્ચિત માનવામાં આવે છે.
પરંતુ બે નાના પણ મહત્વના રાજયો ગોવા અને ઉતરાખંડ એ ત્રિશંકુ વિધાનસભા ભણી ધકેલાઈ રહ્યા છે તેવા એકઝીટ પોલના વર્તારા સાથે આ બન્ને રાજયોમાં અત્યારથી જ પક્ષો દ્વારા તેના ચૂંટણી લડેલા ઉમેદવારોને પણ સલામત કરવા પડી રહ્યા છે અને પરિણામ જાહેર થયા બાદ જેઓ જીત્યા હશે તેઓને ‘સલામત’ કરાશે અને જો કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહી મળે તો પછી અહી રાજકીય, ખરીદ, વેચાણ બજાર ખુલી જશે.
આ બન્ને રાજયોમાં ખાસ કરીને ગોવામાં એકઝીટ પોલના સંકેત મુજબ કોંગ્રેસ પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે ઉપસી આવશે તેવા સંકેત મળતા જ પક્ષના પ્રભારી પી.ચિદમ્બરમ તથા ડી.કે.શિવકુમારે ગોવા પહોંચી જઈને તમામ ઉમેદવારોને ગઈકાલે જ રીસોર્ટમાં મોકલી આપ્યા હતા. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી કાલે જયપુર પહોંચ્યા હતા અને તેઓએ ઉતરાખંડમાંથી જરૂર પડે તો ઉમેદવારે ધારાસભ્યોને રાજસ્થાન મોકલાશે અને આ માટે મુખ્યમંત્રી અશોક ગેહલોટને તૈયાર રહેવા જણાવ્યું હતું.
ભાજપે પણ તેના સીનીયર નેતા અને પ્રભારી દેવેન્દ્ર ફડનવીસ ને કેમ્પ કરાવ્યા છે તો સીનીયર નેતા કૈલાસ વિજય વર્ગીય દહેરાદૂન પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને મળ્યા હતા તો રાજયના પુર્વ મુખ્યમંત્રી રમેશ પોખરીયાલ પણ દિલ્હીમાં પક્ષના પ્રમુખ જે.પી.નડ્ડાને મળ્યા બાદ દહેરાદૂન પહોંચ્યા હતા તથા તેઓએ પોખરીયાલ સાથે વાતચીત કરી હતી.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કાલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને બાદમાં પણજી પરત ફર્યા હતા. માનવામાં આવે છે કે ભાજપે જો જરૂર પડે તો મુખ્યમંત્રી બદલવાની તૈયારી સાથે પણ ઉતરાખંડ-ગોવામાં સતા જળવાઈ રહે તે જોવા નિર્ણય લીધો છે.


